બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / ગુજરાત / અમદાવાદ / Travel bookings beware! The travel company collected 4.41 lakhs from 38 passengers saying 'Haridwar tour'

ઠગાઈ / ટ્રાવેલ બુકિંગ કરનારા સાવધાન! 'હરિદ્વાર ટૂર'નું કહી 38 મુસાફરો પાસેથી ટ્રાવેલ્સ કંપનીએ 4.41 લાખ ખંખેરી લીધા

Vishal Khamar

Last Updated: 05:25 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિદ્વાર, દહેરાદૂન, મસૂરી, ઋષિકેશ ૧૩,૩૧૧ રૂપિયામાં લઇ જવાની લાલચ આપીને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીએ ૩૮ પેસેન્જર પાસેથી ૪.૪૧ લાખ રૂપિયા લઇને ચીટિંગ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

  • ફરવા જવાનો પ્લાન બનાવતા પ્રવાસીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો
  • ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીએ 38 પ્રવાસીઓ સાથે રૂા. 4.41 લાખની કરી છેતરપિંડી
  • છેલ્લે મામલો મણીનગર પોલીસ મથકે પહોંચા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા મહર્ષિ શાહે મણીનગર પોલીસ સ્ટેશનમાં હેમાંગ પંચાલ (મહાલક્ષ્મી એપાર્ટમેન્ટ, મણિનગર) વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ કરી છે. મહર્ષિ શાહે ત્રણ મહિના પહેલાં મિત્રો સાથે હરિદ્વાર, ઋષિકેશ દર્શન કરવા માટે જવાનો પ્લાન બનાવ્યો હતો જેથી તેમણે મણીનગર ખાતે એચ.એસ.હોલિડેઝ નામની ટૂર એન્ટ ટ્રાવેલ્સની કંપની ધરાવતા હેમાંગ પંચાલનો સંપર્ક કર્યો હતો. મહર્ષિ શાહ ફેસબુક પર સર્ચ કરતા હતા ત્યારે તેમને એચ.એસ.હોલિડેઝની વિગતો મળી હતી. મહર્ષિએ ૩૮ લોકોનું પેકેજ નક્કી કર્યું હતું. જેમાં પુખ્તવયના લોકોની ૧૩,૩૧૧ રૂપિયા ટિકિટ અને બાળકોની ૯,૭૬૦ રૂપિયા ટિકિટ હતી.

મણીનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
૨૬ મેથી ૧ જૂન સુધી ટૂરમાં જવાનું હતુ જ્યારે મહર્ષિએ તમામ ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા હતા. ૨૬મીના સવારથી હેમાંગે મહર્ષિના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. મહર્ષિ હેમાંગની ઓફિસ ગયો ત્યારે તેની ઓફિસ પણ બંધ હતી. મહર્ષિએ આ મામલે ઓનલાઇન ચેક કર્યું તો હેમાંગે તમામની ફ્લાઇટનું બુકિંગ કેન્સલ કરાવી દીધું હતું જ્યારે ટ્રેનની ટિકિટ પણ કેન્સલ કરાવી દીધી હતી. ટૂર રદ થતાં મહર્ષિ સહિતના તમામ સભ્યોએ એક થઇને મણિનગર પોલીસ સ્ટેશનમાં હેમાંગ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. મણીનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ