બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Travel blogger sentenced to 7 months in prison in China

વિચિત્ર કિસ્સો / ચીનમાં ટ્રાવેલ બ્લોગરને 7 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી, કારણ જાણીને તમે પણ નવાઈ પામી જશો

Ronak

Last Updated: 04:00 PM, 15 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં એક ટ્રાવેલ બ્લોગરને કોર્ટ દ્વારા 7 મહિનાની સજા ફટકારવામાં આવી છે. આ ટ્રાવેલ બ્લોગરે ગલવાન ઘાટીમાં શહિદ થયેલા ચીની સૈનિકોની સમાધી પાસે ફોટા પડાવ્યા હતા. જેને લઈને તેને આ સજા આપવામાં આવી છે.

  • ચીનમાં ટ્રાવેલ બ્લોગરને 7 મહિનાની જેલની સજા 
  • ગલવાનમાં શહિદ થયેલા સૈનિકોની સમાધી સાથે ફોટો ખેચ્યા હતા. 
  • ફોટો પડાવાને લઈને ટ્રાવેલ બ્લોગરને 7 મહિનાની સજા 

ચીનમાં એક ટ્રાવેલ બ્લોગરને સાત મહિનાની સજા ફટકારવામાં આવી છે. જેમા તેના પર એવા આરોપ લાગ્યા છે કે ગલવાન ઘાટીમાં જે ચીની સૈનિકો માર્યા ગયા હતા. તેણે તેનું અપમાન કર્યું હતું. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં જે હિંસા થઈ હતી. તેમા ચીને પહેલા તો ના પાડી દીધી હતી. 

સાર્વજનિક માફી માગે તેવા કોર્ટના આદેશ 

જોકે બાદમાં ચીને જે સૈનિકો માર્યા ગયા હતા તેમની સમાધિ બનાવી છે. જોકે એક ટ્રાવેલ બ્લોગરે તે સમાધીઓ પાસે તસ્વીરો ખેંચી હતી. જેને લઈને તેના પર આરોપ લાગ્યો છે કે તેણે શહિદ જવાનોનું અપમાન કર્યું છે. જેથી કોર્ટ દ્વારા તેને સાત મહિનાની સજા ફટકારવામાં આવી છે. સાથેજ એવો આદેશ પણ આપવામાં આવ્યો છે. 10 દિવસમાં તે સાર્વજનિક રીતે માફી માગે. 

યુવક સમાધી પાસે આવીને હસી રહ્યો હતો

આ બ્લોગરનું નામ લી કિજિયાન  હોવાનું સામે આવ્યું છે. તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. 15 જુલાઈએ તે સમાધિ સ્થળ પર ગયો હતો. આ સમાધિ સ્થળ પણ કારાકોરમ પર્વતીય ક્ષેત્રમાં આવેલો છે. તેના પર આરોપ લાગેલા છે કે તે સમાધિ પાસે આવીને હસી રહ્યો હતો. સાથેજ તે સમાધી તરઉફ હાથથી પિસ્તોલ બતાનીને ઈશારો કરી રહ્યો હતો. 

ફોટા વાયરલ થયા ત્યારે ઘણો વિરોધ થયો 

આ ફોટા જ્યારે સોશિયસ મીડિયામાં વાયરલ થયા ત્યારે તેનો ઘણો વિરોધ થયો હતો. 22 જુલાઈના રોજ તેની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેમા તેને દોષી દાહેર કરીને તેને 7 મહિનાની સજા ફટકારવામાં આવી હતી. 

ચીનના પણ 45 જવાનો 

ગત વર્ષે 2020માં લદ્દાખના ગલવાન ક્ષેત્રમાં ભારત અને ચીની સેના વચ્ચે તણાવ વધ્યો હતો. જેમા સૈનિકો આમને સામને આવી જતા ભારે હિંસા થઈ હતી. આ હિંસામાં 20 જવાનો શિહદ થયા હતા. જ્યારે ચીનના 45 જવાનો માર્યા ગયા હતા તેવી માહિતી સામે આવી હતી. જોકે આ મામલી ચીન દ્વારા કોઈ ચોક્કસ માહિતી આપવામાં નથી આવી. તેઓ સૈનિકોની મોતનો આકડો પણ છુપાવા માગતા હતા પરંતુ ત્યાના નાગરીકોના દબાણને કારણે ચીને તેમના જવાનોના મૃતદેહને પૂરા સન્માન સાથે તેમના પરિવારોને આપ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ