બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / Transfer order of IAS officers released in Gujarat, 7 officers transferred including additional charge assigned to 4 of them, se

BREAKING / ગુજરાતમાં IAS અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર છૂટયા, 7 અધિકારીની બદલી સહિત તેમાના 4ને સોંપાયો વધારાનો ચાર્જ, જુઓ લિસ્ટ

Vishal Khamar

Last Updated: 11:56 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર ખાતે સચિવાલયમાં વહીવટીય વિભાગોમાં ફરજ બજાવતા આઈએએસ અધિકારીઓને વધારાનાં ચાર્જ સાથે બદલી કરવામાં આવી છે. જેમાં કુલ 7 અધિકારીઓની બદલી કરાઈ છે. જેમાં 4 ને વધારાનાં ચાર્જ સાથે બદલી કરાઈ છે.

  • રાજ્યનાં વિવિધ વહીવટીય વિભાગોમાં ફરજ બજાવતા IAS ની બદલી
  • સચિવાલયમાં ફરજ બજાવતા 7 IAS અધિકારીઓની કરાઈ બદલી
  • 4 IAS અધિકારીઓની વધારાનાં ચાર્જ સાથે કરાઈ બદલી

ગાંધીનગર ખાતે ફરજ બજાવતા આઈએએસ અધિકારીઓને વધારાનાં ચાર્જ સાથે બદલી કરવામાં આવી છે. જેમાં કમલ દયાની, IAS સરકારના અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગર (જેઓ સરકારના અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગ સચિવાલયના પદનો વધારાનો હવાલો પણ ધરાવે છે) જેઓને સરકારનાં મહેસૂલ વિભાગ,  ગાંધીનગરના અધિક મુખ્ય સચિવના હોદ્દા પરથી બદલી કરવામાં આવી છે અને સરકાર, સામાન્ય વહીવટ વિભાગ (કર્મચારી)ના અધિક મુખ્ય સચિવ તરીકે સંપૂર્ણ નિમણૂક કરવામાં આવી છે.  

મનોજ કુમાર દાસની સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.  તેમજ તેઓને આગામી આદેશો સુધી સરકાર, બંદરો અને પરિવહન વિભાગના અધિક મુખ્ય સચિવના પદનો વધારાનો હવાલો પણ સંભાળશે. 

મોના કે. ખંધારની સરકાર, પંચાયતો, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગના અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.  તેમજ મનોજ કુમાર દાસ, IAS ને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમજ મોના કે. ખંધાર આગળના આદેશો સુધી મહેસૂલ નિરીક્ષણ કમિશનર અને સરકારના મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ભૂતપૂર્વ અગ્ર સચિવના પદનો વધારાનો હવાલો સંભાળશે.

અશ્વિની કુમારને સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલયના અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.  તેમજ આગામી આદેશો સુધી સરકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના અગ્ર સચિવના પદનો વધારાનો હવાલો સંભાળશે.

અગ્ર સચિવ મનિષ ભારદ્વાજને CEO GSDMAનો વધારાનો હવાલો સોંપાયો છે. જ્યારે  આરતી કંવરની ફાઇનાન્સ CEO તરીકે બદલી કરાઈ છે. 

રાજકુમાર બેનિવાલની ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન-CEO તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ  કમિશ્નર મ્યુનિસિપાલિટીઝ તરીકે રાજકુમાર બેનિવાલ પાસે રહેશે વધારાનો ચાર્જ સોંપાયો છે. 

  • કમલ દાયાણીની એડીશનલ ચીફ સેક્રેટરી GAD તરીકે બદલી કરવામાં આવી છે. 
  • એમ.કે.દાસની એડીશનલ ચીફ સેક્રેટરી મહેસુલ તરીકે બદલી કરાઈ છે. તેમજ તેઓને વાહન વ્યવહારનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. 
  • મોનાં ખાંધારને અગ્ર સચિવ પંચાયત તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ તેઓની પાસે અગ્ર સચિવ મહેસુલનો વધારાનો હલાવો પણ સોંપવામાં આવ્યો છે. 
  • અગ્ર સચિવ મનિષ ભારદ્વાજને CEO GSDMAનો વધારાનો હવાલો સોંપાયો છે. જ્યારે  આરતી કંવરની ફાઇનાન્સ CEO તરીકે બદલી કરાઈ છે.  
  • રાજકુમાર બેનિવાલની ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન-CEO તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ  કમિશ્નર મ્યુનિસિપાલિટીઝ તરીકે રાજકુમાર બેનિવાલ પાસે રહેશે વધારાનો ચાર્જ સોંપાયો છે. 
  • લાંબા સમયથી દિલ્લી ના રેસિડેન્ટ કમિશેનર આરતી કંવર ગુજરાત પરત ફરશે જેમને ફાઈનાન્સ વિભાગ ના સચિવ તરીકે બદલી જ્યારે રેસિડેન્ટ કમિશ્નર તરીકે વધારાનો ચાર્જ સંભાળશે
  • અશ્વિની કુમારની અગ્ર સચિવ શહેરી વિકાસ તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ તેઓની પાસે  અશ્વિની કુમાર પાસે યુવા અને સાંસ્કૃતિક વિભાગનો વધારાનો હવાલો રહેશે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ