તડકામાં ઉભુ ના રહેવું પડે તે માટે સિગ્નલ રહેશે બંધ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગરમીને લઇને એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર ગ્રીન નેટ લગાવીને વિસામા બનાવવામાં આવી રહ્યા છે ત્યારે શહેરીજનો માટે ગરમીથી રાહત આપવા અમદાવાદ પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં ટ્રાફિકના મોટા જંક્શન્સ પરથી બપોરે સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બપોરે 1થી4 બંધ રહેશે 60 સિગ્નલ
જી, હા અમદવાદમાં હવે તડકામા વાહન ચાલકોને ટ્રાફિક નિયમનનુ પાલન કરવામાથી છુટકારો આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.ગરમીમા રાહત સમાન આ નિર્ણય એવો છે કે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે જેને લઈને વાહનચાલકોને હવે તડકે શેકાવું નહી પડે. અને વાહન ચાલકોને ટ્રાફિક નિયમનનુ પાલન કરવામા મુક્તિ મળશે.અમદાવાદમાં બપોરે 1 થી 4 વાગ્યા સુધી સિગ્નલ બંધ રહેશે. અમદાવાદ શહેરમાં 60 જેટલા ટ્રાફિક સિગ્નલ બપોરે 1થી 4 બંધ રહેશે.
— Ahmedabad Police 👮♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) May 7, 2022
બે દિવસ માટે શરુ કર્યો ટ્રાયલ રન
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉનાળાએ આકરૂ રૂપ ધારણ કર્યું છે. ઉનાળો ચરમસીમાએ હોવાથી બપોર 1 વાગ્યા પછી ગરમીનુ પ્રમાણ અત્યંત વધી રહ્યું છે.આથી વાહન ચાલકોને તડકામા સિગ્નલ પર ઊભા રહેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ આકરા તાપમાં લૂ લાગવી, હીટ વેવની અસરના કારણે સ્વાસ્થ્ય પર પ્રતિકુળ અસર થઈ શકે છે. જેથી અમદાવાદ ટ્રાફિક પોલીસે આજથી બે દિવસ માટે ટ્રાયલ રન શરુ કર્યો છે. ટ્રાફિક નિયમનની કડક અમલવારીની વચ્ચે ટ્રાફિક પોલીસે માનવતાભર્યો નિર્ણેય લેતા શહેરીજનો આવકારી રહ્યા છે.