બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / નવા વર્ષમાં કમાણીની શાનદાર તક! આજે ખુલ્યો 2600000000 કરોડનો IPO, GMP જબરદસ્ત

બિઝનેસ / નવા વર્ષમાં કમાણીની શાનદાર તક! આજે ખુલ્યો 2600000000 કરોડનો IPO, GMP જબરદસ્ત

Last Updated: 01:25 PM, 31 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indo Farm IPO : આ એક મેઈનબોર્ડ આઈપીઓ છે, જે મુખ્ય સ્ટોક માર્કેટ એક્સચેન્જ BSE અને NSE બંને પર લિસ્ટ થશે, 2 જાન્યુઆરી, ગુરુવારે બંધ થશે આ કંપનીનો IPO

Indo Farm IPO : ટ્રેક્ટર અને ખેતીના સાધનોનું ઉત્પાદન કરતી કંપની ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટનો IPO આજે એટલે કે મંગળવાર, 31 ડિસેમ્બરે ખૂલ્યો છે. આ IPO 2 જાન્યુઆરી, ગુરુવારે બંધ થશે. ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ આ IPOથી રૂ. 260.15 કરોડ એકત્ર કરશે. આ માટે કંપની કુલ 1,21,00,000 શેર ઇશ્યૂ કરશે. આમાં રૂ.184.90 કરોડના 86,00,000 નવા શેર અને રૂ. 75.25 કરોડના મૂલ્યના 35,00,000 શેર OFS દ્વારા જાહેર કરવામાં આવશે.

રિટેલ રોકાણકારોએ લઘુત્તમ 14,835 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે

આ એક મેઈનબોર્ડ આઈપીઓ છે, જે મુખ્ય સ્ટોક માર્કેટ એક્સચેન્જ BSE અને NSE બંને પર લિસ્ટ થશે. ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટે તેના IPO હેઠળ દરેક શેર માટે રૂ. 204થી રૂ.215ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ IPOમાં રિટેલ રોકાણકારોને એક લોટમાં 69 શેર આપવામાં આવશે જેના માટે તેમણે ઓછામાં ઓછા 14,835 રૂપિયાનું રોકાણ કરવું પડશે. છૂટક રોકાણકારો વધુમાં વધુ 13 લોટ (897 શેર) માટે અરજી કરી શકે છે જેના માટે તેમણે 1,92,855 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

કંપની શેરબજારમાં ક્યારે લિસ્ટ થશે?

IPO 2 જાન્યુઆરી, ગુરુવારે બંધ થયા પછી શેરની ફાળવણી 3 જાન્યુઆરીએ કરવામાં આવશે. જે રોકાણકારોને શેર નહીં મળે તેમને 6 જાન્યુઆરી સુધીમાં રિફંડ મળી જશે. 6 જાન્યુઆરીએ જ રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર ટ્રાન્સફર કરવામાં આવશે. જે બાદ આખરે મંગળવારે 7 જાન્યુઆરીએ ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ ભારતીય શેરબજારમાં લિસ્ટ થશે.

હવે જાણીએ ગ્રે માર્કેટમાં શેરની શું હાલત છે?

ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટના શેરને ગ્રે માર્કેટમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રે માર્કેટમાં તેના શેરને લઈને હલચલ શરૂ થઈ ગઈ છે. ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટના શેર મંગળવારે, 31 ડિસેમ્બરે ગ્રે માર્કેટમાં રૂ. 80 (37.21 ટકા)ના GSP ભાવ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. 29 ડિસેમ્બરથી તેની જીએમપી માત્ર 80 રૂપિયા રહી છે. જોકે આઈપીઓ શરૂ થવાથી લઈને શેરબજારમાં કંપનીના લિસ્ટિંગ સુધી તેના જીએમપીમાં ઘણી વધઘટ થઈ શકે છે.

વધુ વાંચો : ઈન્કમ ટેક્સ સંબંધિત આ કામ 31 જાન્યુઆરી 2025 સુધી કરી શકાશે, સરકારે ડેડલાઈન વધારી

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO Indo Farm Equipment IPO Shares
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ