બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget / ઈન્કમ ટેક્સ સંબંધિત આ કામ 31 જાન્યુઆરી 2025 સુધી કરી શકાશે, સરકારે ડેડલાઈન વધારી
Last Updated: 11:47 AM, 31 December 2024
આવકવેરા વિભાગે છેલ્લી ક્ષણે વિવાદ સે વિશ્વાસ યોજનાની સમય મર્યાદા વધારી દીધી છે. આ યોજનાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી, જે હવે 31મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. આનો અર્થ એ છે કે, વધુ એક મહિના માટે કરદાતાઓ તેમના વિવાદિત ટેક્સને ઓછી રકમ સાથે પતાવટ કરી શકે છે.
ADVERTISEMENT

ડેડલાઈન એક મહિના માટે લંબાવવામાં આવી
ADVERTISEMENT
આવકવેરા વિભાગે કરદાતાઓના વિવાદિત કર મુદ્દાઓને ઉકેલવા માટે 'વિવાદ સે વિશ્વાસ યોજના' શરૂ કરી હતી. આ યોજનાની ડેડલાઈન 31મી ડિસેમ્બર 2024 એટલે કે આજે પૂરી થવા જઈ રહી હતી. પરંતુ આવકવેરા વિભાગે સોમવારે જ આ અંગે એક નોટિફિકેશન બહાર પાડીને તેની ડેડલાઈન 1 મહિના સુધી વધારી દીધી છે. જો તમે આ સ્કીમનો લાભ લઈને ટેક્સ વિવાદનું સમાધાન કરવા માંગો છો, તો તમારી પાસે હવે 31 જાન્યુઆરી, 2025 સુધીનો સમય છે.
વધુ વાંચો: ઓફર ચૂકતા નહીં! વર્ષના છેલ્લા દિવસે એમેઝોન-ફ્લિપકાર્ટ પર 80 ટકા સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
ADVERTISEMENT
110%નું કરવું પડશે પેમેન્ટ
સેન્ટ્રલ કમિશન ઓફ ડાયરેક્ટ ટેક્સ એટલે કે CBDT એ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે, હવે વિવાદ સે વિશ્વાસ સ્કીમનો લાભ આવતા વર્ષે પણ મળશે અને વિવાદિત ટેક્સ 31 જાન્યુઆરી સુધી સેટલ કરી શકાશે. જો કરદાતાઓ નવી સમયમર્યાદા સુધીમાં તેમના વિવાદોનું નિરાકરણ લાવવામાં સક્ષમ ન હોય, તો આવી સ્થિતિમાં, 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ અથવા તે પછી કરવામાં આવેલી ઘોષણા મુજબ 110 ટકા જેટલો વિવાદિત ટેક્સ ચૂકવવો પડશે.
ADVERTISEMENT

વિવાદ સે વિશ્વાસ સરકારી યોજના હેઠળ ફોર્મ 1 અને 3 સૌથી મહત્વપૂર્ણ છે, આવકવેરા સંબંધિત દરેક વિવાદ માટે ફોર્મ-1 અલગથી ભરવાનું રહેશે. તમારે ફોર્મ-3માં પેમેન્ટની માહિતી શેર કરવાની રહેશે. આમાં, તમારે અપીલ, વાંધા, અરજી અથવા દાવો પાછો ખેંચવાનો પુરાવો ઓથોરિટીને સબમિટ કરવાનો રહેશે. આ ફોર્મ આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ એટલે કે www.incometax.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.