બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / Politics / Tomatoes will be sold at Rs 70 per kg in these cities: Finance Minister Sitharaman announced

નિવેદન / આ શહેરોમાં 70 રૂપિયા કિલો વેચાશે ટામેટાં: નાણામંત્રી સિતારમણે કર્યું એલાન, નેપાળથી શરૂ થઈ ગઈ આયાત

Priyakant

Last Updated: 04:42 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nirmala Sitharaman Statement of Tomato Price News: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, NCCF અને Nafed જેવી સહકારી સંસ્થાઓ દ્વારા વિતરણ કરવા માટે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી ટામેટાંની ખરીદી કરવામાં આવી રહી છે

  • ટામેટાંની કિંમતને લઈને નાણામંત્રીએ આપ્યો જવાબ 
  • દિલ્હી NCRમાં ટામેટા 70 રૂપિયામાં મળશે
  • NCCF અને Nafed જેવી સહકારી સંસ્થાઓ દ્વારા કરાશે વિતરણ 

દેશમાં મોંઘવારીનો અવાજ RBI થી લઈને સંસદ સુધી ગુંજી રહ્યો છે. જ્યાં RBI ગવર્નર MPCની બેઠક બાદ ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારી દરના અંદાજને વધારવાની વાત કરી રહ્યા છે. બીજી તરફ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ મોંઘવારી મામલે સંસદમાં મોરચો સંભાળી રહ્યા છે. નાણામંત્રીએ દેશમાં ટામેટાના ભાવમાં થયેલા વધારાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં વિશે વાત કરી. 

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ટામેટાંના વધતાં ભાવને લઈ મોટું નિવેદન આપ્યું છે. નિર્મલા સીતારમણે લોકસભામાં જણાવ્યું હતું કે, દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF) દ્વારા 70 રૂપિયાના ભાવે ટામેટાં વેચવામાં આવશે. 

File Photo

દિલ્હી NCRમાં ટામેટા 70 રૂપિયામાં મળશે
નાણાપ્રધાને સંસદમાં જણાવ્યું હતું કે, NCCF આ સપ્તાહના અંત સુધીમાં દિલ્હી-NCR પ્રદેશમાં 70 રૂપિયાના સબસિડીવાળા દરે ટામેટાંનું વેચાણ કરવાની યોજના બનાવી રહી છે અને દિલ્હીના તમામ ખૂણાઓને આવરી લેશે. નાણામંત્રીએ માહિતી આપી હતી કે, NCCF અને Nafed જેવી સહકારી સંસ્થાઓ દ્વારા વિતરણ કરવા માટે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી ટામેટાંની ખરીદી કરવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, આ સિસ્ટમનો ઉપયોગ બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં 14 જુલાઈથી થઈ રહ્યો છે.

File Photo 

ટામેટાંમાંથી આયાત દૂર કરી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કેમ હું એ હકીકતને પ્રકાશિત કરવા માંગુ છું કે આ આવશ્યક વસ્તુઓ પર અમે પર્યાપ્ત પગલાં લઈ રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે, લોકોને પોષણક્ષમ ભાવે આવશ્યક વસ્તુઓ જોઈએ છે. નાણામંત્રી સીતારમણે એ પણ જણાવ્યું કે, સરકારે આયાત પ્રતિબંધ હટાવીને નેપાળમાંથી ટામેટાંની આયાત શરૂ કરી દીધી છે અને શુક્રવાર સુધીમાં ટામેટાંનો પહેલો કન્સાઈનમેન્ટ વારાણસી, લખનૌ અને કાનપુર પહોંચે તેવી શક્યતા છે.

File Photo

શું કહે છે સરકારી આંકડા ? 
આ તરફ કન્ઝ્યુમર ડિપાર્ટમેન્ટના ડેટા મુજબ દેશમાં ટામેટાંની કિંમત હજુ પણ 250 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. જો દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો ટામેટાની કિંમત 160 રૂપિયા પ્રતિ કિલો છે. ગાઝિયાબાદમાં 9 ઓગસ્ટે ટામેટાની કિંમત 130 રૂપિયા જોવા મળી રહી છે. જો મેરઠની વાત કરીએ તો કન્ઝ્યુમર ડિપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે ટામેટાની કિંમત 183 રૂપિયા જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળના બરુઈપુરમાં ટામેટા 267 રૂપિયામાં વેચાઈ રહ્યા છે.

File Photo

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ