બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / Today PM Modi will gift Gujarat 2033 crore development works, Ambalal's stormy prediction about weather, how much did Chandrayaan reach

2 મિનિટ 12 ખબર / આજે PM મોદી 2033 કરોડનાં વિકાસકાર્યોની ગુજરાતને આપશે ભેટ, હવામાન અંગે અંબાલાલનું તોફાની અનુમાન, કેટલે પહોંચ્યું ચંદ્રયાન

Vishal Khamar

Last Updated: 07:30 AM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે રૂ.૨૦૩૩ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના લિન્ક-૩ના પેકેજ-૮ અને ૯, સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ બ્રિજ સહિત અનેકવિધ કામોની રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને ભેટ મળશે.

રાજ્યમાં મેઘરાજાએ ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં ભારે કહેર વર્તાવ્યો છે. પાંચ દિવસનાં વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદની આગાહી  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વરસાદનાં ચોથા રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે. તેમજ આગામી તા. 26,27 અને 28 નાં રોજ રાજ્યનાં પશ્ચિમ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આવનારા ઓગસ્ટ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટમાં રૂપિયા ૨૦૩૩ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજનાની લિન્ક-૩ના પેકેજ ૮ તથા ૯, રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રથમ મલ્ટિલેવલ ઓવરબ્રિજ સહિતના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.  રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરીને જનતાને સમર્પિત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરશે. અહીં તેઓ ટર્મિનલ બિલ્ડિંગ ખાતેથી રૂપિયા ૧૪૦૫ કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરીને જનતાને સમર્પિત કરશે. જે બાદ રાજકોટમાં રેસકોર્સ ખાતે જનસભામાં પધારશે. જ્યાં તેમના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમનો પ્રારંભ થશે. રેસકોર્સ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂપિયા ૩૯૪ કરોડના ખર્ચે સંપન્ન સૌની યોજનાની લિન્ક ૩ના પેકેજ પેકેજ-૮ અને ૯, તેમજ રાજકોટમાં રૂપિયા ૧૨૯.૫૩ કરોડના ખર્ચે કે.કે.વી. ચોક પર બનાવાયેલા સૌરાષ્ટ્રના સૌ પ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજનું રિમોટ કંટ્રોલથી ઈ-લોકાર્પણ કરશે. 

આ ઉપરાંત રૂ. ૪૧.૭૧ કરોડના ખર્ચે સંપન્ન ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધીની ૧૨૧૯ ડાયામીટરની પાણીની પાઈપલાઈન, વોર્ડ-૧માં રૈયાધારમાં રૂ.૨૯.૭૩ કરોડના ખર્ચે સંપન્ન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોર્ડ-૧૮માં કોઠારિયામાં ૧૫ એમ.એલ.ડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા વોર્ડ-૬માં ગોવિંદ બાગ પાસે રૂ.૮.૩૯ કરોડના ખર્ચે નિર્મિત લાઈબ્રેરીનું પણ તેઓ રિમોટથી લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કરશે. 

અમદાવાદનાં ઈસ્કોન અકસ્માત મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે. જેમાં જગુઆર કારમાંથી મળેલા વાળ અને તથ્યનો DNA  રિપોર્ટે મેચ થયો છે. ડ્રાઈવિંગ સીટ પર પોલીસને વાળ મળ્યા હતા. આજે ચાર્જશીટમાં પોલીસ DNA  રિપોર્ટ પણ મુકશે. ત્યારે DNA  રિપોર્ટ બાદ તથ્ય જ ગાડી ડ્રાઈવ કરી રહ્યો હોવાનો પણ ખુલાસો થયો હતો. 

 ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના બાદ પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી શરૂ કરી છે.  આજથી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરનાં વાહનોની અવર જવરથી ધમધમતા વિસ્તારોમાં સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવનાર છે. ત્યારે 3 દિવસ સુધી ટ્રાફિક નિયમનને લઈને ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ત્યારે આ ઝુંબેશમાં AMC  ને સાથે રાખીને દબાણ પણ દૂર કરવામા આવશે. 


વલસાડમાં બાઈક પર સ્ટંટ કરતા વધુ એક યુવકનો વીડિયો વાયરલ થયો છે. વિલ્સન હિલ પર જીવ જોખમમાં મુકી બાઈક પર સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો હતો.  તેમજ સુરતમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા યુવકો સ્ટંટનાં રવાડે ચડ્યા છે. જોખમી રીતે રિક્ષામાં સ્ટંટની રિલ્સ બનાવી રહ્યા છે. ચાલુ રિક્ષામાં યુવકો બહાર નીકળીને જોખમી સ્ટંટ કરી રહ્યા હતા.

રાજ્યમાં આંખના રોગ કન્ઝેકટિવાઈટીસના કેસોમાં  ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરેક જિલ્લામાં કન્ઝેકટિવાઈટીસના કેસમાં વધારો નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ મામલે આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર નિલમ પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યમા કન્ઝેકટિવાઈટીસ રોગો દેખાતા લોકોની મુશ્કેલી વધી છે. હાલ ઘણા જિલ્લા મથકે 1000 કરતા વધુ કેસો નોંધાઇ રહ્યા છે.

PM મોદીએ બુધવારે સાંજે પ્રગતિ મેદાન ખાતે કન્વેન્શન સેન્ટર (આઇઇસીસી કોમ્પલેક્સ)નું ઉદ્ધાટન કર્યું હતું. પ્રગતિ મેદાનના આ કન્વેન્શન સેન્ટરને 'ભારત મંડપમ' નામ આપવામાં આવ્યું છે. ઉદ્ધાટન ભાષણમાં બોલતાં પીએમ મોદીએ દેશવાસીઓને ખાતરી આપી હતી કે પ્રધાનમંત્રી તરીકેના મારા ત્રીજા કાર્યકાળમાં તેઓ ભારતને વિશ્વની ત્રીજી ટોચની અર્થવ્યવસ્થા બનાવશે. 

ઈસરો દ્વારા 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવેલું ચંદ્રયાન-3 ઝડપથી ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ ઈસરોએ ચંદ્રની કક્ષામાં યાનને ઉપર ઉઠાવવાની પાંચમાં તબક્કાની પ્રક્રિયા પણ પૂરી કરી લીધી છે. આ મિશન પર માત્ર ભારતના વૈજ્ઞાનિકોની જ નજર નથી, પરંતુ આખી દુનિયાની નજર છે. હાલમાં જ ચંદ્રયાન-3ને પોલેન્ડના રોટઝ (પેનોપ્ટેસ-4) ટેલિસ્કોપ દ્વારા અંતરિક્ષમાં ઉડતું જોવામાં આવ્યું છે. 


મણિપુર હિંસાને લઈને વિરોધ પક્ષો સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે. કોંગ્રેસ પાર્ટીના સભ્ય રંજન ગોગોઈએ રજૂ કરેલા પ્રસ્તાવને ચર્ચા માટે મંજૂરી મળી ગઈ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે તેઓ તમામ પક્ષોના નેતાઓ સાથે વાતચીત કરીને ચર્ચાની તારીખ વિશે જાણકારી આપશે. મંગળવારે સાંજે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ગૃહમાં વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવી રહેલા અવિશ્વાસ પ્રસ્તાવ વિશે મીડિયાને જાણકારી આપી હતી. 

સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તમારી પાસે ફૂદડી (*) વાળી 500 રૂપિયાની નોટ છે તો તે નકલી છે. પરંતુ હકીકતમાં આ દાવો ખોટો સાબિત થયો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ડિસેમ્બર 2016 થી 500 રૂપિયાની નવી બેંક નોટોમાં સ્ટાર સિમ્બોલ (*) રજૂ કર્યું હતું. તેથી જો તમારી પાસે સ્ટાર સિમ્બોલવાળી નોટ હોય તો ગભરાશો નહીં. કારણ કે તે નકલી નથી. આ લેખ અન્ય લોકો સાથે પણ શેર કરો, જેથી સાચી માહિતી તેમના સુધી પણ પહોંચી શકે.

ભારત અને પાકિસ્તાનની વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટોડિયમમાં થવા જઈ રહેલા વનડે વર્લ્ડ કપના મહત્વના મુકાબલાનું રીશેડ્યુલ થઈ શકે છે. હકીકતે આ મુકાબલો નવરાત્રીના પહેલા દિવસે થવા જઈ રહ્યો છે અને ગુજરાતમાં આ સમયે મોટાપાયે ગરબાનું આયોજન થાય છે. એવામાં સુરક્ષા એજન્સીઓએ બીસીસીઆઈને ટૂર્નામેન્ટના શેડ્યુલમાં ફેરવવાની સલાહ આપી છે. 

ચાહકો જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં હતા તે ગદર 2 ફિલ્મનું ટ્રેલર બહાર આવી ગયું છે. આ લવ એક્શન ડ્રામા ફિલ્મના ટ્રેલરમાં સની દેઓલે ફરી એકવાર તારા સિંહ બનીને ધમાલ મચાવી છે. તારા સિંહે બોલેલા દરેક ડાયલોગ લોકોને પસંદ આવી રહ્યા છે. તારા સિંહ જ નહીં તારા સિંહના પુત્ર જીતેના ડાયલોગ્સે પણ લોકોનું દિલ જીતી લીધું છે. અનિલ શર્માની આગેવાનીમાં બનેલી દેશની સૌથી વધુ ચર્ચિત ફિલ્મનું ટ્રેલર મુંબઈમાં એક ઈવેન્ટમાં લોન્ચ થયું છે. લોન્ચ કાર્યક્રમમાં ગદર-2ની આખી ટીમ હાજર રહી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ