બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / Today, PM Modi will address the nation through radio for the 100th time

ઐતિહાસિક / મન કી બાત @100 : આજે 100મી વખત રેડિયોના માધ્યમથી દેશને સંબોધિત કરશે PM મોદી, UNમાં પણ થશે પ્રસારણ

Priyakant

Last Updated: 07:38 AM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

100th Episode Of Mann Ki Baat News: PM મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નો 100મો એપિસોડ, યુએસએનાં ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યમથકથી જીવંત પ્રસારણથી લઈ સમગ્ર દેશમાં વિશેષ સ્ક્રીનીંગ સુધી થશે

  • PM મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નો 100મો એપિસોડ
  • 3 ઓક્ટોબર 2014ના રોજ શરૂ થયો આ મન કી બાત કાર્યક્રમ 
  • 100માં એપિસોડમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નો 100મો એપિસોડ પ્રસારિત થશે. 'મન કી બાત' નો આ 100મો એપિસોડ ઐતિહાસિક હોવાની અપેક્ષા છે, યુએસએનાં ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યમથકથી જીવંત પ્રસારણથી લઈ સમગ્ર દેશમાં વિશેષ સ્ક્રીનીંગ સુધી થશે. નાણા મંત્રાલયે જાહેરાત કરી કે તે "મન કી બાત" ના 100મા એપિસોડમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડશે.

આ ખાસ પ્રસંગને 'અભૂતપૂર્વ' જનસંપર્ક કાર્યક્રમ બનાવવા માટે ભાજપે જોરશોરથી તૈયારીઓ કરી છે. ભાજપે દેશભરમાં લગભગ 4 લાખ બૂથ લેવલ સેન્ટરોમાં મન કી બાતનું પ્રસારણ કરવાની યોજના બનાવી છે જેથી દરેક તેને સાંભળી શકે. દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત થતો આ 30 મિનિટનો કાર્યક્રમ 3 ઓક્ટોબર 2014ના રોજ શરૂ થયો હતો. ઓલ ઈન્ડિયા રેડિયો સિવાય તે દૂરદર્શન (ડીડી) નેટવર્ક પર પ્રસારિત થાય છે. આ ઉપરાંત પ્રોગ્રામ વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને ન્યૂઝ ચેનલો પર પણ પ્રસારિત થાય છે. 

મન કી બાત કાર્યક્રમમાં સામાન્ય લોકોની પ્રેરણાદાયી વાર્તાઓ રજૂ કરવામાં આવી છે જે 'રાષ્ટ્રનિર્માણ માટે નિર્ણાયક છે' અને વડાપ્રધાન રાષ્ટ્રનિર્માણ અંગેના તેમના વિવિધ મંતવ્યો શેર કરે છે જે 'સંપૂર્ણપણે અરાજકીય અને લોકો કેન્દ્રિત' છે. 'મન કી બાત' કાર્યક્રમ 3 ઓક્ટોબર 2014ના રોજ શરૂ થયો હતો અને દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે. 

સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે ભારતીય મિશને શું કહ્યું ? 
ભારતીય મિશને કહ્યું કે, યુએન હેડક્વાર્ટર ખાતે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ ઘટના હશે. ભારતના કાયમી મિશને કહ્યું, 'મન કી બાત રાષ્ટ્રીય પરંપરા બની ગઈ છે, જે લાખો લોકોને ભારતની વિકાસ યાત્રામાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે.' ગુયાના, પનામા, કોલંબિયા અને ડોમિનિકન રિપબ્લિકની સત્તાવાર મુલાકાતે આવેલા વિદેશ મંત્રી એસ જયશંકર પણ સમુદાય દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નો 100મો એપિસોડ યુએસએના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશને તેના વિશે ટ્વિટ કર્યું, 'ઐતિહાસિક ક્ષણ માટે તૈયાર રહો. વડાપ્રધાન મોદીના 'મન કી બાત' કાર્યક્રમનો 100મો એપિસોડ 30 એપ્રિલે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના 'ટ્રસ્ટીશીપ કાઉન્સિલ ચેમ્બર'માં જીવંત પ્રસારણ કરવામાં આવશે. કુલ 30 મિનિટના આ કાર્યક્રમનો 100મો એપિસોડ 30 એપ્રિલે ભારતીય સમય અનુસાર સવારે 11 વાગ્યે પ્રસારિત થશે, જે ન્યૂયોર્કમાં રવિવારે બપોરે 1.30 વાગ્યે હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ