બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Today is the last day of BJP's national executive meeting, PM Modi will give 'Vijay Mantra' to the workers.

દિલ્હી / ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનો આજે અંતિમ દિવસ, PM મોદી કાર્યકર્તાઓને આપશે 'વિજય મંત્ર'

Megha

Last Updated: 01:07 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજેપીની નજર માત્ર 2024 પર જ નહીં પણ આ વર્ષે નવ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર પણ છે. પીએમ મોદી આ ચૂંટણી રાજ્યોના કાર્યકર્તાઓને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ખાસ સંદેશ આપી શકે છે.

  • BJPની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનો આજે છેલ્લો દિવસ
  • પીએમ મોદી ભાજપના કાર્યકરોને 'વિજય મંત્ર' આપશે
  • આ વર્ષે નવ રાજ્યોમાં થનાર ચૂંટણી પર ભાજપની નજર 

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનો આજે છેલ્લો દિવસ છે. જણાવી દઈએ કે મંગળવારે એટલે કે આજે રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા થશે, આ સાથે જ ચૂંટણી પ્રમુખો પોતપોતાના રાજ્યોના અહેવાલો રજૂ કરશે. સાથે જ આ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સાથે સમાપ્ત થશે. તેના સંબોધનમાં પીએમ મોદી ભાજપના કાર્યકરોને 'વિજય મંત્ર' આપશે. બીજેપીની નજર માત્ર 2024 પર જ નહીં પણ આ વર્ષે નવ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર પણ છે અને પીએમ મોદી આ ચૂંટણી રાજ્યોના કાર્યકર્તાઓને આ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ખાસ સંદેશ આપી શકે છે. 

આ વર્ષે નવ રાજ્યોમાં થનાર ચૂંટણી પર ભાજપની નજર 
જણાવી દઈએ કે સોમવારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે 2023માં નવ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે, તો અત્યાર થી જ ચૂંટણીની તૈયારી કરો, આપણે બધા રાજ્યોમાં જીતવું છે. આ સાથે જ સોમવારે રાજકીય ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત વિશ્વમાં ભારતની છબી સુધરી છે એ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. સોમવારે યોજાયેલ એ બેઠકમાં ભાજપ અને પીએમ વિરુદ્ધ પ્રચાર કરવા બદલ વિપક્ષની ટીકા પણ કરવામાં આવી હતી.

તમામ નેતાઓ તૈયાર થઈ જાઓ- જેપી નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વર્ષ 2023ને ખૂબ મહત્વનું ગણાવતા રાષ્ટ્રીય કાર્યકારિણીના તમામ સભ્યોને એકસાથે તૈયાર થવા અને એક પણ ચૂંટણી ન હારવા આહ્વાન કર્યું હતું. એમને કહ્યું હતું કે જ્યાં પાર્ટીની સરકાર હોય ત્યાં તેને મજબૂત કરવી અને જ્યાં સરકાર નથી ત્યાં તેને વધુ મજબૂત બનાવવામાં બધા લાગી જઈએ. આ સાથે જ નડ્ડાએ તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની અભૂતપૂર્વ જીતનો ઉલ્લેખ કરતાં દરેકને તેમાંથી શીખવા પણ કહ્યું હતું. આ સાથે જ હિમાચલ પ્રદેશને લઈને એમને કહ્યું કે ત્યાં રિવાજો બદલી શકાયા નથી પણ એક ટકાથી ઓછા વોટથી તેનો પરાજય થયો છે. ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લગભગ 37 હજાર મતોનો તફાવત હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ