બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Today is a heavy day for Saurashtra-South Gujarat: Clouds will break over areas including Dang, Amreli

આગાહી / સૌરાષ્ટ્ર-દ. ગુજરાત માટે આજનો દિવસ ભારે: ડાંગ, અમરેલી સહિતના વિસ્તારો પર મેઘો તૂટી પડશે

Malay

Last Updated: 09:27 AM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorological department's rain forecast: ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જુલાઈમાં પણ વરસાદ ચાલુ રહેશે. આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.

 

  • આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 
  • આજે ગીર સોમનાથ, અમરેલીમાં પડી શકે છે વરસાદ

દેશભરમાં હાલ ચોમાસાએ દસ્તક આપી છે. પૂર્વથી લઈ પશ્ચિમ અને ઉત્તરથી લઈ દક્ષિણ સુધી હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ  વિરામ લીધો હોય તેમ બે દિવસથી વરસાદનું પ્રમાણ ઓછું છે. ત્યારે અમદાવાદના હવામાન વિભાગે વરસાદના બીજા રાઉન્ડની પણ આગાહી કરી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આજે આ વિસ્તારોમાં ખાબકી શકે છે ભારે વરસાદ
હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જે મુજબ આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરામાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત આજે પંચમહાલ, દાહોદમાં પણ વરસાદ વરસી શકે છે. 

6 અને 7 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગાહી
તો ગુરુવાર 06 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડશે. આ સિવાય અમદાવાદ તેમજ મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 

ફરી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા: ઉત્તરમાં અતિભારે વરસાદની આગાહી,  અમદાવાદ-સૌરાષ્ટ્ર પણ થશે તરબોળ | Very heavy rain forecast in Gujarat from  July 22

જાણો હવામાન વિભાગે શું કહ્યું
07 જુલાઈના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવમાં અતિભારે જ્યારે સુરત, તાપી અને બોટાદ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

અરબ સાગરમાં ઊભું થશે ચક્રવાત! અંબાલાલ પટેલે કરી આંધી અને વંટોળની આગાહી, જુઓ  કયા વિસ્તારો માટે ઍલર્ટ | A cyclone will arise in the Arabian Sea! Ambalal  Patel predicted ...

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે  ગુજરાતની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને બીજી વધુ એક સિસ્ટમ આવનારા દિવસોમાં બનશે. જેના પરિણામે પવન સાથે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

7થી 15 જુલાઈએ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 
તેમણે જણાવ્યું હતું કે, આગામી 7થી 15 જુલાઇ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર - કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.  ઉપરાંત 25 જુલાઇથી 8 ઓગસ્ટ સુધીમાં ફરી એક વખત ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ