બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / today Ahmedabad 146 Rathyatra 2023 live update news

રથયાત્રા 2023 / ઘી કાંટા પહોંચી ભગવાન જગન્નાથની રથયાત્રા, ભક્તોઓએ કર્યું ઉમળકાભેર સ્વાગત, અખાડામાં યુવાનોના દિલધડક કરતબ

Dhruv

Last Updated: 08:29 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા છે. ત્યારે ભગવાન જગન્નાથ આજે 72 વર્ષ બાદ નવા રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર બિરાજમાન થયા છે. બહેન સુભુદ્રાજી દવલદન રથ પર બિરાજમાન થયા છે. જ્યારે ભાઈ બલરામ તાલધ્વજ રથ પર બિરાજમાન થયા છે.

  • અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા
  • ભક્તો માટે આજે 5000 કિલો ખીચડીનો પ્રસાદ તૈયાર કરાયો
  • CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે ત્યારે સવારે 4:30 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ પૂર્ણ થઈ હતી. જે બાદ સવારે 4:44 વાગ્યે ભગવાન જગન્નાથને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને 05:30 વાગ્યે ભગવાન જગન્નાથ અને 5:35 વાગ્યે બહેન સુભદ્રાજી અને 5:50 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને ભગવાનના મોસાળ સરસપુરમાં આજે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથજીનો રથ પ્રેમ દરવાજા પહોંચ્યો હતા જ્યાં ભક્તોએ ભગવાનના વધામણા કર્યા હતા ત્યારબાદ દિલ્હી ચકલા વિસ્તારમાં ભગવાનના રથ પહોંચ્યા હતા. શાહપુરમાં ભગવાનની રથયાત્રા પહોંચતા ભક્તો ભક્તિરસમાં તરબોળ થયા હતા. ઘી કાંટા વિસ્તારમાં ભગવાનના રથ પહોંચતા લોકોએ જય જગન્નાથના જયકારા લગાવ્યા છે

જોતા રહો જગન્નાથ રથયાત્રાની પળેપળની અપડેટ 

ઘી કાંટા વિસ્તારમાં પહોંચ્યા ભગવાનના રથ
રથયાત્રા ઘી કાંટા વિસ્તારમાં પહોંચી છે જ્યાં ટેબ્લોના ટ્રકોએ આકર્ષણ જમાવ્યું છે. તેમજ ભગવાનના સ્વાગત કરવા લોકો જય જગન્નાથના જયકારા લગાવ્યા છે 
 

શાહપુર પહોંચી ભગવાનની રથયાત્રા
અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા શાહપુર પહોંચી ગઈ છે, રથયાત્રાને લઇને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ ટેબ્લોના ટ્રકો રથયાત્રામાં જોડાયા છે. રથયાત્રામાં ભક્તોને મગ અને જાંબુની પ્રસાદીનું વિતરણ કરાઇ રહ્યું છે તો પોલીસના ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રથયાત્રા પસાર થઇ રહી છે. 
 

  • ભગવાનની રથયાત્રા દિલ્હી ચકલા વિસ્તારમાં પહોંચી છે. જ્યાં ભગવાનના રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે. ઘર આંગણે નાથના દર્શન કરી ભક્તો પ્રફુલ્લિત થયા છે. 

ભગવાન જગન્નાથજીનો રથ પ્રેમ દરવાજા પહોંચ્યો છે જ્યાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યો છે. દિલધડક કરતબો અને પહેલવાનોએ કુશ્તી કરતબો કરતા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

અમદાવાદના દરિયાપુરમાં છત ધરાશાયી, ટ્રક પસાર થતી સમયે દીવાલનો કેટલોક ભાગ તૂટયો, 6થી 7 લોકોને સામાન્ય ઇજા 

ભગવાન જગન્નાથની રથયાત્રા દરિયાપુર પહોંચી છે જ્યાં ભક્તોજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત વચ્ચે નગરજનો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે. 

સરસપુરથી અખાડા અને ટેબ્લો ટ્રક પરત ફર્યા છે અત્રે તમને જણાવી દઈએ કે, સરસપુરમાં ભગવાનના રથ પહોંચતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભગવાનના વધામણા કરીને ભક્તોએ દર્શન કર્યા હતા. પાણીનો છંટકાવ કરીને લોકોએ ભગવાનના વધામણા કર્યા હતા

  • ગજરાજ સરસપુરથી રિટર્ન, ઢોલ-નગારાંના તાલે ભરાયું ભગવાન જગન્નાથનું મામેરું 
  • ભાણેજ પહોંચ્યા મોસાળ સરસપુર, ભક્તોએ ઉત્સાહભેર કર્યા ભગવાન જગન્નાથજીના વધામણાં

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં ભગવાનના આગમન પૂર્વે મોસાળ સરસપુરમાં ભાણેજને આવકારવા ભક્તો આતુર બન્યા છે. ભગવાનના ભજનથી મોસાળ સરસપુર ગૂંજી ઉઠ્યું છે.  મામાના ધરે ભગવાન આવે એ પહેલા જ મોસાળમાં ભક્તિમય વાતાવરણ બની ગયું છે. તદુપરાંત ભક્તોએ ભંડારાનો પણ ભવ્ય લાભ લીધો.

CM ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના માર્ગનું કર્યું નિરીક્ષણ 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને નગર ચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી સી.એમ.ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ અને રથયાત્રાના શરુઆતના રૂટનું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી.

આજે આખી રથયાત્રામાં રૂટમાં મારા દીકરાના સાથથી રથયાત્રામાં સહભાગી થઈશ: અમલીબેન

મહત્વનું છે કે થોડાક સમય પહેલા અમલીબેનનો અકસ્માત થયો હતો જેને લીધે તેઓ ચાલી શકતા નથી અને  વ્હીલચેર પર બેસવા મજબૂર છે. અમલીબેન ચાલી ન શકતા હોવાથી વ્હીલચેરમાં બેસીને ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા છે. તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી જગન્નાથજીની રથયાત્રામાં જોડાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, 'હું છેલ્લા કેટલાય વર્ષોથી જગન્નાથજીની રથયાત્રામાં આવું છું. આજે હું ચાલી ન શક્તિ હોવાથી અને આજે આખી રથયાત્રામાં રૂટમાં મારા દીકરાના સાથથી રથયાત્રામાં સહભાગી થઈશ.' આટલું કહેતા અમલી બા ભાવુક થયા હતા.

જમાલપુરથી અખાડા અને ભજન મંડળીઓ જોડાઇ. વિવિધ કલરો સાથે પ્રભુ ભક્તુના ચિંત્રો શરીર પર કંડાર્યા. અખા઼ડાં કરતબબાજોએ કરતબો શરુ કર્યા. તદુપરાંત અખાડાના પહેલવાનોએ કુશ્તી કરતબો પણ શરૂ કર્યા.

 

હું સદભાગી છું, મને પૂજા કરવાનો મોકો મળ્યો છે...: પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે લોકોને પાઠવી રથયાત્રાની શુભકામનાઓ

અમિત શાહે આજે વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથની મંગળા આરતીમાં ભાગ લીધો

ભક્તોને તકલીફ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે: હર્ષ સંઘવી

  • ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાના પાવન દિને CM ભૂપેન્દ્ર પટેલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, 'પરંપરા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ CM ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથાયાત્રાની શરૂઆત કરાવી. દર વર્ષ કરતા આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. ભક્તોને તકલીફ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.'
  • મંદિરથી રથો અને ટ્રકો રવાના થયા. રથયાત્રાને લઇને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ ટેબ્લોના ટ્રકો રથયાત્રામાં જોડાયા છે. રથયાત્રામાં ભક્તોને મગ અને જાંબુની પ્રસાદીનું વિતરણ કરાઇ રહ્યું છે. પોલીસના ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રથયાત્રા પસાર થઇ રહી છે.
  • અમદાવાદ જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન થયેલી રથયાત્રા કાલુપુર પહોંચશે, કાલુપુર સર્કલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં ખાસ ટ્રાફિક પોલીસ કર્મીઓની મોટી ફોજ તૈનાત કરાઈ છે.
  • CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનો કરાવ્યો શુભારંભ, હવે ભગવાન જગન્નાથજીની નીકળશે નગરચર્યાએ
  • CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા જગન્નાથના મંદિર

ગૃહમંત્રી અમિત શાહ સહિત દિગ્ગજો મંગળા આરતીમાં થયા હતા સહભાગી

તમને જણાવી દઇએ કે, આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે, ત્યારે સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી. આ આરતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ શરૂ કરવામાં આવી હતી.

25 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે, ત્યારે રથયાત્રામાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રાના બંદોબસ્તમાં વિવિધ રેન્કના 25 હજારથી વધુ સુરક્ષા જવાનો જોડાયા છે. જેમાં 11 IG, 50 SP, 100 DySP, 300થી વધુ PI, 800 PSI અને SRP તથા CRPFની 35 ટુકડી અને 6 હજાર હોમગાર્ડના જવાનો જોડાયા છે. આ રથયાત્રા દરમિયાન અફવા પર ધ્યાન ન આપવા પોલીસે લોકોને અપીલ કરી છે. સાથે જ આજની રથયાત્રામાં પ્રથમ વખત એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરાયો છે.

5000 કિલો ખીચડીનો પ્રસાદ તૈયાર કરાયો

મહત્વનું છે કે, આજે રથયાત્રાનો પાવન પર્વ છે. ત્યારે આ નિમિત્તે ભગવાનને આજે ખીચડીનો પ્રસાદ ધરાવાય છે. જેની માટે આજે 5000 કિલો ખીચડીનો પ્રસાદ તૈયાર કરાયો છે. જેમાં 2000 કિલો ચોખા, 1000 કિલો દાળ, 6000 કિલો ઘી, 8000 કિલો ડ્રાયફ્રૂટ નાખવામાં આવ્યા છે. આ સાથે ભગવાનને આંખેથી પાટા ખોલવાની વિધિ પૂર્ણ થઈ હોવાથી ખીચડી સાથે કોળા ગવારનું શાક તૈયાર કરાય છે. તદુપરાંત 2000 કિલો કોળા ગવારનું શાક પણ તૈયાર કરાયું છે. આજે એક લાખ ભક્તો આ ખીચડીનો મહા પ્રસાદ લેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ