બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Tired bumpy road MLA invited PM Modi to understand problem of people

પરેશાની / ખખડધજ રસ્તાથી ખૂદ ધારાસભ્ય કંટાળ્યા, ફરિયાદ છતાં ઉકેલ ન આવતા લોકોની વેદના સમજવા PM મોદીને આપી દીધું આમંત્રણ

Kishor

Last Updated: 07:48 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર-સોમનાથ હાઇવે બિસ્માર હાલતમાં હોવાથી અનેક વખત રજૂઆત કરાઇ છે. છતાં રિપેરિંગ ન થતાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ PM મોદીને સોમનાથ મંદિરે કાર મારફતે દર્શન માટે આમંત્રણ આપ્યુ છે.

  • ભાવનગર-સોમનાથ હાઈવેનું ધોવાણ
  • ધારાસભ્યએ આપ્યું PM મોદીને આમંત્રણ
  • લોકોની વેદનાથી PM વાકેફ થાય તે માટે આમંત્રણ આપ્યુ

રાજ્યભરમાં સ્ટેટ હાઇવે હોય કે નેશનલ હાઇવે અનેક રસ્તાઓની બિસ્માર હાલતથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તેવામાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ PM નરેન્દ્ર મોદીને કાર મારફત ભાવનગર-સોમનાથ હાઈવેથી સોમનાથ દર્શન માટેનું આમંત્રણ આપ્યુ છે. જે અંગેની લેખિત રજૂઆતમાં તેમને કહ્યું કે જન પ્રતિનિધિ તરીકે ભાવનગર-સોમનાથ હાઇવેની ખરાબ હાલત પર અનેક વખત જવાબદાર વિભાગમાં ફરિયાદ કરી છતાં કામગીરી કરવામાં આવી નથી જેને લઇને સ્થાનિક લોકોને સમસ્યાનો કોઈ પાર નથી.

Somnath-Bhavnagar road has not been completed even after 5 years many representations but no result

ભાવનગર-સોમનાથ હાઈ-વે પર મસમોટા ખાડાનું સામ્રાજ્ય જામ્યું
ગીર સોમનાથ, જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ, પ્રવાસન સ્થળ દીવ, સાસણ, તુલશીશ્યામ સહિત આસપાસમાં અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. જેને લઈને દેશ-વિદેશમાંથી લોકો ગીરસોમનાથના આ તમામ સ્થળોની મુલાકાત લેતા હોય છે. પરંતુ અફસોસ આ પર્યટકો માત્ર રોડ રસ્તાઓને કારણે પરેશાન થાય છે. છેલ્લા 5 વર્ષથી વધુ સમય વીતવા છતાં સોમનાથ-ભાવનગર હાઇવેનું નવીનીકરણ પૂર્ણ થયું નથી. વધુમાં રસ્તોઓ રીપેર થાય છે ત્યારે પણ ન કરવા ખાતર કરી અને સંતોષ મનાય છે.રોડ ઉપર ધૂળ અને માટી નાખી દેવાય છે. જે વરસાદ થતાં કિચડનું સામ્રાજ્ય ફેલાઈ છે. હાલ આ માર્ગ પર મસમોટા ખાડાનું સામ્રાજ્ય જામ્યું છે.

ધારાસભ્યએ આપ્યું PM મોદીને આમંત્રણ
ઉનાથી વેરાવળ જવા માટે માત્ર 80 કિલો મીટર અંતર થાય છે, જે સામાન્ય ફોર વ્હીલ માં બે સવા બે કલાક થાય.પરંતુ અહી 4 થી 5 કલાક નો સમય લાગે છે. સોમનાથથી ભાવનગર જતો નેશનલ હાઇવે એટલી હદે બિસમાર થયો છે ટ્રક, ફોર વ્હીલ કે પછી એમ્બ્યુલન્સ, એસટી હોઈ સોમનાથથી કોડીનાર જવા માટે માત્ર એકાદ કલાકનો રસ્તો હાલ અઢી કલાકથી વધુ સમય લે છે. આથી માર્ગની ખખડધજ હાલતને લઈને સ્થાનિક લોકો અને સોમનાથ સહીતના યાત્રાધામોએ જતાં દર્શનાર્થીઑને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે લોકોની વેદનાથી PM નરેન્દ્ર મોદી વાકેફ થાય તે માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ