બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tips to get rid of dry lips after applying lipstick

લિપ કેર ટિપ્સ / લિપસ્ટિક લગાવ્યા બાદ હોઠ ફાટી જવાની સમસ્યાથી મળશે છૂટકારો, આ છે સરળ ઉપાય

Vidhata

Last Updated: 02:53 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલીક ભૂલોને કારણે જો લિપસ્ટિક લગાવ્યા પછી વારંવાર તમારા હોઠ ફાટેલા દેખાય છે, તો અહીં જણાવેલી ટિપ્સ તમારા માટે ઉપયોગી થશે.

આજકાલ મોટાભાગની મહિલા, ભલે કોઈ પણ ઉમરની હોય, મેકઅપ કરવું પસંદ કરે છે. ત્યારે યુવાન છોકરીઓ તો મેકઅપ વિના ઘરની બહાર જવું પસંદ નથી કરતી. નાની છોકરીઓ પણ વીડિયો જોઈને મેકઅપ લગાવવાનું શીખી જાય છે. મેકઅપમાં એમ તો ઘણી વસ્તુઓ હોય છે પણ સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે લિપસ્ટિક. ગર્લ્સનો મેકઅપ લુક લિપસ્ટિક લગાવ્યા વિના પૂર્ણ થતો નથી. અમુક સમયે, જ્યારે છોકરીઓને મેકઅપ કરવાનું મન ન થાય ત્યારે પણ તેઓ લિપસ્ટિક તો લગાવે જ છે.

ઘણી વખત લિપસ્ટિક લગાવ્યા બાદ છોકરીઓના હોઠ ફાટેલા દેખાય છે. ઉનાળો હોય કે શિયાળો, આ સમસ્યા લગભગ દરેક યુવતીને થાય છે. ત્યારે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અહીં જણાવેલી ટિપ્સ અપનાવી શકો છો.

તમારા હોઠને રાખો હાઇડ્રેટેડ - લિપસ્ટિકમાં રહેલા કેમિકલ્સ ક્યારેક આપણા હોઠને ડ્રાય કરી નાખે છે, ત્યારે એ જરૂરી છે કે તમે લિપસ્ટિક લગાવ્યા પછી પણ તમારા હોઠને હાઇડ્રેટેડ રાખો. આ માટે લિપસ્ટિકમાં લિપ ઓઈલ મિક્સ કરીને લગાવો, તેનાથી તમારા હોઠ ડ્રાય નહીં થાય.

હોઠને આપો ફ્લોલેસ લૂક - જો તમે લિપસ્ટિક લગાવ્યા પછી તમારા હોઠને ફ્લોલેસ લુક આપવા માંગો છો, તો જરૂરી છે કે તમે સિઝન પ્રમાણે લિપસ્ટિક લગાવો. ખાસ કરીને જો તમારા હોઠ ખૂબ જ ડ્રાય હોય તો તમારે મેટ લિપસ્ટિક લગાવવાનું ટાળવું જોઈએ. તેનાથી તમારા હોઠ વધુ ડ્રાય થઈ જશે. 

વાપરો ગ્લોસી લિપસ્ટિક - તમારા હોઠને હંમેશા ચળકતા અને ચમકદાર બનાવવા માટે, તમારે માત્ર ગ્લોસી લિપસ્ટિકનો ઉપયોગ કરવો જરૂરી છે. જો તમે ઈચ્છો તો મેટ લિપસ્ટિક લગાવ્યા પછી તેની ઉપર ગ્લોસી લિપસ્ટિક પણ લગાવી શકો છો. લિપ ગ્લોસ લગાવવા માટે તેને હોઠની વચ્ચે લગાવો અને તમારી આંગળીની મદદથી તેને સારી રીતે મિક્સ કરો.

વધુ વાંચો: બજારમાંથી મનફાવે તે સનસ્ક્રીન ખરીદી ન લેતા, પેક પર લખેલી આ વસ્તુઓનો છે ખાસ મતલબ

હોઠને રાખો મોઇશ્ચરાઇઝ્ડ - તમે લિપસ્ટિક લગાવો કે ન લગાવો, તમારા હોઠને મોઇશ્ચરાઇઝ કરવું જરૂરી છે. આમ કરવાથી લિપસ્ટિક લગાવ્યા પછી તમારા હોઠ ફાટેલા દેખાશે નહીં. આ માટે જરૂરી છે કે તમે તમારા હોઠને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરો. તમારા હોઠને હંમેશા મોઇશ્ચરાઇઝ્ડ રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછા બેથી ત્રણ વખત લિપ બામ લગાવો. જો તમારા હોઠ ખૂબ જ ડ્રાય હોય તો ચોક્કસપણે લિપ ઓઈલનો ઉપયોગ કરો. દિવસમાં ઓછામાં ઓછા બેથી ત્રણ વખત સારા લિપ ઓઈલનો ઉપયોગ કરો, તેનાથી તમારા હોઠ નરમ રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Glossy Lips Hack Lips Care Lipstick lifestyle Glossy Lips Hack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ