બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / અજબ ગજબ / Tina Hines woke up after being dead

મોત પછીની દુનિયા / મરીને 30 મિનિટમાં જીવતી થઈ આ મહિલા, શું-શું જોયું? કર્યાં હેરાનીભર્યાં દાવાઓ, માની નહીં શકાય

Hiralal

Last Updated: 09:17 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની એક મહિલાએ દાવો કર્યો છે કે તે મર્યાની 30 મિનિટમા જીવતી થઈ અને આ દરમિયાન તેણે કેટલીક વસ્તુઓ જોઈ હતી.

  • મોત પછીની દુનિયાનો વધુ એક અનુભવ
  • મરીને 30 મિનિટમાં જીવતી થઈ અમેરિકાની મહિલા
  • 30 મિનિટમાં મોત જે જે જોયું તેની પર કર્યો હેરાનીભર્યાં દાવા

મોત પછીની દુનિયાનો વધુ એક દાવો સામે આવ્યો છે. પહેલા પણ આવા અનેક દાવાઓ કરાયા છે. મોટાભાગના લોકોના દાવાઓમાં સમાનતા પણ જોવા મળી છે. આ બધું આપણને એવું માનવા પ્રેરે છે કે જરુરથી મોત પછીની પણ કોઈક દુનિયા હોવી જોઈએ. આજ દિન સુધી મૃત્યુ જીવનનું સૌથી મોટું રહસ્ય બની રહ્યું છે, મૃત્યુ પછી શું થાય છે, કેવું હોય છે જીવન કે પછી બીજું કંઈક, આ સવાલના જવાબ હજુ સુધી નથી મળ્યાં, વૈજ્ઞાનિકોએ રિસર્ચ દ્વારા મોત પછીના જીવનને સાબિત પણ કરી આપ્યું છે પરંતુ જેવો જોઈએ તેવો ખુલાસો કે સંતોષકારક જવાબ મળ્યો નથી, તેથી તે હજુ પણ એક રહસ્ય જ બની રહ્યું છે. હવે અમેરિકાની વધુ એક મહિલાએ આવો દાવો કર્યો છે. 

મરીને 30 મિનિટમાં જીવતી થનારી કોણ છે મહિલા 
અમેરિકાના ઓહિયોની ટીના હાઈનેસ નામની મહિલા મૃત્યુની 27 મિનિટ બાદ જ જીવતી થઈ હતી. જીવતી થયા બાદ ટીનાએ પતિ અને ડોક્ટર્સ સાથે જે અનુભવો શેર કર્યા હતા, જે ખરેખર ચોંકાવનારા છે. પતિના જણાવ્યા અનુસાર, પત્ની ટીના જીવિત થઈ ત્યારે તેણે ઈશારાથી પેન અને કાગળો મંગાવ્યાં હતા અને પછી તેણે તેમની પાસે લખાવ્યું હતું જે વાંચીને જે વાંચીને ડોક્ટર અને પતિ પણ ચોંકી ગયા હતા.

30 મિનિટના મોતમાં શું શું જોયું 
ટીનાના જણાવ્યા અનુસાર, તેણે 27 મિનિટ દરમિયાન ઘણા રંગો જોયા હતા અને તે તેની આંખોની સામે તરતા હતા. આ રંગો ખૂબ ચમકતાં અને ચોખ્ખા હતા. ટીનાએ 30 મિનિટ દરમિયાન ઘણી આકૃતિઓ પણ જોઈ હતી જેમાં એક ઈશુ ખ્રિસ્તી પણ સામેલ હતી. 

હાર્ટએટેકને કારણે ટીનાનું મોત 
હાર્ટએટેકને કારણે ટીનાનું મોત થયું હતું જોકે મોતની 30 મિનિટ બાદ ટીના ફરી જીવતી થઈ હતી અને 30 મિનિટના સમયગાળામાં તેણે જે જે જોયું હતું તે કહી સંભળાવ્યું હતું. 

મને ખબર છે મોત પછી શું થાય છે-અમેરિકી ડોક્ટર  
અમેરિકન ડોક્ટર જેફરી લોંગનો દાવો છે કે મોત બાદ શું થાય તેની તેમને ખબર છે. આ ડોક્ટરે જેમનો મોતનો અનુભવ થયો હતો અથવા તો જેઓ કોમામાં હતા કે જેઓ મોતને માત આપીને ફરીથી જીવિત હતા તેવા 5000 લોકો પર રિસર્ચ કર્યું છે અને તેમના આ અનુભવને આધારે તેમણે મોત પછીનું રહસ્ય ઉકેલ્યું હોવાનો દાવો કર્યો છે. જેફરી લોંગનો દાવો છે કે મૃત્યુ પછી શું થાય છે તે તેમણે શોધી કાઢ્યું છે. તાજેતરના ઈનસાઈડર નામના મેગેઝિનમાં તેમણે એક લેખ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં તેઓ કહે છે કે જે વ્યક્તિ કાં તો કોમામાં હોય અથવા તબીબી રીતે મૃત્યુ પામેલી હોય તેને હૃદયના ધબકારા હોતા નથી, તેનો સ્પષ્ટ અનુભવ હોય છે. તે જોઈ શકે છે, સાંભળી શકે છે, લાગણીઓ અનુભવી શકે છે અને અન્ય જીવો સાથે વાતચીત કરી શકે છે. 

45 ટકા લોકોએ શરીરમાંથી આત્મા બહાર આવવાનું ફિલ કર્યું 
 જેફરી લોંગે કહ્યું કે મારા રિસર્ચમાં મને જણાયું છે કે 45 ટકા લોકોએ શરીરમાંથી આત્મા બહાર આવવા જેવા અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે મને ઘણા એવા લોકોનો અનુભવ છે કે જેમણે મૃત્યુ પછીનું જીવન અનુભવ્યું છે અને તેઓ દાવો કરતા હતા કે તેમની ચેતના (જીવ) તેમના ભૌતિક શરીરથી અલગ છે, સામાન્ય રીતે કંઈક અલગ અનુભવે છે." જેના કારણે તેઓ પોતાની આસપાસ આવી પ્રવૃત્તિઓ જાણે છે, જેને સમજવી સામાન્ય વ્યક્તિ માટે મુશ્કેલ હોય છે. જેફરી આગળ કહે છે, શરીરમાંથી આત્મા બહાર આવી રહ્યો છે તેનો અનુભવ કર્યા પછી લોકો કહે છે કે તેઓ બીજી દુનિયામાં ચાલ્યા ગયા છે. ઘણા લોકો ટનલમાંથી પસાર થાય છે અને તેજસ્વી લાઇટનો અનુભવ કરે છે. પછી, પાલતુ પ્રાણીઓ સહિત મૃત પ્રિયજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવે છે. મોટાભાગના લોકો પ્રેમ અને શાંતિનો અનુભવ કરે છે તેમને લાગે છે કે આ બીજું ક્ષેત્ર તેમનું વાસ્તવિક ઘર છે. 

ઘોડા સાથે ચાલ્યો મહિલાનો આત્મા 
એક ઉદાહરણ આપતા અમેરિકી ડોક્ટરે કહ્યું કે એક મહિલા પગદંડી પર પોતાના ઘોડા પર સવાર થતી વખતે નીચે પડી ગઈ અને બેભાન થઈ ગઈ. થોડી વાર સુધી બેભાન રહ્યાં બાદ ભાનમાં આવતાં મહિલાએ દાવો કર્યો કે તેનું નિર્જીવ શરીર રસ્તા પર પડ્યું હોવા છતાં પણ તેનો આત્મા ઘોડા સાથે ચાલી રહ્યો હતો. ખેતર સુધી પહોંચતાં સુધી આત્મા સાથે રહ્યો હતો અને ઘોડો જ્યાં સુધી ખેતર સુધી આવ્યો ત્યાં સુધીી તેનું શરીર તેની સાથે નહોતું. આ ઘટનાને નજરે જોનાર લોકોએ પણ મહિલાની વાત સાચી ગણાવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ