બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Tiger 3 Twitter Review: Katrina-Salman's film is full of action, Shahrukh's entry gives goosebumps

મનોરંજન / ટાઈગરની ગર્જનાથી ગુંજી ઉઠ્યું થિયેટર! સલમાનની ફિલ્મમાં જોવા મળ્યો પઠાણનો કેમિયો, જુઓ રીવ્યુ

Megha

Last Updated: 03:19 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાઈગર 3 ના સવારના શો પછી, નેટીઝન્સે X (Twitter) ને તેમના અભિપ્રાયો શેર કર્યા અને ફિલ્મને 'બ્લોકબસ્ટર' ગણાવી તો ઘણા લોકોએ તેને એવરેજ  ફિલ્મ પણ કહી છે.

  • ટાઇગર 3 દિવાળીના શુભ અવસર પર થિયેટરોમાં રીલીઝ થઈ ગઈ
  • લોકો સોશિયલ મીડિયા પર ફિલ્મના રિવ્યુ શેર કરી રહ્યા છે 
  • ફિલ્મના સારા એક્શન સીન્સના ખુબ વખાણ થઈ રહ્યા છે

ટાઇગર 3 એ દિવાળીના શુભ અવસર પર થિયેટરોમાં રીલીઝ થઈ ગઈ છે. સ્પાય યુનિવર્સની આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી નેગેટિવ રોલમાં જોવા મળશે. મનીષ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આદિત્ય ચોપરા દ્વારા બનાવવામાં આવી છે. હવે જ્યારે ફિલ્મ રીલીઝ થઈ ગઈ છે અને જે દર્શકોએ ફિલ્મ જોઈ લીધી છે તેઓ એમના મંતવ્યો શેર કરવા માટે સોશિયલ મીડિયા પર જઈ રહ્યા છે. ચાલો જાણીએ ટાઈગર 3 ના ટ્વિટર રિવ્યુ.

ટાઈગર 3 ની ટ્વિટર રિવ્યુ
ટાઈગર 3 ના સવારના શો પછી, નેટીઝન્સે X (Twitter) ને તેમના અભિપ્રાયો શેર કર્યા અને ફિલ્મને 'બ્લોકબસ્ટર' ગણાવી. ઓનલાઈન લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી છે, ખાસ કરીને ફિલ્મના સારા એક્શન સીન્સના ખુબ વખાણ થઈ રહ્યા છે ફિલ્મમાં સલમાન ખાન, કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મીએ જબરદસ્ત એક્શન સીન્સ આપ્યા છે. એક પ્રશંસકે કહ્યું, "શું મેં બોલિવૂડની "ધ એવેન્જર્સ" જોઈ છે. અલ્ટ્રા બ્લોકબસ્ટર છે. મનીષ શર્માએ કદાચ સ્પાય યુનિવર્સની આ શ્રેષ્ઠ ફિલ્મ બનાવી છે.

ભાઈજાનની ફિલ્મ જોયા બાદ લોકો ફિલ્મના એક્શનથી ખૂબ જ પ્રભાવિત થયા છે. તેમજ આ ફિલ્મમાં શાહરૂખ ખાનના કેમિયોએ લોકોની ઉત્તેજના ઘણી વધારી દીધી છે. પઠાણની એન્ટ્રીને કારણે પણ ઘણા લોકો ફિલ્મને પસંદ કરી રહ્યા છે. ભાઈજાનના કેટલાક ચાહકોએ બ્લોકબસ્ટર ફિલ્મ ગણાવી છે. જ્યારે કેટલાકે તેને એવરેજ ફિલ્મ ગણાવી છે.

કેટરિના કૈફ અને સલમાન ખાનની જોડી 'ટાઈગર 3' દ્વારા ચાર વર્ષ પછી પડદા પર વાપસી કરી રહી છે. તેઓ પહેલીવાર ફિલ્મ 'ભારત'માં સાથે જોવા મળ્યા હતા. લોકો આડેધડ ફિલ્મોનું એડવાન્સ બુકિંગ પણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, જોવાનું રહેશે કે આ ફિલ્મ રિલીઝ થયા બાદ શાહરૂખની 'પઠાણ' અને 'જવાન'ના રેકોર્ડ તોડે છે કે નહીં.  

આ ફિલ્મ એક થા ટાઈગર અને ટાઈગર ઝિંદા હૈ પછી ફિલ્મની ત્રીજી સિક્વલ છે. સલમાન, કેટરિના અને ઈમરાન ઉપરાંત આ ફિલ્મમાં શાહરૂખ ખાન પઠાણ અને રિતિક રોશન કબીરની ભૂમિકામાં જોવા મળે છે. ભાઈજાનની ફિલ્મમાં રિદ્ધિ ડોગરાની પણ નાની ભૂમિકા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ