thresher machine jugaad in wedding video goes viral on social media look at this juggad
ગજબ આઇડિયા /
VIDEO: જાનૈયાઓને એકદમ ઠંડા કરો ભ'ઈ, કન્યાપક્ષે થ્રેસર મશીનથી કર્યો એવો જુગાડ, જોઈને રહી જશો દંગ
Team VTV03:00 PM, 12 May 22
| Updated: 03:04 PM, 12 May 22
ઘણી વખત આપણે એવી વસ્તુમાં ફસાઇ જઇએ છીએ જેનો ઉકેલ આપણે માત્ર એક ટ્રિકથી થઇ જતો હોય છે. આવી જ ટ્રીકને ભારતમાં દેશી જુગાડ નામ આપવામાં આવ્યું છે. આવો જોઇએ આવો જ એક વીડિયો.
લોકો ગરમીથી બચવા કુલર એસી લગાવે તો કોઈએ થ્રેશર લગાવ્યું
લગ્નમાં લોકોને ગરમીથી બચાવા માટે નવો અખતરો
વિડીયો જોઇને તમે પણ બોલશો ગજબ થઇ ગયું
રાજ્યમાં ગરમી સાથે લગ્નની પણ સીઝન
ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે. ઘણા રાજ્યોમાં ૪૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન છે. ગરમીના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કરી રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો અલગ અલગ પ્રકારના જુગ્ગાડ શોધી રહ્યા છે. ઉનાળો હોય કે શિયાળો, ભારતમાં કોઈ ઋતુમાં આપણે દેશી જુગાડ શોધી જ લઈએ છે. લગ્નની સિઝન ચાલી રહી છે અને આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ગરમીથી છૂટકારો મેળવવા માટે અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. આવું જ કંઈક એક લગ્નપ્રસંગમાં જોવા મળ્યું હતું, આવી કાળઝાળ ગરમીમાં ખેડૂતે થ્રેસર મશીનનો સહારો લીધો હતો.
લગ્ન મંડપનાં પ્રવેશ દ્વાર પર થ્રેશર મશીન
લગ્ન સમારંભમાં મંડપના એન્ટ્રી ગેટ પર થ્રેશર મશીનનો વિડીઓ વાઈરલ. મહેમાનોના સ્વાગત માટે થ્રેશર મશીન લગાવવામાં આવ્યું હતું અને આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આઈપીએસ અધિકારી અવનીશ શરણ દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વીડિયોમાં લગ્ન સમારોહમાં ભાગ લેનારા મહેમાનો માટે થ્રેશર મશીનનો ઉપયોગ એર કન્ડિશનિંગ તરીકે કરવામાં આવી રહ્યો છે.
આઈપીએસ અધિકારીએ કર્યું ટ્વીટ
આઈપીએસ અધિકારીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, "થ્રેશરની હવાથી બારાતીઓનું સ્વાગત. ગજબનો આઇડિયા." લોકો ઠંડી હવાની મજા માણતા અને મશીન સામે સેલ્ફી લેતા જોઇ શકાય છે. લોકોએ આ વીડિયોને ખૂબ પસંદ કર્યો. આ વીડિયોને ટ્વિટર પર 14 હજારથી વધુ લાઈક્સ અને 2.5 લાખથી વધુ વ્યૂઝ જોવાઈ ચૂક્યા છે.
યુઝર્સે આપી પ્રતિક્રિયાઓ
વીડિયો જોયા બાદ યૂઝર્સે ફની કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે લખ્યું કે, 'ક્યા આઈડિયા હૈ સર જી.' તો અન્ય એક યુઝરે લખ્યું કે, 'એટલા માટે જ ભારત દેશી જુગાડ માટે જાણીતું છે.' થ્રેશિંગ મશીન એક કૃષિ સાધન છે, જેને થ્રેશર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અનાજની દાંડી અને ભૂસામાંથી બીજ કાઢે છે.