બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / threads instagram drawbacks in hindi facebook and whatsapp
Vikram Mehta
Last Updated: 11:29 AM, 8 July 2023
ADVERTISEMENT
ટ્વિટરને ટક્કર આપનાર એપ્લિકેશન થ્રેડ્સ થોડા દિવસોથી ટ્રેન્ડમાં છે. આ એપ્લિકેશન લોન્ટચ થઈ તેના થોડા કલાકમાં જ યૂઝર્સની લાઈન લાગી ગઈ છે. ગૂગલ પ્લે સ્ટોર પર આ એપ્લિકેશનની ડિટેઈલ્સ અનુસાર 10 મિલિયનથી વધુ લોકોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. આ એપ્લિકેશનની કમી વિશે કોઈને ખબર નથી, કે જેના કારણે આ એપ ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને વ્હોટ્સએપ કરતા પાછળ રહી જશે. જે યૂઝર્સ ડેઈલી ઓફિસ જાય છે અથવા મોબાઈલનો ઉપયોગ નથી કરતા તે લોકો માટે આ એપ કોઈ કામની નથી. લેપટોપ અને કમ્પ્યુટર પર કામ કરતા લોકો આ એપ્લિકેશનનો લાભ નહીં લઈ શકે.
થ્રેડ એપની કમી
થ્રેડ્સ એપનું વર્ઝન ઉપલબ્ધ નથી. જો તમે લેપટોપ પર અથવા કમ્પ્યુટર પર કામ કરી રહ્યા છો, તો તમે તેના પર ઈન્સ્ટાગ્રામ થ્રેડ્સનો ઉપયોગ નહીં કરી શકો. આ એપ્લિકેશન માત્ર મોબાઈલ અથવે ટેબલેટ પર જ ઉપયોગ કરી શકાશે.
ADVERTISEMENT
થ્રેડ્સ એકાઉન્ટ ડિએક્ટીવેટ કરવાથી થશે મુશ્કેલી
આ એપ્લિકેશન ઈન્સ્ટાગ્રામના યૂઝરનેમ અને ફોલોઅર્સ આપમેળે એક્સેસ કરે છે. આ કારણોસર તમે થ્રેડ્સ એકાઉન્ટ ડિએક્ટીવેટ કરશો તો ઈન્સ્ટાગ્રામનો ડેટા પણ ઈરેઝ થઈ જશે. આ કારણોસર થ્રેડ્સ એકાઉન્ટ ડિએક્ટીવેટ કરવાથી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ થવાનું જોખમ રહે છે.
થ્રેડ્સ ફીચર્સ
થ્રેડ્સ એપ્લિકેશન ટ્વિટરની જેમ કામ કરે છે. તમે તેના પર ફોટો અને વિડીયો શેર કરી શકો છો. ટ્વિટર પર તમને 280 શબ્દની મર્યાદા રહેલી છે. થ્રેડ્સ એપ્લિકેશન પર 500 શબ્દની મર્યાદા રહે છે. ટ્વિટરની જેમ થ્રેડ એપ્લિકેશન પર પણ પોસ્ટ પર કમેન્ટ અને રિશેર કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.