બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / This woman cricketer will continue to play even after becoming a mother, becoming the first such Indian player

ક્રિકેટ / મા બન્યા પછી પણ રમવાનું ચાલુ રાખશે આ મહિલા ક્રિકેટર, પહેલી આવી ભારતીય ખેલાડી બનશે

Megha

Last Updated: 11:37 AM, 26 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત તરફથી બાંગ્લાદેશ સામે 1 વનડે અને 2 ટી-20 ઇન્ટરનેશનલ રમત રમવાનો મોકો મળ્યો હતો. જેમાં ફક્ત 5 રન બનાવી શકી હતી.

  • મહિલા ક્રિકેટરે સ્નેહા દિપ્તીએ હાલ જ દીકરીને જન્મ આપ્યો હતો
  • 1 વનડે અને 2 ટી-20 ઇન્ટરનેશનલ રમત રમવાનો મોકો મળ્યો હતો
  • હવે આઠ મહિનાની બાળકીની મા મેદાનમાં ફરી એક વખત પરત ફરવા માંગે છે

ગયા વર્ષે આઈસીસી વુમન્સ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની કેપ્ટન બિસ્માહ મારુફ તેની દૂધપીતી બાળકીને લઈનએ ક્રીકટ રમવા માટે પંહોચી હતી. આજ સુધી ભારતીય ટીમમાં કોઇ એવી ખેલાડી નહતી જેને પ્રેગ્નેન્સી પછી ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હોય. પણ હાલ જ સ્નેહા દિપ્તી નામની મહિલા ક્રિકેટરે આ રીત બદલી છે. મહિલા ક્રિકેટરે સ્નેહા દિપ્તીએ હાલ જ દીકરીને જન્મ આપ્યો હતો અને હવે તે ક્રિકેટ રમવાની ઈચ્છા ધરાવે છે. એમને ઘરેલુ ક્રિકેટમાં આંધ્રપ્રદેશના ટીમની સારી કેપ્ટનશીપ નિભાવ્યા પછી તે ભારતીય ટીમમાં પરત ફરવા માંગે છે. 

આંધ્રપ્રદેશમાં રહેવાવાળી ક્રિકેટર સ્નેહા T20I માં ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે રમવાવાળી સૌથી નાની ઉંમરની ખેલાડી છે. એમને વર્ષ 2013માં સ્મૃતિ મંધાના સાથે ભારતીય મહિલા ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. 
 
એમને ભારત તરફથી ફક્ત બાંગ્લાદેશ સામે 1 વનડે અને 2 ટી-20 ઇન્ટરનેશનલ રમત રમવાનો મોકો મળ્યો હતો. જેમાં ફક્ત 5 રન બનાવી શકી હતી. ભારતીય ટીમમાંથી ડ્રોપ થયા પછી સ્નેહાના જીવનમાં ઘણું બધુ થયું હતું. એમને ફિલિપ મદીરાલા સાથે લગ્ન કરઇ લીધા હતા અને થોડા સમય માટે તેના લગ્ન જીવનમાં વ્યસ્ત થઈ ગઈ હતી. હાલ જ એમને એક દીકરીને જન્મ આપ્યો છે જેનું નામ ક્રીવા છે. 

સ્નેહા એ હાલ જ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, ' જ્યારે મને ખબર પડી કે હું પ્રેગ્નેટ છું ત્યારે મને ફિલિપે કહ્યું કે માંરે પરત ફરવું જોઈએ.' આ એક વર્ષની છુટ્ટી છે, એક વખત બાળકને જન્મ આપી દીધો પછી બે મહિનામાં ફરી ટ્રેનિંગ શરૂ કરી દેવી જોઈએ. 

હવે આઠ મહિનાની બાળકીની મા મેદાનમાં ફરી એક વખત પરત ફરવા માંગે છે પણ એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વધેલા વજનને કારણે એમનો સ્ટેમિના ઘણો ઘટી ગયો છે. 

દિપ્તી ખુલાસો કરતાં કહ્યું હતું કે, ' હું એટલી જાડી થઈ ગઈ હતી કે મને લાગતું હતું હું ક્યારેય નહીં રમી શકું, પછી મેં વિચાર્યું કે ના, આ હું નથી. હું ઘર પર એમનેમ ન બેસી શકું એ પછી મેં માંરી રમતના વિડીયો જોયા અને મને થઈ ગયું કે મારે ફરી મેદાન પર જવું છે.' 

સ્નેહાએ હૈદરાબાદમાં ટ્રેનીગની શરૂઆત કરી હતી પણ એમને થયું આટલી ટ્રેનિંગ એમની માટે પૂરતી નથી એટલા માટે તેની દીકરીને છોડીને સ્નેહા મંગલાગીરીમાં ટ્રેનિંગ માટે ગઈ હતી. જણાવી દઈએ કે હાલ સ્નેહા ફક્ત 25 વર્ષની છે અને હજુ તેને ક્રિકેટના મેદાનમાં ઘણા રેકોર્ડ તોડવા અને બનાવવા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ