બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / This school in Mahisagar is an inspiration for SmartCity schools: Literacy for students as well as parents, see how

જવાબદારી / મહીસાગરની આ શાળા સ્માર્ટસિટીની શાળાઓ માટે પ્રેરણા: વિદ્યાર્થી ઉપરાંત વાલીઓને અક્ષરજ્ઞાન, જુઓ કઈ રીતે

Vishal Khamar

Last Updated: 07:22 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક નાનકડો વિચાર પણ કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે તેનું તાજુ ઉદાહરણ આપણા રાજ્યની એક છેવાડાની પ્રાથમિક શાળાની એક પહેલમાંથી મળ્યું છે.

  • શાળાના સ્ટાફે હવે વિદ્યાર્થીઓ ઉપરાંત તેમના વાલીઓને પણ અક્ષરજ્ઞાન આપવાનું શરૂ કર્યું
  • વિદ્યાર્થીઓના જરૂરી પત્રકોમાં વાલીઓની સહી કરાવવી અઘરું કામ બનાવ્યું સરળ
  • વિદ્યાર્થીઓને પોતાના વાલીને અક્ષરજ્ઞાન આપવાની જવાબદારી સોંપી 

 મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની બાબલિયા પ્રાથમિક શાળાના છે. અન્ય શાળાની જેમ આ શાળા બાળકોના શૈક્ષણિક વિકાસનું કામ તો કરે જ છે, પરંતુ એક પહેલમાં તે અન્ય શાળાઓ કરતાં એક ડગલું આગળ વધી છે. આ શાળાના સ્ટાફે હવે વિદ્યાર્થીઓ ઉપરાંત તેમના વાલીઓને પણ અક્ષરજ્ઞાન આપવાનું શરૂ કર્યું છે...આપને સવાલ થશે કે, વાલીઓને શિક્ષણ આપવાની એક શાળાએ કેમ જરૂર પડી? તો સાંભળો તેનું કારણ કંઈક આવું હતું.

સ્કૂલ દ્વારા એક નવતર અભિગમ શરૂ કર્યો

વિદ્યાર્થીઓને પોતાના વાલીને અક્ષરજ્ઞાન આપવાની જવાબદારી સોંપી
હા, કોઈ પણ સારા કાર્યની શરૂઆત કરવા માટે કોઈ ઘટના પૂરતી છે. આ શાળાના સ્ટાફે તે ઘટના પડકારને તક સમજી લીધી. કેમ કે, આ શાળાના વિદ્યાર્થીઓના મોટાભાગના વાલી  મજૂરી અર્થે સ્થળાંતરણ કરી ગયા હતા. તો જે વાલીઓ ઘરે હાજર હતા તે નિરીક્ષર હતા. આથી વિદ્યાર્થીઓના જરૂરી પત્રકોમાં વાલીઓની સહી કરાવવી અઘરું કામ હતું. દરેક વાલી અંગૂઠા માટે પેડની વ્યવસ્થા પણ થઈ શકે તેમ ન હતી. આથી શાળાના સ્ટાફે નવો રચનાત્મક રસ્તો શોધી કાઢ્યો. શાળાએ દરેક વિદ્યાર્થીઓને પોતાના વાલીને અક્ષરજ્ઞાન આપવાની જવાબદારી સોંપી દીધી. વિદ્યાર્થીઓએ પણ હોંશે હોંશે જવાબદારી સ્વીકારી લીધી. વિદ્યાર્થી ગૃહકાર્ય કરવા બેસે ત્યારે તેમના વાલીઓ પણ અક્ષરજ્ઞાન અને અંકજ્ઞાન શીખવા માટે વિદ્યાર્થીઓ પાસે બેસવા લાગ્યા.

માયાબેન માચર (વિદ્યાર્થી)

નિરક્ષર માતાઓ જાતે નામ લખથી થઈ ગઈ
આ કવાયતનું ખૂબ સુંદર ફળ પ્રાપ્ત થયું. શાળાએ જે ટાર્ગેટ રાખ્યો  હતો તેમાં માત્ર થોડા સમયમાં અડધી સફળતા મળી. ઘણી નિરક્ષર માતાઓ જાતે નામ લખથી થઈ ગઈ. 

માયાબેન માચર (વિદ્યાર્થીનીની માતા)

આ પ્રયોગને પરિણામે અનેક વાલીઓને અક્ષરજ્ઞાન હાંસલ થયું 
આ પ્રયોગને પરિણામે અનેક વાલીઓને અક્ષરજ્ઞાન હાંસલ થયું છે.  હવે તેઓ દૂધની સ્લીપ વાંચતા થયા છે. એસટી બસ નું બોર્ડ પણ વાંચી શકે,છે તો નાણા ની ગણતરી કરીને બેન્ક સ્લીપ પણ ભરી શકે છે.

પરમાર અચેતનાબેન (વિદ્યાર્થી)

વિદ્યાર્થીઓએ પોતાની માતા સાક્ષર બનાવવાનો પ્રયત્ન કર્યો 
આ સફળતા બાદ, ખરેખર જેમણે અથાક પ્રયત્ન કરી પોતાની માતા સાક્ષર બનાવવાનો પ્રયત્ન કર્યો છે તે બાલિકાઓને પણ ઇનામ આપીને  પ્રોત્સાહિત કરવાનું વિચારાઈ રહ્યું છે. અક્ષરજ્ઞાન માટેના આ પ્રયોગબાદ માતાઓમાં પોષણ વિશેની સમજદારી વિકસે તે દિશામાં પણ આયોજન હાથ ધરાઈ રહ્યું છે.

રમીલાબેન પરમાર (વિદ્યાર્થીનીની માતા)
ધુલીબેન પરમાર (વિદ્યાર્થીનીનાં બા)

આમ, કોઈ વધારાનો સમય ફાળવ્યા વિના માત્ર એક વિચાર વહેતો મૂકવાથી જે સફળતા મળી છે, તેનાથી શિક્ષકો  અને વાલીઓમાં ખુશી અને સંતોષ જોવા મળી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ