બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / This place in Gujarat serves abandoned, destitute beggars, called temple of Humanity

માનવ મંદિર / ગુજરાતમાં આવેલું છે ભિક્ષાવૃતિ કરતા લોકોનું મંદિર અને મસ્જીદ, થાય છે માનવતાનાં સાક્ષાત દર્શન

Vishal Dave

Last Updated: 07:20 AM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરિવાર થી તરછોડાયેલા અને નિરાધાર ભિક્ષુકો અહિં એક છત નીચે હળી મળીને રહે છે. એક સમયે ઉપર આભ અને નીચે ધરતી જેમનુ ઘર હતુ તેવા અસંખ્ય ભિક્ષુકો માટે હવે આ માનવ મંદિર જ તેમનુ ઘર છે.

આપણે સમાજમાં અનેક મંદિરો જોયા હશે. પણ આજે આપણે માનવ મંદિરની વાત કરવા જઇ રહ્યા છીએ., મીની ભારત તરીકે જાણીતી ઔદ્યોગિક નગરી વાપીના માનવમંદિરમાં કોઈપણ જ્ઞાતિબાધ વિના તમામ સમાજના જરુરીયાતમંદ લોકો આશરો લઈ રહ્યા છે. માનવમંદિરનું એક જ ધ્યેય છે કે સમાજમાં કોઈ નિરાધાર ન રહે, વાપીના સુલપડ વિસ્તારમાં આવેલ માનવ મંદિરમાં રહેતા અનેક લોકોના ભૂતકાળની કહાની દુઃખોથી ભરેલી છે...જોકે  માનવ મંદિરમાં રહેતા તમામ લોકો વર્તમાનમાં સુખમય જીવન વિતાવી રહયા છે........  

નિરાધાર ભિક્ષુકો અહિં એક છત નીચે હળી મળીને રહે છે 

વાપીના છેવાડે આવેલા સુલપડ વિસ્તારમાં વાપી નગરપાલિકા અને સહયોગ હેલ્પીંગ હેન્ડ નામની એક સામાજિક સંસ્થા દ્વારા એક વિશેષ માનવ મંદિર બનાવવામાં આવ્યું છે. જ્યાં સાચા અર્થમાં માનવતાનાં દર્શન થાય છે. પરિવાર થી તરછોડાયેલા અને નિરાધાર ભિક્ષુકો કોઈ પણ જાતના ભેદભાવ વિના અહિં એક છત નીચે હળી મળીને  રહે છે. એક સમયે ઉપર આભ અને નીચે ધરતી  જેમનુ ઘર હતુ તેવા અસંખ્ય ભિક્ષુકો માટે હવે આ માનવ મંદિર જ તેમનુ ઘર છે.


રહેવાની, ખાવા-પીવાની વ્યવસ્થાનું સંચાલન  યતિનભાઇ સંભાળે છે 

જિંદગીથી નાસીપાસ થયેલા અને તરછોડાયેલા ભિક્ષુકોની જિંદગીની નવી સફર સુલપડ વિસ્તારમાં નગર પાલિકાના ખાલી  શોપિંગ કોમ્પલેક્ષમાં સહયોગ માનવ મંદિરમાં થઈ છે. સહયોગ માનવમંદિરમાં રહેવાની અને ખાવા-પીવાની વ્યવસ્થાનું સંચાલન સહયોગ હેલ્પીંગ હેન્ડ  સંસ્થાના સ્થાપક યતીન ભાઈ શાહ  અને સંસ્થાની ટીમ કરે  છે. વર્ષો થી સેવાકીય કાર્યો સાથે જોડાયેલા હેલ્પિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ યતીન ભાઈને કોરોનાકાળમાં નિરાધાર લોકો માટે માનવમંદિર શરુ કરવાનો વિચાર આવ્યો હતો. 

અનેક લોકોનું પુનર્વસન પણ કરાવવામાં આવ્યું 

અત્યાર સુધી માં 86 પુરુષો અને 50 મહિલાઓ એમ કુલ 136 લોકો ને વાપી ના આ માનવ મંદિર માં આશરો મળ્યો છે .જેમાંથી  47 લોકોને પોતાના પરિવારમાં અને 30 લોકોને પોતાના વતન પાછા પહોંચાડવામાં માનવમંદિર સફળ રહ્યુ છે . પરિવાર થી તરછોડાયેલા ભિક્ષુકોને પગભર કરવામાં... પરિવાર સાથે ફરી મિલન કરાવવામાં અને શરણાર્થીઓને આત્મનિર્ભર કરાવવામાં માનવ મંદિરની કામગીરી ખુબજ સરાહનીય રહી છે. 

આશ્રિતો તેમના જીવનમાં નવો સુરજ ઉગ્યો હોય તેવો અનુભવ કરી રહ્યા છે 

 સફળ સહયોગ માનવમંદિર દરરોજ સવારે ચા-નાસ્તો... બે ટંક ભરપેટ પૌષ્ટીક ભોજન અને જરૂર જણાય ત્યારે મેડિકલ ચેકઅપ કેમ્પનુ આયોજન પણ કરે છે. માનવમંદિર સાચા અર્થમાં જરૂરિયાતમંદ અને ભિક્ષુકો માટે માનવતા ની હૂંફ પૂરી પાડી રહ્યું છે....આશ્રિતો પોતાના જીવનમાં નવો સૂર્ય ઊગ્યો હોય તેવો અહેસાસ કરી રહ્યા છે..એક સમયે શરીર ઢાંકવા.. ના.. પૂરતા કપડા..ના...નહાવા ધોવાના કોઈ ઠેકાણા..કે.. ના.. રહેવાની કોઈ છત.... બસ જ્યાં જગ્યા મળે ત્યાં જીંદગી વિતાવી નોંધારુ જીવન જીવતા ભિક્ષુકો અત્યારે એકબીજા સાથે હળી-મળીને એક જ છત નીચે રહે છે. સહયોગ માનવ મંદિરમાં પરિવારથી તરછોડાયેલા કે વિખૂટા પડેલા શરણા્ર્થીઓએ  કોઈ પણ જાતના ભેદ ભાવ વિના પોતાના સાથે રહેતા ભિક્ષુક સાથીઓને જ પોતાનો પરિવાર માની નવેસરથી જિંદગી જીવવાની શરૂઆત કરી છે..  

મંદિર કે મસ્જિદની બહાર ભિક્ષાવૃતિ કરતા હતા 

અહીં આવેલા નિરાધાર લોકો વર્ષોથી વાપી અને આસપાસના વિસ્તારમાં કોઇ મંદિર કે કોઈ મસ્જીદના ઓટલાની બહાર ભિક્ષાવૃત્તિ કરતા હતા..તો કેટલાક ભિક્ષુકો બજારોમાં દુકાનોના ઓટલાઓ પર કે ફૂટપાથ પર કે પુલ નીચે રહી  પોતાની જિંદગી વિતાવતા હતા..તેવા લોકોને સમજાવીને માનવમંદીરે લાવી આશરો આપવામાં આવ્યો છે હવે તેમનુ મંદિર અને તેમની મસ્જીદ... માનવમંદિર જ છે . નિરાધારોના  આશ્રય ની સાથે સાથે માનવમંદિર.. કંઈક  કરવા ની ધગસ હોય તેમના માટે રોજગારી નો પણ પ્રયાસ કરે છે, આવડત મુજબ કામ કરનારા 32 લોકો ને અત્યાર સુધીમાં સંસ્થાએ નોકરી અપાવી છે .જે લોકો હાલ સમાજ માં ગર્વભરે જીવન પસાર કરી રહયા છે . 

આ પણ વાંચોઃ કુંવારાઓ આ છોકરીથી ચેતજો! લગ્નનો મામલો પહોંચ્યો સીધો પોલીસ સ્ટેશનમાં, ગેંગના કાંડનો પર્દાફાશ


અહીં આવતા દરેકની અલગ-અલગ વ્યથા 
માનવમંદિરમાં આશરો લેતા તમામ શરર્ણાર્થીની અલગ અલગ કરમ કઠિનાઈ છે... કોઈને પરિવારે તરછોડી દીધા છે ..તો કોઇએ પરિવારના કંકાસથી કંટાળીને વર્ષો પહેલા ઘર છોડી દીધું છે.. તો કોઈને કુદરતી થપાટ કે સંજોગો વસાત અહિં રહેવાના દિવસો આવ્યા છે. પરિવારે ધૂતકારેલા, સંજોગોવસાત કે વિધીની વક્રતાથી નિરાધાર થયેલા શરણાર્થી મહિલાઓ અને પુરુષો હાલ માનવ મંદિર અને હેલ્પિંગ હેન્ડ સંસ્થાના સહારે સમાજ માં પગભર થઇ રહયા છે .ત્યારે આપણા સમાજ માં મંદિર ,મસ્જિદ ,ચર્ચ કે પછી ગુરુદ્વારા ની સાથે સાથે આવી માનવસેવા કરતા માનવ મંદિર પણ બને તે ખુબ જરૂરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ