બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / This leader stubbornly climbed for the favorite seat in Gandhinagar

ગુજ'રાજ' 2022 / ભાજપનો દાવ ઊંધો પડ્યો: ગાંધીનગરમાં મનપસંદ બેઠક માટે જીદે ચઢ્યા આ નેતા, મનાવવા માટે બેઠકોનો દોર

Malay

Last Updated: 10:48 AM, 16 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માણસા વિધાનસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનું કોકડું ગૂચવાયું છે. પાર્ટી માણસા બેઠકના દાવેદાર અમિત ચૌધરીને સતત મનાવી રહી છે. ભાજપ તેમને ખેરાલુ બેઠક પરથી ઉમેદવાર બનાવવા માંગે છે.

 

  • ભાજપમાં માણસા બેઠકમાં કોકડું ગૂંચવાયું
  • અમિત ચૌધરી માણસાથી લડવા માગે ચૂંટણી
  • અમિત ચૌધરીને મનાવવા ભાજપના પ્રયાસ 

ગુજરાત વિધાનસભા ચૂંટણી મહાજંગ 2022 ભારે રસાકસીનો છે. ભાજપ કોંગ્રેસના સીધા જંગ વચ્ચે હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે ત્યારે રાજકીય સમીકરણો બદલાઇ રહ્યા છે. ચૂંટણી જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. એવામાં ભાજપમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપે હજુ પણ 4 બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.  જેમાં માણસા, ખેરાલુ, રાવપુરા, માંજલપુર બેઠકનો સમાવેશ થાય છે. એવામાં માણસા વિધાનસભા બેઠકમાં ભાજપનું કોકડું ગૂંચવાયું છે.

અમિત ચૌધરીને મનાવવા ભાજપ કરી રહ્યું છે પ્રયાસ
ભારતીય જનતા પાર્ટી માણસા બેઠકના દાવેદાર અમિત ચૌધરીને મનાવવા માટે પ્રયાસ કરી રહી છે. તેમને મનાવવા માટે ગઈકાલે ભહાજપ કાર્યાલય કમલમમાં 2 કલાક સુધી બેઠક ચાલી હતી. પાર્ટી અમિત ચૌધરીને માણસાને બદલે ખેરાલુ બેઠક પર ઉમેદવાર બનાવવા માંગે છે. જોકે, અમિત ચૌધરીએ ખેરાલુ બેઠક ચૂંટણી લડવા માંગતા નથી, તેઓ માણસા બેઠક પરથી જ ચૂંટણી લડવા માંગે છે. 

બદલાઈ શકે છે સમીકરણ 
માણસા બેઠક પર સમીકરણ બદલાય તેવી ચર્ચા છે. પ્રાપ્ત માહિતી અનુસાર માણસા બેઠક પર પાટીદાર ચહેરાની પસંદગી થઈ શકે છે. જોકે, માણસા બેઠક ઉપર ચૌધરી સમાજના સમીકરણો પર પણ ચર્ચા દોર જામ્યો છે. 

માણસા બેઠકનું સમીકરણ
માણસા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મૂળ વતન છે. માણસા ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. માણસા ગાંધીનગર જિલ્લાનો એક ભાગ છે અને તે 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવ્યો હતો. માણસા તાલુકામાં 48 ગામો તેમ જ 61 ગ્રામ પંચાયતો આવેલી છે. માણસા મતદારક્ષેત્રમાં કુલ 212618 મતદારો છે. જેમાં 109808 પુરૂષ, 102804 મહિલા અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પટેલ સુરેશકુમાર ચતુરદાસનો વિજય થયો હતો. તેમણે ભાજપના ઉમેદવાર અમિત ચૌધરીને હરાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ