બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / This is the power house of KY Women's Empowerment! Gujaratis will be 'proud' to know what they have done in Songadh Mandal

વિમેન્સ પાવર / આને કે'વાય મહિલા સશક્તિકરણનો પાવર! સોનગઢના માંડળમાં ગુજરાતણોએ જે કરી બતાવ્યું તે જાણીને થશે 'ગર્વ'

Mehul

Last Updated: 09:18 PM, 6 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષીણ ગુજરાતના સોનગઢ પંથકમાં આદિવાસી મહિલાઓ એ સહકારી બેંક સ્થાપી બેન્કને કરોડોની થાપણ થી ચલાવે છે. મહિલાઓ થકી ચાલતી આ બેંક મહિલાઓ માટે બચતનું મોટું માધ્યમ

  • સશક્તિકરણનું પાવર હાઉસ માંડળ ગામ
  • આદિવાસી મહિલા બેંકમાં કરોડોની થાપણ 
  • મહિલાથી, મહિલા વડે, મહિલા દ્વારા વહીવટ 

 મહિલાઓના સ્વાવલંબન  માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કેટ-કેટલીય યોજનાઓ થકી અભિયાન ચલાવે છે . ત્યારે દક્ષીણ ગુજરાતના સોનગઢ પંથકમાં આદિવાસી મહિલાઓ એ સહકારી બેંક સ્થાપી બેન્કને કરોડોની થાપણ થી ચલાવે છે. મહિલાઓ થકી ચાલતી આ બેંક મહિલાઓ માટે બચતનું મોટું માધ્યમ બની છે. 

નારી. જન્મ આપનારી જનેતા પણ છે.  અને સમાજને માર્ગદર્શન આપતી એક શક્તિ પણ છે. બસ સમય સાથે તેની કિંમત અને સન્માન થવું જોઈએ.. ગુજરાતના એક ગામની આવી જ મહિલાઓ વિશે આજે વાત કરવી છે.  જેમણે 1999માં પોતીકી સહકારી બેન્કની સ્થાપના કરી હતી. જે આજે જિલ્લામાં કરોડપતિ બેંકોમાં સ્થાન ધરાવે છે. અને આ બેંક મહિલાઓ માટે બચતનું સૌથી મોટું માધ્યમ બની છે.. ત્યારે કેવી છે મહિલાઓની પહેલથી શરૂ થયેલી મહિલા સંચાલીત બેંક 

આજના સમયમાં મહિલાઓ પુરુષોની સમોવડી બનીને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ત્યારે આવી જ સફળતાની મિસાલ છે. સોનગઢ તાલુકાના માંડળ ગામની આદિવાસી મહિલાઓ. જેમણે 1999માં એક સહકારી બેંન્કની સ્થાપના કરી હતી.  જે બેંક આજે એક આદર્શ બેંકની સાથે-સાથે કરોડપતિ બેન્ક બની ગઈ છે.  એટલું જ નહીં બેંકનું ભંડોળ પણ દિવસેને દિવસે વધી કરોડો રૂપિયા થઈ ગયું છે.. ખાસ વાત અહીં એ છે કે, આ બેંકના ખાતેદારોથી લઈને તેના કર્તાહર્તા અને સ્ટાફ પણ મહિલાઓ જ છે. 
મહિલાઓ દ્વારા સંચાલિત આ સહકારી બેંક અંગે વાત કરવામાં આવે તો  આ બેંક તેમના ખાતેદારોને સારું વ્યાજ આપવાની સાથે જરૂરિયાત સમયે લોન આપી પગભર કરવા માટે મદદરૂપ થઇ રહી છે.. સાથે જ આ બેંકની મહિલા સભાસદોને બાળકોના શિક્ષણ માટે પણ લોન આપવામાં આવે છે.  ગામની મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સહકારી બેંક દ્વારા આદિવાસી મહિલાઓ પોતાની બચત બેંકમાં જમા કરતી થઈ છે.. અને બચતના રૂપિયાથી મહિલાઓ આગળ પ્રગતિ પણ કરી રહી છે.  આજની તારીખે આ સહકારી બેંકમાં 35 ગામની 3470 મહિલાઓ સભાસદ છે..અને બેંક પાસે 4 કરોડથી વધુંનું ભંડોળ છે. 

બેંકની બિલ્ડીંગ પર હંગાતી લખેલ છે, જેનો અર્થ સહેલી પણ થાય છે, જે ખરેખર છેલ્લા 21 વર્ષથી તેમના સભ્યોની ખરી સહેલી સાબિત થઈ રહી છે. સંપૂર્ણ આદિવાસી મહિલાઓ સંચાલિત અને આદિવાસી મહિલા સભાસદો ધરાવતી આ સહકારી બેન્ક તેની વિશ્વસનીયતાને કારણે જિલ્લાની કરોડપતિ બેન્ક બની છે.  જેનો ગર્વ તેના દરેક સભ્યોને છે.. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ