બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'This is my last World Cup...', Indian star player's big announcement before the start of cricket's biggest tournament
Megha
Last Updated: 09:17 AM, 1 October 2023
ADVERTISEMENT
તમામ ક્રિકેટ ચાહકો 5 ઓક્ટોબરથી ભારતીય ધરતી પર શરૂ થવા કઈ રહેલા વર્લ્ડ કપ 2023ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીસીસીઆઈએ 15 સભ્યોની ટીમ પણ ફાઈનલ કરી છે. પસંદગીકારોએ અક્ષર પટેલની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કર્યો છે. વર્લ્ડ કપની ટીમમાં પસંદ થયા બાદ અશ્વિનના એક નિવેદને બધાને ચોંકાવી દીધા છે.
આ મારો છેલ્લો વર્લ્ડકપ હોઈ શકે છે: રવિચંદ્રન અશ્વિન#cricket #worldcup #cricketnews #cricketer #ravichandran #RavichandranAshwin #vtvgujarati pic.twitter.com/Mm0td99UFf
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 1, 2023
ADVERTISEMENT
વર્લ્ડ કપની ટીમમાં પસંદ થયા બાદ અશ્વિને આપ્યું મોટું નિવેદન
ICC વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે, જેની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ પહેલા તમામ ટીમો પ્રેક્ટિસ મેચ રમી રહી છે. શનિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રેક્ટિસ મેચ યોજાવાની હતી પરંતુ વરસાદને કારણે આ મેચ રદ કરવામાં આવી હતી. આ મેચ દરમિયાન ભારતના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પોતાના કરિયર અને વર્લ્ડ કપ પર મોટું નિવેદન આપ્યું છે.
ભારત માટે આ મારો છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે
રવિચંદ્રન અશ્વિને આગળ વાત કરતા કહ્યું કે,'હું સારી લયમાં છું અને આ ટૂર્નામેન્ટનો આનંદ લેવા માંગુ છું. ભારત માટે આ મારો છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે, તેથી મારા માટે આખી ટૂર્નામેન્ટનો આનંદ માણવો મહત્વપૂર્ણ છે. વર્લ્ડ કપ ટીમમાં તેની અચાનક પસંદગી અંગે અશ્વિને કહ્યું કે, 'જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે. સાચું કહું તો મેં વિચાર્યું ન હતું કે હું વર્લ્ડ કપમાં ટીમ સાથે હાજર રહીશ. સંજોગોએ સુનિશ્ચિત કર્યું કે હું આજે અહીં છું, ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન રોહિત શર્માએ મારામાં વિશ્વાસ દર્શાવ્યો. તે માટે હું તેમનો આભાર માનું છું.'
અક્ષરની જગ્યાએ અશ્વિનને સ્થાન મળ્યું
જ્યારે ભારતીય પસંદગીકારોએ અગાઉ વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી, ત્યારે તેઓએ તેમાં રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કર્યો ન હતો. પરંતુ, જ્યારે ટીમને અંતિમ સ્વરૂપ આપવાની વાત આવી, ત્યારે તેઓએ અક્ષરની જગ્યાએ 15 સભ્યોની ટીમમાં અશ્વિનનો સમાવેશ કર્યો, એશિયા કપ 2023 દરમિયાન પટેલને ઈજા થઈ હતી, જેના કારણે તે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.
STORY | Ravichandran Ashwin says 2023 World Cup could be his last for India
— Press Trust of India (@PTI_News) September 30, 2023
READ: https://t.co/gO96MdbaSY
(PTI File Photo)#WorldCup2023 #ICCWorldCup2023 pic.twitter.com/FZIk4kBk0t
આંકડાઓની વાત કરીએ તો રવિચંદ્રન અશ્વિને ODI ફોર્મેટમાં રમાયેલા વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત માટે 10 મેચ રમી છે, જેમાં તેણે 2015માં રમાયેલા વર્લ્ડ કપમાં છેલ્લી મેચ રમી હતી. આ ટૂર્નામેન્ટમાં અશ્વિને 24.88ની એવરેજથી 17 વિકેટ લીધી છે.
=
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Mans Junior Asia Cup / ભારતે જીત્યો એશિયા કપનો ખિતાબ, ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવી બન્યું ચેમ્પિયન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.