બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

VTV / ગુજરાત / અમદાવાદ / These provide schools in Gujarat will give free education to such orphans

નિ:શુલ્ક શિક્ષણ / ગુજરાતની આ શાળાઓ આવી અનાથ બાળકોની વ્હારે,કહ્યું ફ્રીમાં શિક્ષણ આપીશું

Kiran

Last Updated: 01:29 PM, 31 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ખાનગી શાળાઓએ અનાથ બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપવાની જાહેરાત કરી, રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ અનાથ બાળકોને કરશે સહાય

  • અનાથ બાળકોની વ્હારે આવી ખાનગી શાળાઓ 
  • સરકાર દ્વારા પણ આર્થિક સહાય કરવામાં આવશે
  • અનાથ બાળકો માટે કેન્દ્ર સરકાર પણ કરશે મદદ

રાજ્યામાં કોરોનાને લીધે મંદી જેવો માહોલ છે જેના કારણે અનેક વેપાર ધંધાને અસર થઈ છે બીજી તરફ કોરોનાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. કેટલાકે પરિવાજનો સ્વજનો ગુમાવ્યા છે તો કેટલાક બાળકો અનાથ પણ થયા છે. ત્યારે રાજકોટની ખાનગી શાળાઓ અનાથ વિદ્યાર્થીઓની વ્હારે આવી છે. જે બાળકોએ કોરોના કાળમાં માતા પિતા ગુમાવ્યા હોય તેવા બાળકોને હવે ખાનગી શાળા મદદ રૂપ બનશે.  

 

ખાનગી શાળાઓ અનાથ બાળકોની વ્હારે 

રાજકોટમાં અનેક ખાનગી શાળાઓ અનાથ વિદ્યાર્થીઓની વ્હારે આવી છે. કોરોનાને કારણે અનાથ થયા હોય તેવા 25 અનાથ બાળકોની ફી માંફી કરવાનો શાળાઓએ નિર્ણય કર્યો છે આ શાળાઓમાં જય ઈન્ટરનેશનલ સ્કૂલ, SOS સ્કૂલ, અક્ષર પ્રાઈવેટ સ્કૂલ, સેન્ટ ગાર્ગી પ્રાઈવેટ સ્કૂલ સહિત અનેક ખાનગી સ્કૂલોએ પણ અનાથ વિદ્યાર્થીઓને ફી માફીનો નિર્ણય કર્યો છે. સાથે જ સાંઈરામ દવેની નચિકેતા સ્કૂલે પણ કોરોનાના કારણે માતા પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ આપવાની જાહેરાત કરી છે.

રાજ્ય સરકાર પણ અનાથ બાળકોને કરશે સહાય 

મહત્વનું છે કે ગુજરાત સરકાર દ્વારા પણ અનાથ બાળકો માટે  બાળ સેવા યોજનાનો પ્રારંભ કર્યો છે જેમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલ માતાપિતાના બાળકો માટે દર મહિને રૂપિયા 4000 સહાય આપવાની જાહેરાત કરી છે. તેમજ 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકો માટે આફ્ટર કેર યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં દર મહિને 6000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આવા બાળકો માટે વિદેશમાં અભ્યાસ માટે પણ મદદ કરવામાં આવશે. 

PM કેર ફંડમાંથી પણ આપવામાં આવશે સહાય  

કેન્દ્ર સરકારે પીએમ કેર ફંડ દ્વારા કોરોના વાયરસથી પ્રભાવિત થયેલા બાળકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. દેશમાં કોરોનાના કારણે અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આવા બાળકોને PM કેર ફંડમાંથી 10 લાખની મદદ કરાશે. તેમનો ભણવાનો ખર્ચ પણ આ ફંડમાંથી અપાશે. 18 વર્ષની ઉંમર સુધી દર મહિને આર્થિક મદદ કરાશે.આ ઉપરાંત બાળકની ઉંમર 23 વર્ષ થશે ત્યારે 10 લાખની સહાય અપાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ