બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / સ્પોર્ટસ / Cricket / These are the 3 most expensive overs in IPL history, this bowler stole 37 runs in one over.

IPL 2023 / IPL ઈતિહાસની આ છે 3 સૌથી મોંઘી ઓવર, એક ઓવરમાં આ બોલરે લૂંટાવ્યા હતા 37 રન

Megha

Last Updated: 12:52 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL Most Expensive Over: આજે અમે તમને એવી 3 ઓવર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં બેટ્સમેનોએ ઘણા રન બનાવ્યા અને એ IPL ઈતિહાસની 3 સૌથી મોંઘી ઓવર છે

  • IPL ઈતિહાસની 3 સૌથી મોંઘી ઓવર કઈ છે?
  • સુરેશ રૈનાએ બોલર પરવિન્દર અવાનાની એક ઓવરમાં 33 રન ફટકાર્યા
  • રવિન્દ્ર જાડેજાએ બોલર હર્ષલ પટેલની એક ઓવરમાં 37 રન બનાવ્યા 

IPL Most Expensive Over: દર વર્ષે IPLમાં ઘણી હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે અને આ સિઝનમાં પણ અમે એક ઇનિંગ્સમાં 200થી વધુ રન બનાવતા જોયા છે. આ સાથે જ આટલા મોટા સ્કોરનો પીછો કરતા જોયા છે. એવામાં આ લીગમાં દર વર્ષે અનેક તબતોડ ઇનિંગ્સ જોવા મળે છે અને ચાહકોને આ ઇનિંગ્સ ઘણી પસંદ આવે છે પણ બોલર માટે બોલિંગ કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. એવામાં આજે અમે તમને એવી 3 ઓવર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં બેટ્સમેનોએ ઘણા રન બનાવ્યા અને એ IPL ઈતિહાસની 3 સૌથી મોંઘી ઓવર પણ છે.

પરવિન્દર અવાના (વર્ષ-2014)
જણાવી દઈએ કે 2014 IPLમાં સુરેશ રૈનાએ પંજાબના બોલર પરવિન્દર અવાનાની એક ઓવરમાં 33 રન ફટકાર્યા હતા. જણાવી દઈએ કે આઈપીએલના ઈતિહાસમાં આ ત્રીજી સૌથી મોંઘી ઓવર છે. આ 2014ના ક્વોલિફાયર 2માં ચેન્નાઈનો મુકાબલો કિંગ્સ ઈલેવન પંજાબ સાથે થયો હતો જેમાં ચેન્નાઈને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં રૈનાએ પોતાની ધમાકેદાર ઈનિંગ્સથી બધાના દિલ જીતી લીધા હતા અને ઇનિંગની છઠ્ઠી ઓવરમાં પરવિન્દર અવાના બોલિંગ માટે આવ્યો અને સુરેશ રૈનાએ તેની ઓવરમાં કુલ 33 રન બનાવ્યા. આ ઓવરમાં રૈનાએ 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. 

હર્ષલ પટેલ (વર્ષ-2021)
બીજી મોંઘી ઓવરની વાત કરીએ તો IPL 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચમાં રવિન્દ્ર જાડેજાએ એક ઓવરમાં 37 રન બનાવ્યા હતા. જણાવી દઈએ કે જાડેજાએ આ કામ આરસીબીના હર્ષલ પટેલ સામે કર્યું હતું. એ મેચમાં જાડેજાએ આ ઓવરમાં 5 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ 28 બોલમાં 62 રન બનાવ્યા હતા. નોંધનીય છે કે ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગની છેલ્લી ઓવરમાં હર્ષલ પટેલ સામે હતો રવિન્દ્ર જાડેજા અને જાડેજાએ 5 છગ્ગા ફટકારીને ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 191 સુધી પહોંચાડ્યો હતો. આ સાથે જ જાડેજા એક ઓવરમાં 5 છગ્ગા મારનાર આઈપીએલ ઈતિહાસનો ત્રીજો ખેલાડી બન્યો.

પ્રશાંત પરમેશ્વરન (વર્ષ-2011)
મોંઘી ઓવરની વાત કરીએ તો IPLના ઈતિહાસની સૌથી મોંઘી ઓવર 2011માં નાખવામાં આવી હતી. જણાવી દઈએ કે 8 મે 2011ના રોજ IPLની ચોથી સિઝનમાં ફેંકાઇ હતી. એ સમયે કોચી ટસ્કર્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ સામે થયો હતો જેમાં મેચની એક ઓવરમાં 37 રન બનાવ્યા હતા. જણાવી દઈએ કે આ સિદ્ધિ ક્રિસ ગેલે કરી હતી. ક્રિસ ગેલે ઇનિંગની ત્રીજી ઓવરમાં પ્રશાંત પરમેશ્વરન સામે જબરદસ્ત બેટિંગ કરી હતી જેમાં તેને 4 સિક્સર અને 3 ફોર ફટકારીને કુલ 37 રન બનાવ્યા. મહત્વનું છે કે આ ઓવરમાં નો બોલનો 1 રન પણ હતો. આ ઓવરમાં 6, નો બોલ + 6, 4, 4, 6, 6, 4 રન બનાવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ