બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ટેક અને ઓટો / these 5 CNG cars give high mileage with low price in india

તમારા કામનું / કારને ચલાવો બાઈકના ખર્ચે, જાણો સૌથી સસ્તી અને વધુ માઈલેજ આપતી 5 કાર વિશે

MayurN

Last Updated: 03:40 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે તમને એવી 5 CNG કાર્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેમાં સૌથી વધુ માઇલેજ છે. અને આ 5 કારોમાં સૌથી વધુ માઇલેજ મારુતિ સુઝુકી સેલેરિયોનું છે.

  • પેટ્રોલ કાર કરતા ડીઝલ કાર કરતા CNG કારની વધુ માઈલેજ
  • CNG કારની માઈલેજની વાતમાં સૌથી વધુ મારુતિ સુઝુકીની કારો
  • સૌથી વધુ માઇલેજ મારુતિ સુઝુકી સેલેરિયોનું

પેટ્રોલ કાર કરતા ડીઝલ કાર વધુ માઇલેજ આપે છે પરંતુ સીએનજી કાર આ બન્ને પ્રકારની કાર કરતા વધુ માઇલેજ આપે છે. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિને વધુ માઇલેજવાળી કાર જોઈએ છે, તો સીએનજી કાર તેમના માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. પરંતુ, હવે કોઇ પણ વ્યક્તિના મનમાં સવાલ આવી શકે છે કે માર્કેટમાં આટલી બધી સીએનજી કાર છે, તેમાંથી કઇ સારી હશે અથવા કઇ સીએનજી કારમાં સૌથી વધુ માઇલેજ હશે. ત્યારે આજે અમે તમને એવી જ 5 CNG કાર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેમાં સૌથી વધુ માઇલેજ છે. આમાં સૌથી વધુ માઇલેજ મારુતિ સુઝુકી સેલેરિયોનું છે. આ પછી મારુતિ સુઝુકી વેગનઆર સીએનજી, ત્યારબાદ મારુતિ અલ્ટો સીએનજી, ત્યારબાદ મારુતિ સુઝુકી એસ-પ્રેસો સીએનજી અને છેલ્લે હ્યુન્ડાઇ સેન્ટ્રો સીએનજીનો ક્રમ આવે છે.

મારુતિ સુઝુકી સેલેરિયો સીએનજી (માઇલેજ- 35.6 KM/kg સીએનજી)
મારુતિ સુઝુકી સેલેરિયો સીએનજીની કિંમત 6.69 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. આ કારમાં 998 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 57hp પાવર અને 82.1 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ જ એન્જિન સાથે સીએનજી કિટ આપવામાં આવે છે.

મારુતિ વેગનઆર સીએનજી (માઇલેજ- 32.52 KM/kg સીએનજી)
વેગનઆર સીએનજી મારુતિ સુઝુકી સેલેરિયો પછી બીજા ક્રમની સૌથી વધુ માઇલેજ આપતી કાર છે. તેમાં 1.0 લિટર પેટ્રોલ એન્જિન છે અને આ સાથે સીએનજી કિટ પણ આવે છે. મારુતિ વેગનઆર સીએનજીની કિંમત 6.42 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે.

મારુતિ અલ્ટો સીએનજી (માઇલેજ- 31.59 KM/kg સીએનજી)
આ લિસ્ટમાં ત્રીજા નંબરે મારુતિ અલ્ટો CNG છે. આ કારમાં 796 સીસી એન્જિન આપવામાં આવ્યું છે, જે 35.3kW અને 69 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ એન્જિન સાથે સીએનજી કિટ આવે છે. અલ્ટો સીએનજીની કિંમત 5.03 લાખ રૂપિયા છે.

મારુતિ સુઝુકી એસ-પ્રેસો સીએનજી (માઇલેજ- 31.2 KM/kg સીએનજી)
આ યાદીમાં ચોથા ક્રમે મારુતિ સુઝુકી એસ-પ્રેસો CNG છે. જો કે, તે અલ્ટો કરતા ખૂબ જ ઓછી માઇલેજ આપે છે. તેની કિંમત 5.38 લાખ રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્હી) છે. તેમાં 1.0 લીટરનું પેટ્રોલ એન્જિન મળે છે.

હ્યુન્ડાઇ સેન્ટ્રો સીએનજી (માઇલેજ- 30.48 KM/kg સીએનજી)
સૌથી વધુ માઇલેજ ધરાવતી ટોપ-5 સીએનજી કારમાં હ્યુન્ડાઇ સેન્ટ્રો સીએનજી પાંચમા ક્રમે છે. તેની કિંમત 6.10 લાખ રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્હી) છે. તેમાં 1.1 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 60 પીએસ પાવર અને 85 એનએમ ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ