બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / The youth of the country is suffering from unemployment, more than twice as many people have registered than last year

ચિંતા / દેશનાં યુવાનોને રડાવતી બેરોજગારી, ગત વર્ષ કરતાં ડબલથી વધારે લોકોએ કરાવી નોંધણી, આ રાજ્યમાં સૌથી વધુ

Priyakant

Last Updated: 11:30 AM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં બેરોજગારોની નોંધણીમાં નોંધપાત્ર વધારો થતાં બેરોજગારોનો આંક એક વર્ષમાં બમણો થયો,  2021-22માં 65.41 લાખ લોકોએ નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ પર નોંધણી કરાવી

  • દેશમાં બેરોજગારોની નોંધણીમાં નોંધપાત્ર વધારો
  • ઝારખંડમાં સૌથી વધુ બેરોજગાર નોંધાયા 
  • 2020-21માં 28.47 લાખ લોકોએ NCS પોર્ટલ પર નોંધણી કરાવી હતી 
  • 2021-22માં 65.41 લાખ લોકોએ NCS પોર્ટલ પર નોંધણી કરાવી  

ભારતમાં બેરોજગારોની સંખ્યાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ દેશમાં બેરોજગારોની નોંધણીમાં નોંધપાત્ર વધારો થતાં બેરોજગારોનો આંક એક વર્ષમાં બમણો થયો છે. જેમઆ ઝારખંડમાં સૌથી વધુ બેરોજગાર નોંધાયા છે. વર્ષ 2020-21માં 28.47 લાખ લોકોએ નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ પર નોંધણી કરાવી હતી તો 2021-22માં 65.41 લાખ લોકોએ નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ પર નોંધણી કરાવી છે. આ સાથે એક ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે, 2021-22માં નેશનલ કરિયર સર્વિસ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલુ કુલ બજેટ પણ વપરાયું નથી. 

ભારતમાં બેરોજગારોની નોંધણીમાં નોંધપાત્ર વધારો

દેશમાં બેરોજગારોની નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો છે. નાણાકીય વર્ષ 2020-21માં 28 લાખની સરખામણીએ વર્ષ 2021-22માં 65 લાખથી વધુ બેરોજગાર લોકોએ નોંધણી કરાવી છે. તાજેતરમાં લોકસભામાં સરકાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી છે. નાણાકીય વર્ષ 2020-21માં, રોજગાર મેળવવા માંગતા કુલ 28.47 લાખ લોકોએ નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ પર નોંધણી કરાવી હતી. તે જ સમયે, આગામી વર્ષ 2021-22માં, રોજગાર શોધનારાઓની નોંધણીની સંખ્યા વધીને 65.41 લાખ થઈ ગઈ છે. તેમાંથી ઝારખંડમાં વર્ષ 2021-22માં સૌથી વધુ નોંધણી થઈ છે.

બજેટ ફાળવણી કરતા ઓછો ખર્ચ કર્યો

નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ દ્વારા સરકારનો ઉદ્દેશ્ય દેશના યુવાનોને વધુ સારી રોજગારીની તકો અને કારકિર્દી વિકાસ સહાયક સુવિધાઓ પ્રદાન કરવાનો છે. જોકે આ માટે બજેટમાં ફાળવવામાં આવેલી સમગ્ર રકમ ખર્ચવામાં આવતી નથી. નેશનલ કરિયર સર્વિસ પ્રોજેક્ટ માટે નાણાકીય વર્ષ 2019-20નું બજેટ 50 કરોડ રૂપિયાનો અંદાજ હતો, પરંતુ ખર્ચ 63.93 કરોડ રૂપિયા હતો. જ્યારે નાણાકીય વર્ષ 2020-21માં બજેટ અંદાજ 79.39 કરોડ રૂપિયા હતો, પરંતુ ખર્ચ માત્ર 43.80 કરોડ રૂપિયા હતો. પછીના વર્ષે, નાણાકીય વર્ષ 2021-22માં, બજેટ અંદાજ ઘટાડીને 57 કરોડ રૂપિયા કરવામાં આવ્યો અને તેમાંથી માત્ર 24.30 કરોડ રૂપિયા જ ખર્ચી શકાયા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ