બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / ગુજરાત / અમદાવાદ / The youth dropped in the Kharia canal of Kankerage

બનાસકાંઠા / કાંકરેજની ખારિયા કેનાલમાં યુવકે પડતું મૂક્યું, ઘટનાનો LIVE વીડિયો આવ્યો સામે, એક જીવ બચાવવા કૂદયો પણ..

Vishal Khamar

Last Updated: 11:00 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાંકરેજનાં ખારિયા હાઈવે પરથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં સાંજનાં સુમારે એક યુવક દ્વારા છલાંગ લગાવી મોતને વ્હાલુ કરતા ચકચાર મચી જવા પામી હતી.

  • કાંકરેજના ખારિયા નર્મદા મુખ્ય કેનાલમાં યુવકે ઝંપલાવ્યુ
  • હાઇવે ઉપરના પુલ પરથી મુખ્ય કેનાલમાં લગાવી મોતની છલાંગ
  • અગમ્ય કારણોસર છલાંગ લગાવ્યાનું અનુમાન

બનાસકાંઠાનાં કાંકરેજનાં ખારિયા હાઈવે પરનાં પુલ પરથી સાંજના સુમારે એક યુવક દ્વારા નર્મદા મુખ્ય કેનાલમાં ઝંપલાવ્યું હતું.  ત્યારે યુવકે કેનાલમાં ઝંપલાવતા ત્યાં ઉભેલા ગ્રામજનોની નજર યુવક પર પડતા સ્થાનિક તરવૈયાઓ તાત્કાલીક યુવકને બચાવવા માટે કેનાલમાં ઝંપલાવ્યું હતું. ત્યારે સ્થાનિક તરવૈયાઓ દ્વારા દોરડાથી યુવકનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું યુવક ઉંડા પાણીમાં ડૂબી જતા તેની કોઈ ભાળ મળવા પામી ન હતી. ત્યારે પુલ પરથી મુખ્ય કેનાલમાં યુવકે છલાંગ લગાવતો વીડિયો વાયરલ થવા પામ્યો હતો. ત્યારે હાલ તો યુવકે અગમ્ય કારણોસર છલાંગ લગાવ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવકની લાશને શોધવાની કામગીરી શરૂ કરી હતી.

યુવકે ક્યાં કારણોસર મોતની છલાંગ લગાવી તે અકબંધ
ઘટનાની જાણ ગામમાં વાયુ વેગે પ્રસરતા મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ યુવકના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ આ અંગની જાણ ફાયર ફાઈટરને કરતા ફાયર ફાઈટરનાં કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી યુદ્ધનાં ધોરણે યુવકને શોધવાની કામગીરી હાથ ધરી હતી. યુવકને કેનાલમાં છલાંગ લગાવતો વીડિયો સોશિયલ મીડીયા પર વાયરલ થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડ્યા હતા. ત્યારે સ્થાનિક તરવૈયાઓએ પણ કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે મોડી રાત સુધી યુવકની લાશ મળવા પામી ન હતી.  યુવકે ક્યાં કારણોસર મોતની છલાંગ લગાવી તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ