બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ભારત / The WFI controversy is not over yet! sakshi said - did not see the order of suspension in writing, Sanjay Singh said - I will go to meet PM Modi

WFI controversy / WFIનો વિવાદ હજુ શમ્યો નથી! સાક્ષીએ કહ્યું-સસ્પેન્શનનો આદેશ લેખિતમાં નથી જોયો, સંજય સિંહ બોલ્યા- હું PM મોદીને મળવા જઈશ

Megha

Last Updated: 08:20 AM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WFIની નવી કમિટીને સસ્પેન્ડ કરવા પર સાક્ષી મલિકે કહ્યું કે આ અંગે તેમને લેખિતમાં કોઈ સૂચના મળી નથી. તો અધ્યક્ષ પદ પરથી સસ્પેન્ડ થયા બાદ સંજય સિંહે કહ્યું, 'હું PMને મળવા જઈશ'

  • WFIની નવી ચૂંટાયેલી એક્ઝિક્યુટીવ કમિટીને સસ્પેન્ડ કરી દીધી 
  • સસ્પેન્ડ થયા બાદ સંજય સિંહે કહ્યું, 'હું PMને મળવા જઈશ'
  • 'જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું પદ્મશ્રી પાછો નહીં લે'- બજરંગ પુનિયા

કુસ્તીબાજો અને બૃજભૂષણ શરણ સિંહને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત સરકારના ખેલ મંત્રાલયે કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાની નવી ચૂંટાયેલી એક્ઝિક્યુટીવ કમિટીને સસ્પેન્ડ કરી દીધી હતી. મંત્રાલયે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે WFIએ હાલના નિયમો પ્રત્યે સંપૂર્ણ બેદરકારી દર્શાવી છે.

અધ્યક્ષ પદ પરથી સસ્પેન્ડ થયા બાદ સંજય સિંહનું કહેવું છે કે તે આ વિશે વડપ્રધાન નરેન્દ્ર મોદી અને ખેલમંત્રી અનુરાગ ઠાકુર સાથે વાત કરશે. સાથે જ બૃજભૂષણ શરણ સિંહે જણાવ્યું હતું કે ગોંડાને આ ગેમ્સના આયોજન માટે પસંદ કરવામાં આવ્યું હતું કારણ કે આટલા ઓછા સમયમાં અન્ય કોઈ ફેડરેશન ગેમ્સનું આયોજન કરી શકે તેમ નથી. 

'જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું પદ્મશ્રી પાછો નહીં લે'
ફેડરેશન રદ કરવા પર સાક્ષી મલિકે કહ્યું કે તેને આ માહિતી મીડિયા દ્વારા મળી છે. આ અંગે તેમને લેખિતમાં કોઈ સૂચના મળી નથી. દરમિયાન, પદ્મશ્રી પુરસ્કાર પરત કર્યા બાદ બજરંગ પુનિયાએ કહ્યું છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ તેમનો એવોર્ડ પાછો નહીં લે. આ વિશે વાત કરતાં બજરંગ પુનિયાએએ કહ્યું કે 'હું હાલ મારો પદ્મશ્રી પાછો નહીં લઉં, ન્યાય મળ્યા બાદ આ વિશે વિચારીશ, કારણકે કોઈ પણ એવોર્ડ કે પુરસ્કાર અમારી બહેનોના સમ્માનથી મોટો નથી.' 

sakshi malik mother said sudesh on her retirementi

સંજયસિંહ WFI પ્રેસિડન્ટ બનતાં સાક્ષીએ આપ્યું હતું રાજીનામું
નોંધનીય છે કે આ વર્ષે કુસ્તીબાજોના વિરોધ પછી ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહને રેસલિંગ એસોસિએશનના પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. તે પછી ચૂંટણી યોજાઈ અને બૃજભૂષણ શરણના નજીકના કહેવાતા સંજય સિંહ ચૂંટણી જીત્યા હતા. સંજય સિંહ પ્રમુખ બન્યા બાદ દિગ્ગજ રેસલર સાક્ષી મલિકે પત્રકાર પરિષદમાં કુસ્તી છોડવાની જાહેરાત કરી હતી. તેમના પછી બજરંગ પુનિયાએ પદ્મશ્રી પરત કર્યો. તેમના સિવાય હરિયાણાના પેરા એથ્લીટ વીરેન્દ્ર સિંહે પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ