બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / The vitamins and minerals found in Urad Dal are less found in other pulses

હેલ્થ / એનર્જીથી ભરપૂર આ દાળ તમારા શરીરને બનાવશે 'લોખંડી', જેની આયુર્વેદ પણ કરે છે પ્રશંસા, જાણો ફાયદા

Pooja Khunti

Last Updated: 09:03 AM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits of Urad Dal: અડદની અંદર મળતા વિટામીન્સ અને મિનરલ્સ અન્ય કઠોળમાં ઓછા જોવા મળે છે. આયુર્વેદ અડદને નૉનવેજનો વિકલ્પ માને છે.

  • આયુર્વેદ પ્રમાણે આ દાળ સ્ત્રીઓ માટે ગુણકારી છે
  • આ દાળમાં સ્નાયુઓ અને હાડકાંને મજબૂત બનાવવાની ક્ષમતા છે
  • આ દાળનું સેવન હ્રદય માટે ફાયદાકારક માનવામાં આવે છે

દુનિયાની અંદર જેટલાં પણ કઠોળ છે તેમાં અડદની દાળ સૌથી વધુ  તાકતવર છે. આ દાળને નૉનવેજનાં વિકલ્પ તરીકે જોવામાં આવે છે. તેનો અર્થ એમ થાય છે કે નૉનવેજ ખાવાથી જેટલી શક્તિ મળે છે એટલી જ શક્તિ અડદની દાળ ખાવાથી પણ મળે છે. અન્ય કઠોળની માત્રામાં અડદની અંદર વધુ પ્રમાણમાં વિટામીન્સ અને મિનરલ્સ હોય છે. આજકાલનાં ન્યુટ્રિશિયન અને કંસલટન્ટ તો આ કઠોળથી પ્રભાવિત છે જ પણ પ્રાચીન આયુર્વેદનાં ગ્રંથમાં પણ આ કઠોળનાં ગુણ વિશે જણાવવામાં આવ્યું છે. 

અડદની વિશેષતા 
અડદની દાળમાં ઘણા પોષક તત્વ હોય છે. અડદની અંદર કેલરી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફોલેટ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, એડિબલ ફાઈબર જેવાં અનેક વિટામીન્સ અને મિનરલ્સ હોય છે. અડદની દાળ શરીરને જરૂરી દરેક પોષક તત્વોને પૂરા પાડવા માટે  યોગ્ય છે. અડદની ચિકાસ જ તેની વિશેષતા છે. 

આયુર્વેદ 
આયુર્વેદ અડદની દાળને નૉનવેજનું વિકલ્પ માને છે. નૉનવેજ ખાવાથી જે તાકાત શરીરને મળે છે તે તાકાત અડદની દાળ ખાવાથી પણ મળે છે. તેની અંદર મળતા તત્વો સ્વાસ્થ્ય માટે તો ગુણકારી છે જ પણ સાથે-સાથે જાતીય સ્વાસ્થ્ય સમસ્યાઓને પણ સુધારવામાં મદદરુપ થાય છે. અડદ કુદરતી રીતે મીઠી અને તાસીરમાં ગરમ હોય છે. અડદની દાળ વાટ ઘટાડે છે, ઉર્જા, ભૂખ, શુક્રાણુ અને વજન વધારે છે. 

સ્ત્રીઓ માટે ફાયદાકારક 
આયુર્વેદ પ્રમાણે આ દાળ સ્ત્રીઓ માટે ગુણકારી છે. તેની અંદર આયર્ન અને પ્રોટીન પૂરતા પ્રમાણમાં હોય છે. એટલા માટે આ દાળ માસિક સ્ત્રાવથી થતી નબળાઈ અને એનિમિયાને અટકાવે છે. તે એમેનોરિયા અને પીસીઓએસ [માસિક સ્ત્રાવથી સંબંધિત સમસ્યાઓ] ની સારવાર માટે અસરકારક માનવામાં આવે છે.  

હાડકાંને મજબૂત બનાવે 
આ દાળની અંદર સ્નાયુઓ અને હાડકાંને મજબૂત બનાવવાની ક્ષમતા છે.  આ દાળની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવાં અનેક મહત્વપૂર્ણ ખનીજો પૂરતા પ્રમાણમાં હોય છે.  આ તત્વો સ્નાયુઓને મજબૂત બનાવે છે અને તેના ધોવાળને સતત સુધારવાનું કામ કરે છે. આ દાળની અંદર રહેલ ચિકાસ હાડકાંનાં ઘનત્વને જાળવવામાં મદદ કરે છે. વધતી જતી ઉંમરનાં કારણે હાડકાનું ઘનત્વ ઘટવા લાગે છે પણ નિયમિત રીતે દાળનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. 

સ્વાસ્થ્યને થતાં અન્ય ફાયદાઓ  
આ દાળની અંદર કેલરી અને કાર્બોહાઈડ્રેટ શરીરની અંદર ઊર્જા પ્રદાન કરે છે. આ દાળની અંદર એડિબલ ફાઈબર હોય છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. આ દાળની અંદર વિટામિન A પણ હોય છે જે ત્વચાની ચમકને જાણવી રાખવા માટે જાણીતું છે. આ બધા જ વિટામિન્સ અને મિનરલ્સ સાંધાનાં દુ:ખાવાને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. આ દાળનું સેવન હ્રદય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. 

અડદ દાળનો ઇતિહાસ 
આ દાળનું મૂળ સ્થાન ભારત જ માનવામાં છે. ઘણાં વર્ષોથી આ દાળનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. વિશેષ વાત એ છે કે આ દાળનાં વિશ્વનાં કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 70 ટકા જેટલો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ