બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / The temple will be built there... PM Modi's connection with Nara, see a video from three decades ago

અયોધ્યા રામ મંદિર / VIDEO: મંદિર ત્યાં જ બનશે... નારા સાથે PM મોદીનું કનેક્શન, જુઓ ત્રણ દાયકા પહેલાનો વીડિયો

Priyakant

Last Updated: 02:27 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: PM મોદીને ભાજપ સંગઠનમાં જવાબદારી મળી ત્યારે  'મંદિર વહી બનાયેંગે...'નું પ્રારંભિક સૂત્ર જે મંદિર ચળવળનું સૂત્ર બન્યું, તે ત્રણ દાયકા પહેલા PM મોદીએ લખ્યું હતું

  • 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જોડાશે PM મોદી 
  • રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રહ્યા છે PM મોદી
  • ભાજપના સામાન્ય કાર્યકર હતા ત્યારે પણ મંદિર આંદોલનને લગતા કાર્યક્રમોમાં હાજર રહેતા PM મોદી 

Ayodhya Ram Mandir : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે. આ સમારોહ બપોરે 12.30 કલાકે શરૂ થશે. આ માટે અયોધ્યામાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. નોંધનિય છે કે,  PM મોદી પોતે રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ ભાજપના સામાન્ય કાર્યકર હતા ત્યારે પણ મંદિર આંદોલનને લગતા કાર્યક્રમોમાં હાજર રહેતા હતા. બાદમાં જ્યારે તેમને ભાજપ સંગઠનમાં જવાબદારી મળી ત્યારે તેમણે મોટી જવાબદારીઓ નિભાવી. 'મંદિર વહી બનાયેંગે...'નું પ્રારંભિક સૂત્ર જે મંદિર ચળવળનું સૂત્ર બન્યું, તે ત્રણ દાયકા પહેલા PM મોદીએ લખ્યું હતું. રામ મંદિર નિર્માણ માટે જનજાગૃતિ અભિયાનમાં આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રામમંદિર આંદોલન માટે ગુજરાતમાં શરૂ કરાયેલ જનજાગૃતિ અભિયાનમાં PM મોદીએ ભાજપના મહાસચિવ તરીકેની તેમની ક્ષમતામાં 'મંદિર ત્યાં હતું, છે, અને ત્યાં જ બનશે...' એવી પંક્તિઓ લખી હતી. જનજાગૃતિમાં વપરાયેલી આ જ પંક્તિઓ ભવિષ્યમાં ત્યાં મંદિર બનશે તેવું સૂત્ર બની ગયું. તેવું કહી શકાય છે. આ પંક્તિઓ રામમંદિર આંદોલનનું મુખ્ય સૂત્ર બની હતી. ગુજરાતની વાત કરીએ તો વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે ત્રણ દાયકા પહેલા અયોધ્યામાં મંદિર નિર્માણને લઈને એક મોટું જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું.

સહી ઝુંબેશ પણ હાથ ધરાઇ હતી 
1993માં સાધના પત્રિકામાં છપાયેલા એક લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તે સમયે ભાજપના મહાસચિવ રહેલા નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી મહિનામાં જનજાગૃતિ માટે મહોલ્લા સભાઓ, પ્રભાતફેરી અને પરિષદોનું આયોજન કેવી રીતે કર્યું હતું? તેના દ્વારા તેમણે આ અભિયાનને સમાજના તમામ વર્ગોમાં ફેલાવ્યું. આ પછી જ સહી ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ દરેક જિલ્લામાંથી 10 હજાર સહીઓનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતમાંથી લગભગ 50 લાખ સહીઓ મળી હતી.

વધુ વાંચો: એ નાગા સાધુ કે જેઓ કાયદાનો અભ્યાસ કરીને લડ્યા રામલલાનો કેસ, હવે શ્રીકૃષ્ણની જન્મભૂમિ પર નજર

સ્પષ્ટ હતી નરેન્દ્ર મોદીની માંગ 
આ તમામ હસ્તાક્ષર દેશના રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યા હતા. શ્રી રામના જન્મસ્થળ પર ભવ્ય મંદિર બનાવવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે નરેન્દ્ર મોદીએ રામમંદિર આંદોલનને સરકાર વિરુદ્ધ હિંદુ ઓળખ માટેનો સંઘર્ષ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હિન્દુ ગૌરવને વિજયી બનાવવા માટે આ એક જન આંદોલન છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ જનજાગૃતિ અભિયાનનું સૂત્ર એ હશે કે મંદિર હતું, છે અને ત્યાં જ બનશે.ત્યારે તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિને સંબોધિત મેમોરેન્ડમમાં અમે માંગ કરીશું કે, મંદિર જન્મસ્થળની ઉપર બનાવવું જોઈએ અને મસ્જિદ પંચકોસી પરિક્રમાની બહાર પરંપરાગત રીતે રહેવી જોઈએ. પાછળથી PM મોદીના જન જાગરણ અભિયાન માટે આપવામાં આવેલી લાઇન જેવું જ સૂત્ર સમગ્ર રામ મંદિર આંદોલનનું પ્રતીક બની ગયું. કહેવામાં આવ્યું કે રામલલા હમ આયેંગે, મંદીર વહીં બનાયેગેં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ