બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The temperature crossed 41 degrees in most parts of Gujarat

હાય રે ગરમી / ગુજરાત તપ્યું: મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર, અમદાવાદમાં 2 દિવસ 'યલો એલર્ટ'

Malay

Last Updated: 08:16 AM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Extreme heat in Gujarat: ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના 11 શહેરોનું તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું છે. અમદાવાદ, ભાવનગર અને પાટણમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

 

  • રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્
  • 11 શહેરનું તાપમાન 41 ડિગ્રીથી વધુ 
  • આગામી દિવસોમાં થઈ શકે 46 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં ગરમી કેર વર્તાવી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રીને વટાવી ગયું છે. આકાશમાંથી અગનજ્વાળાઓ વરસી રહી છે. લોકો કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસાન જોવા મળી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે પંખા અને એસીનો સહારો લઈ રહ્યા છે. 

11 શહેરોનું તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું
અમદાવાદ, પાટણ અને ભાવનગર રાજ્યના સૌથી ગરમ શહેર બન્યા છે. 11 શહેરનું તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું છે. અમદાવાદ, ભાવનગર અને પાટણમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 42.9 ડિગ્રી, હિંમતનગરમાં 42.2 ડિગ્રી, છોટાઉદેપુર અને ડીસામાં નોંધાયું 42 ડિગ્રી, વડોદરામાં 41.8 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી, જૂનાગઢમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

ગુજરાત તપ્યું, રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર,  જુનાગઢ પર્વત પર તો 47 ડિગ્રી, અમદાવાદમા અસહ્ય તાપ | In most of the cities  of the ...

અમદાવાદમાં 2 દિવસ યલો એલર્ટની આગાહી
હવામાન વિભાગ દ્વારા જણાવવા આવી રહ્યું છે કે, આજથી ગરમીથી આંશિક રાહત મળશે. તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. જોકે,  અમદાવાદવાસીઓને ગરમીથી હાલ કોઈ રાહત નહીં મળે. અમદાવાદમાં 2 દિવસ યલો એલર્ટની આગાહી છે. અમદાવાદમાં 41-42 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. 

હિટવેવની આગાહી 
હાલ ગુજરાતમાં સતત વધતી જતી ગરમી અને હીટવેવની આગાહીને લઈ આરોગ્ય વિભાગે આગમચેતી રૂપે જિલ્લાઓને પત્રો દ્વારા જાણ કરી છે. જેમાં ખાસ કરીને જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારીઓને હીટવેવની તૈયારી કરવા સૂચના આપી છે. જે અંતર્ગત સફેદ અને સુતરાઉ કપડા પહેરવા, પાણી પીવા બાબતે સૂચના અપાઈ તો હેલ્થ એન્ડ વેલનેસ સેંટર, CHC-PHC પર માર્ગદર્શન અપાશે. 

10 બેડ ઉભા કરાયા
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગરમીથી હિટ સ્ટ્રોક થયેલા દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ ખાતે તાત્કાલિક 10 બેડ ઉભા કરાયા છે. બપોરે ગરમીમાં કામ વગર બહાર ન નીકળવા તબીબો દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ રીતે કરો 'હીટવેવ'થી પોતાનો બચાવ
1. ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
2. ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
3. ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
4 ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
5. તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
6. હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
7. બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે   છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો. 
8. હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
9. બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
10. તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને   નિયમિતપણે તેન લગાવતા રહો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ