બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / The team of Ahmedabad cyber crime branch arrested the blackmailing gang

ક્રાઈમ / એપ્લિકેશન માધ્યમથી લોન લેતા હોય તો ચેતજો.! અમદાવાદમાં અનેક લોકો બન્યા ભોગ, મોડસ ઓપરેન્ડી મેડ ઈન ચાઈના

Dinesh

Last Updated: 05:43 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news : અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપી પાસેથી ચાર મોબાઇલ અને બે લેપટોપ કબજે કરી કર્યો છે તેમજ 50 ટીબી ડેટા પણ મળી આવ્યો છે

  • એપ્લિકેશનના માધ્યમથી બ્લેકમેઈલીંગ કરતી ગેંગ ઝડપાઈ
  • સાઈબર ક્રાઈમે નોઈડા અને પુનામાંથી બે ઓરોપીઓને ઝડપ્યા
  • બ્લેકમેઇલના પૈસા ભારતથી ચાઈના ક્રિપ્ટો કરન્સીમાં મોકલાતા


Ahmedabad news : એપ્લિકેશન માધ્યમથી લોન લેતા હોય તો ચેતી જજો, કારણ કે તમારા ડેટાની ચોરી કરીને તમને બ્લેકમેઈલીંગનો ભોગ બનાવી શકે છે.  બ્લેકમેઈલીંગના કાંડ કરતી એક ગેંગના બે લોકોની નોઈડા અને પુનાથી ધરપકડ કરી છે. ચાઈનામાં બેઠલા એક ભારતીય નાગરિક દ્વારા આ લોન ફ્રોર્ડનું નેટવર્ક ચાલતું હોવાનું ખુલાસો થયો છે.  પૈસાની જરૂરિયાત માટે મોબાઇલ એપ્લિકેશનથી લોન લેતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાયબર ક્રાઇમની ટીમે લોન ફ્રોર્ડ અને બ્લેકમેઇલ કરતી ગેંગનું નેટવર્ક ઝડપીને બે આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલો એવો છે કે, દેશભરમાં એપ્લિકેશનથી લોન મેળવ્યા બાદ લોકોને બ્લેકમેઇલ કરીને રૂપિયા પડાવતી ગેંગની અનેક ફરિયાદો સામે આવી હતી. જેમાં અમદાવાદમાં પણ અનેક લોકો આ ગેંગનો ભોગ બન્યા હતા. 

કરોડોની સંખ્યામાં લોકોના ડેટા
સાયબર ક્રાઇમની ટીમે ટેક્નિકલ એનાલિસિસ કરી કોલિંગ કરનાર સર્વિસ અને ડેટાનું સર્વર શોધીને નોઈડા અને પુનામાં રેડ કરી આખું નેટવર્ક ઝડપયું છે. આ ગેંગના બે આરોપી પુનાથી વિજયકુમાર કુભાર અને નોઈડાથી ગૌરવસિંગની ધરપકડ કરવામાં આવી છે. તેમની તપાસમાં આ નેટવર્ક ચાઈનાથી ઓપરેટ થતું હોવાનું ખુલ્યું છે. સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપી પાસેથી ચાર મોબાઇલ અને બે લેપટોપ કબજે કરી તેમની પાસે રહેલો 50 ટીબી ડેટા મળી આવ્યો છે. જે ડેટામાં કરોડોની સંખ્યામાં લોકોના નામ અને સરનામાં સાથેની આખી પ્રોફાઈલ છે. એપ્લિકેશનમાં ચાલતા લોન નેટવર્કનું સિસ્ટમ ચાઈનાથી ઓપરેટ થતું હતું. જ્યારે તેનું મેનેજમેન્ટ ભારતના જુદા જુદા શહેરોમાં કોલ સેન્ટર દ્વારા થતું હતું. પરતું જે કોલિંગ માટેનું આખું સર્વર પુના અને નોઈડાથી ઓપરેટ કરવામાં આવતું હતું. જેનો માસ્ટર માઈન્ડ વિજયકુમાર કુંભાર હતો જે આઇટી કંપનીની આડમાં સર્વર મેનેજ કરતો હતો. જે સર્વર સિસ્ટમનું કનેક્શન નોઈડના ગૌરવસિંગ પાસે રહેતું હતું. આરોપી ગૌરવસિંગ વેબ વર્ક્સ ડેટા સેન્ટરની આડમાં સર્વર ચાલવાતો હતો. 

ચાઈનીઝ વ્યક્તિ પણ સંડોવાયેલા
આ સર્વરનું ઓપરેટ સિસ્ટમ ચાઈનામાં બેઠેલો ભારતીય નાગરિક કરતો હતો .જેની સાથે બે ચાઈનીઝ વ્યક્તિ પણ સંડોવાયેલા છે. તેઓ લોન લેનાર વ્યક્તિના પ્રોફાઈલ ડેટા ચોરી કરીને તેમના ફોટો પરથી અશ્લીલ ફોટો મોર્ફ કરીને બ્લેકમેઇલ કરીને પૈસા પડાવતા હતા. જેમાં અનેક લોકોએ બ્લેકમેઇલથી આપઘાત પણ કરી ચુક્યા હોવાની ઘટના સામે આવી છે.  પકડાયેલ બે આરોપીની પૂછપરછમાં છેલ્લા બે વર્ષથી આ સર્વર ઓપરેટ કરતા હોવાનું સામે આવ્યું છે. જેમાં બે લાખ સુધીનો પગાર ચૂકવામાં આવતો હતો. બ્લેકમેઇલના પૈસા ભારતથી ચાઈના ક્રિપટો કરન્સીમાં મોકલવામાં આવતા હતા. જેને લઈ સાયબર ક્રાઇમની ટીમ તપાસ હાથ ધરી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ