બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / The shelter of a poor family in Nana Khuntwada village of Bhavnagar was vandalized night and night by wind farm company Opera.

આવેદન / ઓપેરા કંપની દાદાગીરી.! ભાવનગરમાં વિધવા મહિલાનું ઘર એક રાતમાં જ પાડી નાખ્યું, પરિવારે આજીજી કરી ઈચ્છામૃત્યુની કરી માગ

Dinesh

Last Updated: 11:18 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

bhavnagar news : ભાવનગરના નાના ખુંટવડા ગામે એક ગરીબ પરિવારનો આશરો રાતો-રાત વિન્ડફાર્મ કંપની ઓપેરાએ દાદાગીરી સાથે તોડી પાડ્યો છે

  • ઓપેરા કંપની દાદાગીરી 
  • નાના ખુંટવડા ગામે એક પરિવારનો છીનવાયો આશરો
  • વિધવા મહિલાનું ઘર એક રાતમાં જ પાડી નાખ્યું


ભાવનગરના નાના ખુંટવડા ગામે એક ગરીબ પરિવારનો આશરો રાતો-રાત છીનવી લેવાયો છે. અને ધરમૂળમાંથી તેમનું મકાન ઉખાડી ફેંકાયું છે. વાત એમ છે કે, વસંતબેન સરવૈયા નામની વિધવા મહિલાએ પંચાયતની જમીન પર પોતાનું ઘર બનાવ્યું હતું. 

ન્યાય માટે કલેક્ટરને આપ્યું આવેદન
પરંતુ અચાનક બે દિવસ પહેલા 23મી સપ્ટેમ્બરે ઓપેરા વિન્ડફાર્મ કંપનીના કર્મચારીઓ આવ્યા. અને તેમના મકાનને પાડી નાખ્યું. જેથી મજૂરી કરી ગુજરાન ચલાવતો આ પરિવાર રસ્તા પર આવી ગયો છે. આ રીતે પોતાનું ઘર છિનવાતા વિધવા વસંતબેન અને તેનો પુત્ર ઈચ્છા મૃત્યુની માગ સાથે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા. અને હાથમાં પોસ્ટરો રાખી પવન ચક્કીનું સંચાલકન કરતી કંપનીના વિરોધમાં કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. 

સરવૈયા પરિવારની માગ
સરવૈયા પરિવારની હાલ એક જ માગ છે કે, તેમને ન્યાય આપો. અથવા ઈચ્છા મૃત્યુ માટે પરવાનગી આપો કારણ કે, આ રીતે ગરીબોનું શોષણ થતું રહેશે અને કોઈ બોલશે નહીં કે, ન્યાય નહીં આપે તો ગરીબ પાસે ઈચ્છા મૃત્યુ સિવાય બીજો કોઈ રસ્તો જ નહીં બચે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ