બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / The semi high speed luxurious Vande Bharat train became the first choice of passengers

Vande Bharat Train / ગુજરાતીઓને ગમી ગઈ વંદે ભારત ટ્રેન: શતાબ્દી કરતાં પણ વધારે ક્રેઝ, ચાર મહિનાથી છે હાઉસફૂલ, જાણો ખાસિયત

Malay

Last Updated: 11:04 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડતી સેમી હાઈસ્પીડ લક્ઝુરિયસ વંદે ભારત ટ્રેન મુસાફરોની પહેલી પસંદ બની છે. છેલ્લા 129 દિવસથી આ ટ્રેન હાઉસફૂલ જઈ રહી છે.

  • વંદે ભારત ટ્રેન પેસેન્જરોની પ્રથમ પસંદ
  • અમદાવાદથી મુંબઈની ટ્રેન પ્રથમ પસંદ
  • ટ્રેનમાં રોજનું સરેરાશ 200 વેઈટિંગ

અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેન પેસેન્જરોની પ્રથમ પસંદ બની છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે આ ટ્રેન શરૂ થઈ ત્યારથી એટલે કે 129 દિવસથી હાઉસફૂલ જઈ રહી છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે 70થી 110 કિલોમીટરની ઝડપે દોડતી આ ટ્રેનમાં રોજનું સરેરાશ 200 વેઈટિંગ હોય છે. આના પરથી લાગી રહ્યું છે કે લોકોમાં શતાબ્દી કરતા પણ વધારે વંદે ભારટ ટ્રેનનો ક્રેઝ છે.

પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેન પર ફરી પથ્થરમારો, એક અઠવાડિયામાં 3 ત્રીજી  ઘટના, બારીના કાચ તૂટ્યા | Stone pelting on Vande Bharat train in West  Bengal again

2.50 લાખથી વધુ લોકોએ કરી મુસાફરી
1 ઓક્ટોબરથી અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે. ત્યારે ઓક્ટોબર મહિનામાં 70,264 મુસાફરોએ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી છે. જ્યારે નવેમ્બર મહિનામાં 79,057 મુસાફર, ડિસેમ્બરમાં 76,978 મુસાફર અને જાન્યુઆરીમાં 52,020 મુસાફરોએ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી છે. 

સ્લીપર કોચ ઉમેરવા અંગે એક સર્વે હાથ ધર્યોઃ રેલવે મંત્રી
બે દિવસ અગાઉ ભારતીય રેલમંત્રીનું  વંદે ભારત ટ્રેનને લઈ એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં હાલ વંદે ભારત ટ્રેનમાં ચેર (ખુરશી)ની સુવિધા છે, જેમાં મુસાફરોને બેસીને જવાની સુવિધા છે. વંદે ભારત 500 થી 600 કિમીનું અંતર આવરી લે છે. આવી સ્થિતિમાં રેલવેએ સ્લીપર કોચ ઉમેરવા અંગે એક સર્વે હાથ ધર્યો હતો. જેના સકારાત્મક પરિણામો મળ્યા હતા. એવું જાણવા મળ્યું હતું કે, રેલવે તેના મુસાફરોને લાંબા રૂટ પર વધુ સુવિધાઓ આપી શકે છે.

રેલવેની આવકમાં પણ વધારો થશે
રેલવે 400 કિમી અથવા 5 કલાકથી વધુ લાંબી મુસાફરી માટે સ્લીપર વંદે ભારત શરૂ કરવાની યોજના ધરાવે છે. સ્લીપર કોચ જોડવાથી મુસાફરોને તેમની મનપસંદ ટ્રેનમાં વધુ સુવિધા મળશે અને મુસાફરો પણ ઓછા સમયમાં તેમના ઘરે પહોંચી શકશે. સાથે જ તેનાથી રેલવેની આવકમાં પણ વધારો થશે.

વંદે ભારત એક્સપ્રેસે બુલેટ ટ્રેનનો રેકૉર્ડ તોડ્યો: પાંચ જ કલાકમાં અમદાવાદથી  મુંબઈ પહોંચી, જાણો સ્પીડ કેટલી | Vande Bharat Express breaks bullet train  record ...

30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બતાવી હતી લીલી ઝંડી
અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી હતી. જે બાદ આ સુપરફાસ્ટ ટ્રેનનું કોમર્શિયલ સંચાલન 1 ઓક્ટોબરથી શરૂ થયું હતું. આ ટ્રેન મહારાષ્ટ્ર અને ગુજરાતની રાજધાની તેમજ બે મહત્વપૂર્ણ વેપાર કેન્દ્રોને જોડે છે. વંદે ભારત એક્સપ્રેસની પ્રથમ ટ્રેન નવી દિલ્હી અને વારાણસી વચ્ચે શરૂ કરવામાં આવી હતી અને બીજી ટ્રેન નવી દિલ્હીથી માતા વૈષ્ણો દેવી, કટરા વચ્ચે શરૂ કરવામાં આવી હતી.

Vande Bharat Express train running between Mumbai and Gandhinagar has also changed its timing along with the stoppage

જાણો વંદે ભારત એક્સપ્રેસની ખાસિયતો વિશે
- કુલ 16 કોચ ધરાવતી આ ટ્રેન સામાન્ય શતાબ્દી ટ્રેનની સરખામણીએ ઓછો સમય લે છે.
- વંદે ભારત એક્સપ્રેસની મહત્તમ ઝડપ 180 કિલોમીટર પ્રતિ કલાક છે.
- ટ્રેનના મધ્યમાં બે ઉચ્ચ વર્ગના કંપાર્ટમેન્ટ છે અને પ્રત્યેકમાં 52 સીટ છે. 
- જ્યારે સામાન્ય કોચમાં 78 સીટ છે.
- ટ્રેનમાં એકસાથે 1,128 યાત્રીઓ મુસાફરી કરી શકે છે.
- વંદે ભારત એક્સપ્રેસમાં GPS, અલગ પ્રકારની લાઇટ, ઑટોમૅટિક દરવાજા અને CCTV સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
- આ ટ્રેન વાઈફાઈ, AC,વ્યક્તિગત ચાર્જિંગ સૉકેટ જેવી સુવિધાઓ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Vande Bharat Train news vande bharat express Train news વંદે ભારત વંદે ભારત એક્સપ્રેસ Vande Bharat Train
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ