અંબાજીમાં ગબ્બર પર્વત પર રોપ-વે સુવિધા 4 દિવસ સુધી રહેશે બંધ, રિપેરિંગ કામ માટે રોપ-વે સુવિધા 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય.
અંબાજીમાં 4 દિવસ રોપ-વે સુવિધા રહેશે બંધ
મેઈન્ટેનન્સની કામગીરીને લઈને લેવાયો નિર્ણય
2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી રોપ-વે બંધ રહેશે
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અંબાજીના ગબ્બર પર્વત પર 4 દિવસ સુધી રોપ-વે સુવિધા બંધ કરવાનો નિર્ણય ઉષા બ્રેકર્સ દ્વારા લેવામાં આવ્યો છે. રોપ-વેની મેઈન્ટેનેન્સની કામગીરીને લઈને 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી રોપ-વે બંધ રહેશે. 6 ઓગસ્ટથી રોપ-વે સુવિધા રાબેતા મુજબ શરૂ થશે. આ સમય દરમિયાન યાત્રાળુઓ પગથિયા ચડીને માતાજીની અખંડ જ્યોતના દર્શન કરી શકશે.
દરરોજ દર્શન કરવા આવે છે હજારો માઈભક્તો
અંબાજી મંદિર ખાતે જગતજનની માં અંબાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઈભક્તો આવતા હોય છે. ભક્તો અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા બાદ ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા માટે જતા હોય છે. સુપ્રસિદ્ધ અંબાજી ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા જતા યાત્રાળુઓની સુવિધા માટે રોપ-વે ઉપલબ્ધ છે.
ઉષા બ્રેકર્સે 4 દિવસ રોપ-વે સુવિધા બંધ કરવાનો લીધો નિર્ણય
આ રોપ-વેની વર્ષભરમાં સમયસર સારસંભાળ પણ કરવામાં આવતી હોય છે. જેથી રોપ વેના મેઇન્ટેનન્સની કામગીરીને ધ્યાન રાખી રોપ-વે સુવિધા ટૂંક સમય માટે બંધ કરવામાં આવતી હોય છે. ત્યારે હવે ઉષા બ્રેકર્સ દ્વારા 4 દિવસ રોપ-વે સુવિધા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 29, 2023
જાન્યુઆરીમાં પણ બંધ કરાઈ હતી રોપ-વે સેવા
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જ મેઈન્ટેનન્સની કામગીરીને લઈને તારીખ 9 જાન્યુઆરી 2023થી લઇને 13 જાન્યુઆરી 2023 સુધી રોપ-વે સુવિધા બંધ કરાઈ હતી. જે બાદ 14મી જાન્યુઆરીથી રોપ-વે સર્વિસ રાબેતા મુજબ શરૂ કરાઈ હતી.