બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ભારત / The rock where the steel machines of the world failed, the rat miners broke with their own hands 5 videos

વાહ ! / ખતરનાક રેટ હોલ માઈનિંગ ટનલમાં ફસાયેલા મજૂરો માટે બની વરદાન, કેવી રીતે રેસ્ક્યૂ ઓપરેશન પડાયું પાર? જુઓ આ 5 વીડિયો

Pravin Joshi

Last Updated: 09:12 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલનો એક ભાગ 12 નવેમ્બરે ધરાશાયી થતાં તેમાં 41 મજૂરો ફસાયા હતા જે તમામ મજૂરોને 17 દિવસ બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તેમને બહાર કાઢવામાં દેશ-વિદેશની અનેક એજન્સીઓ મહેનત કરી રહી હતી.

  • ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલમાંથી મજૂરોનું કરાયું રેસ્ક્યું
  • 17મા દિવસે આખરે સારા સમાચાર સામે આવ્યા
  • તમામ મજૂરોને ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા

ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલનો એક ભાગ 12 નવેમ્બરે ધરાશાયી થતાં તેમાં 41 મજૂરો ફસાયા હતા જે તમામ મજૂરોને 17 દિવસ બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તેમને બહાર કાઢવામાં દેશ-વિદેશની અનેક એજન્સીઓ મહેનત કરી રહી હતી. આજે 17મા દિવસે આખરે સારા સમાચાર સામે આવ્યા છે અને મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. 41 પરિવાર સહિત ફરી દેશભરના લોકો માટે દિવાળી જેવી ખુશી છે.

 

ઉત્તરકાશીની સિલ્ક્યારા સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે બચાવ ટુકડીઓ સખત મહેનત કરી હતી. ઓગર મશીનની નિષ્ફળતા પછી રેટ માઈનર્સે બાકીનું કામ પૂર્ણ કરવાની જવાબદારી લીધી હતી. જ્યારે ભારત અને વિદેશના મોટા મશીનો 17 દિવસથી ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવામાં નિષ્ફળ ગયા ત્યારે રેટ માઈનર્સે ચમત્કાર કરતા જોવા મળ્યા હતા. ગઈકાલથી રેટ માઈનર્સે 4-5 મીટર ખોદકામ કર્યું હતું. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે 52 મીટર પાઇપ નાખવામાં આવી છે. 57 મીટરના અંતર સુધી પાઈપ નાખવામાં આવી હતી. બીજી તરફ પર્વત પર વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું. કુલ 86 મીટરનું વર્ટિકલ ખોદકામ કરવામાં આવ્યું હતું. 

મશીનો નિષ્ફળ ગયા પછી જાતે ખોદકામ કર્યું

ઓગર મશીન 48 મીટર ખોદ્યા બાદ ટનલમાં ફસાઈ ગયું હતું. આ પછી તેને કાપીને બહાર કાઢવામાં આવ્યું હતું. આ પછી રેટ માઈનર્સને બોલાવવામાં આવ્યા હતા. આ નિષ્ણાતોએ જાતે ખોદકામ કર્યું હતું.  રૈટ માઈનર્સ 800 મીમી વ્યાસની પાઇપમાં પ્રવેશ કરીને હાથ વડે કાટમાળ દૂર કર્યો હતો. જેથી તેમની આગળ પાઈપો નાંખી શકાય.


બચાવ ટુકડીઓ કામદારોને બચાવવા માટે અનેક યોજનાઓ સાથે એકસાથે કામ કરી રહી હતી. આમાં આડી તેમજ ઊભી ડ્રિલિંગનો સમાવેશ થાય છે. કામદારોને બહાર કાઢવા માટે સ્થાપિત ઓગર મશીનની નિષ્ફળતા બાદ વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ માટે બીઆરઓએ ટનલની ટોચ સુધી રોડ બનાવ્યો હતો. ત્યાર બાદ ઉપર મશીન લગાવવામાં આવ્યું હતું.

ઓગર મશીનને કાપીને બહાર કાઢવામાં આવ્યું હતું.

રેટ માઈનર્સે રેસ્ક્યુ શરૂ કર્યું

12 નવેમ્બરથી કામદારો ફસાયેલા છે

ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિલોમીટરના અંતરે આવેલી સિલ્ક્યારા ટનલ કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી ચારધામ 'ઓલ વેધર રોડ' પ્રોજેક્ટનો એક ભાગ છે. બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર બનાવવામાં આવી રહેલી આ ટનલ 4.5 કિલોમીટર લાંબી છે. 12 નવેમ્બરે ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેના કારણે કામદારો ટનલની અંદર ફસાઈ ગયા હતા. તેમને મુક્ત કરવા માટે 17 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આખરે સફળતા મળતા તમામ મજૂરોને ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તમામ મજૂરો બહાર નિકળતા દેશભરમાં લોકો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ