બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / The residents of the society including BJP leader Devu Chaudhary got together and beat 5 workers

ક્રૂરતાની હદ વટાવી / સુરતમાં ભાજપ અગ્રણી દેવુ ચૌધરી સહિત સોસાયટીના રહીશોએ ભેગાં થઇ 5 શ્રમિકોને માર્યો ઢોર માર, કારણ ચોંકાવનારું

Malay

Last Updated: 10:24 AM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બારડોલીના તેનગામે ચોરીની શંકાના આધારે સોસાયટીના રહીશો અને દેવુ ચૌધરીએ શ્રમજીવીને માર્યો માર, પોલીસે ઈજાગ્રસ્ત શ્રમિકોને હોસ્પિટલ પહોંચાડી મામલો થાળે પાડ્યો.

  • કાયદો અને વ્યવસ્થાના ધજાગરા 
  • ભાજપ અગ્રણી દેવુ ચૌધરીની દાદાગીરી 
  • 5 જેટલા શ્રમિકોને માર્યો માર

શહેર હોય કે ગામ છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ વધી ગઈ છે. જેને લઈને કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં તો ગ્રામજનો રાત્રે જાગીને પહેરો કરતા હોય છે. એમાંય રાત્રી દરમિયાન જો કોઈ અજાણ્યો ઈસમ પણ જોવા મળે તો ચોર સમજી તેને મારવામાં આવે છે અને કેટલીયે ઘટનામાં તો નિર્દોષ વ્યક્તિઓને મોતને ભેટવાનો વારો આવે છે. આવો જ બનાવ સુરત જિલ્લામાંથી સામે આવ્યો છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા છે. ચાણક્યપુરી વિસ્તારમાં ભાજપ અગ્રણી અને સરપંચના પતિ દેવુ ચૌધરી સહિત સોસાયટીના રહીશોએ 5 જેટલા શ્રમજીવીઓને ચોરીની શંકાના આધારે ઢોરમાર માર્યો હોવાનું સામે આવ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

લોકટોળાએ શ્રમિકોને માર્યો ઢોરમાર
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તેનગામે આવેલી ચાણક્યપુરી સોસાયટીમાં ગત 5 ઓગસ્ટના રોજ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોની રંજાડ વધતા સ્થાનિકોએ રાત્રે જાગી પહેરો કરવાનું નક્કી કર્યું હતું.  આ દરમિયાન શુક્રવારે રાત્રે ગામના યુવકો ઘરની છત પર બેસીને વોચ રાખી રહ્યા હતા આ દરમિયાન સિદ્ધેશ્વર પાર્ક સોસાયટી પાસેથી 4થી 5 અજાણ્યા શખ્સો પસાર થતાં દેખાતા આ તમામે તેમની પાછળ જઈને ઝડપી લીધા હતા. જે બાદ આજુબાજુની 10 જેટલી સોસાયટીની રહીશો પણ અહીં એકઠા થઈ ગયા હતા. જે બાદ ભાજપ અગ્રણી દેવુ ચૌધરી સહિત અન્ય રહીશોએ ભેગા મળીનને આ અજાણ્યા યુવકોને અનહદ માર માર્યો હતો.

ટોળાથી 5 લોકોને બચાવી હોસ્પિટલ ખસેડ્યા
આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા યુવકોને બારડોલી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતાં. આ દરમિયાન યુવકોના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. શંકાસ્પદ ઈસમો તલાવડીના સામેના વિસ્તારના હોવાનું અને તેઓ માછલી પકડવા ગયા હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું. 5 જેટલાં નિર્દોષ શ્રમજીવીઓને ચોર સમજીને ભાજપ અગ્રણી અને સરપંચના પતિ દેવુ ચૌધરી સહિત સ્થાનિકોએ ઢોરમાર મારતાં વાતાવરણ ગંભીર બન્યું છે. ત્યારે આ બાબતે પોલીસની ગંભીરતા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. 

ચોર સમજી યુવક પર તૂટી પડ્યા હતા ગ્રામજનો
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત માર્ચ મહિનામાં મહેમદાવાદના સુંઢા વણસોલમાં પરપ્રાંતીય યુવકને ચોર સમજીને ટોળાંએ ઢોર માર મારતા યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.  ખેડા જિલ્લાના મહેમદાવાદના સુંઢા વણસોલ ગામમાં યુવક આંટાફેરા મારી રહ્યો હતો. જેને પગલે ગ્રામજનોએ એકઠા થઈને આ યુવકને પકડી લીધો હતો. જે બાદ આ યુવકની પહેલા પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, આ પરપ્રાંતિય યુવકની ભાષા ગ્રામજનો સમજી શક્યા ન હતા. જેના કારણે ગ્રામજનો આ યુવકને ચોર સમજીને તૂટી પડ્યા હતા. આ યુવકને ગ્રામજનોએ એટલી હદે માર માર્યો હતો કે, તડફડતો રહ્યો પરંતુ ગ્રામજનો દ્વારા તાલિબાની સજા આપતા હોય તેમ માર મારવાનું બંધ કર્યું નહોતું. જેને લઈને યુવક બેભાન થઈ ગયો હતો. 

યુવકને એટલો માર માર્યો કે તેનો જીવ જતો રહ્યો
આ અંગેની જાણ થતાં મહેમદાવાદ પોલીસની ટીમ ગામમાં દોડી આવી હતી અને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસની તપાસમાં મૃતક છત્તીસગઢનો હોવાનું અને અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટમાં કામ કરતો હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે હત્યાનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ