બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / The rains made a thunderous entry in Dharaji of Gir Panthak

રાજકોટ / બજારોમાં જાણે નદીઓ વહી, ધોરાજીમાં ફસાયેલા 60 લોકોનું રેસ્ક્યૂ, સુત્રાપાડામાં વરસાદના સપાટાથી નજર પહોંચે ત્યાં સુધી જળભરાવ

Dinesh

Last Updated: 11:14 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરાજીમાં પંચનાથ મહાદેવ વિસ્તારમાંથી પાણીમાં ફસાયેલા 60 લોકોનું PI સહિતના પોલીસ જવાનોએ રેસ્ક્યૂ કર્યું, ધોરાજીમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે

  • ગીર પંથકમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી 
  • નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ 
  • પાણીમાં ફસાયેલા 60 લોકોનું રેસ્ક્યૂ કરાયું

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ હવે ત્રિજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ત્યારે 2 દિવસના વિરામ બાદ ફરી ગીર પંથકમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. જેતપુરમાં 2 કલાકમાં જ 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્તા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધોરાજીમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે ધોરાજી અને સૂત્રાપાડામાં જળબંબાકર સર્જાયું છે. 

60 લોકોનું રેસ્ક્યૂ કરાયું 
ધોરાજીમાં પાણીમાં ફસાયેલા 60 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેને લઈ લોકો પાણીમાં ફસાઈ ગયા હતાં. PI સહિતના પોલીસ જવાનોએ પંચનાથ મહાદેવ વિસ્તારમાંથી ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કર્યુ છે. 

ધોરાજીમાં અનરાધાર વરસાદ
રાજકોટના ધોરાજીમાં આજે  આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ જોવા મળી છે. ધોરાજીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલા અવેડા લાઈન વિસ્તારના ઘરમાં પાણી ભરાયા છે ઘરમા પાણી ભરાવાને લઈ સ્થાનિકો મુશ્કેલીમાં છે.

શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાયા
રાજકોટના ધોરાજીમાં અનારાધાર વરસેલા વરસાદના પગલે શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાયા છે. શાક માર્કેટ વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા છે. સતત વરસાદને લઈ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે જેને લઈ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

દરિયા કાઠાં વિસ્તારમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો
ગીર સોમનાથ જિલ્લાના દરિયા કાઠાં વિસ્તારમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીરના દરિયા કાઠાં વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. ભારે વરસાદથી માલશ્રમ ગામે પાણી ભરાયા છે તેમજ કોડીનાર, સુત્રાપાડા, તાલાલા અને વેરાવળના ગ્રામ્ય પંથકોમાં ભારે વરસાદ ખાબક્યો છે. 

ઉતાવળી નદી ગાંડીતૂર 
જામકંડોરણા તાલુકામાં બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાથી ઉતાવળી નદી ગાંડીતૂર બની છે તેમજ ધોરાજી નાકા પાસેના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ