બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / The price of tomato fell from 200 rupees to 2 rupees and the farmers got into trouble

મહામંથન / બજાર તળિયે.! ટામેટાના ભાવ 200 રૂપિયાથી 2 રૂપિયા થયા.! ખેડૂતોને ખર્ચ જેટલું વળતર મળે એવી વ્યવસ્થા કેમ નહીં?

Dinesh

Last Updated: 09:17 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન : મોંઘવારી, મોંઘવારીની બૂમરાણ વચ્ચે સરકાર સામાન્ય માણસની પડખે તો ઉભી રહી અને નેપાળથી ટામેટા આયાત કરી લીધા, બીજી તરફ હવે ટામેટાના ભાવ સામાન્ય માણસને પરવડે તેવા થઈ ગયા છે પરંતુ ખેડૂતની સ્થિતિ કફોડી થઈ ગઈ છે.

  • ટામેટાનું બજાર આવ્યું તળિયે
  • ટામેટાએ ખેડૂતોને રડાવ્યા રાતા પાણીએ
  • 200 રૂપિયાથી ભાવ ઘટીને પહોંચ્યો 2 રૂપિયાએ


ખેડૂત અનાજ પકવે, શાકભાજી પકવે, એ માલ બજારમાં આવે, આપણે ખરીદીએ અને સરવાળે આપણા ઘરનો ચૂલો સળગે. આપણે એવું ચોક્કસ કહી શકીએ કે આપણા ઘરનો ચૂલો સળગે છે અને આપણા પેટની આગ ઠરે છે તેની પાછળ અન્નદાતાની મહેનત જવાબદાર છે. દુખની વાત એ છે કે ખેડૂત મહેનત કરે છે, પરસેવો પાડે છે પણ જ્યારે ખેડૂતની મહેનતના વળતરનો સમય આવે છે ત્યારે પરિસ્થિતિ તદ્દન વિપરીત બને છે. ગુજરાતમાં ટામેટા પકવતા ખેડૂતો સાથે પણ આવું જ થયું. દોઢ થી બે મહિના પહેલા ટામેટાના ભાવ આસમાને આંબતા હતા, ગૃહિણીઓ પરેશાન હતી, લોકોના ખિસ્સા એકલા ટામેટા જ પળવારમાં ખાલી કરી નાંખતા હતા. આવા સમયે સારા ભાવ મળશે એવી આશાએ ખેડૂતોએ ટામેટાનું વાવેતર કર્યુ. હવે મોંઘવારી, મોંઘવારીની બૂમરાણ વચ્ચે સરકાર સામાન્ય માણસની પડખે તો ઉભી રહી અને નેપાળથી ટામેટા આયાત કરી લીધા, બીજી તરફ ટામેટાનો નવો પાક પણ સારો આવ્યો. હવે ટામેટાના ભાવ સામાન્ય માણસને પરવડે તેવા થઈ ગયા છે પરંતુ ખેડૂતની સ્થિતિ કફોડી થઈ ગઈ છે.  જે ખેડૂતને ગત સિઝનમાં ટામેટાના મણના 200 થી 300 રૂપિયા મળતા હતા તે જ ખેડૂતને હવે ટામેટાના મણનો ભાવ 20 રૂપિયાથી વધીને 40 રૂપિયા સુધી જ મળે છે. એટલે પ્રતિ કિલોના હિસાબે જોઈએ તો સામાન્ય માણસ જે ટામેટા 20 રૂપિયા પ્રતિ કિલોએ ખરીદે તેના ખેડૂતને માત્ર 2 રૂપિયા જ મળે છે. પાયાનો પ્રશ્ન એટલો જ કે આટલી હદે વિષમતા કેમ ઉભી થાય છે. 

ટામેટાના ભાવ તળિયે બેસ્યા
ટામેટા પકવતા ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ છે. ટામેટાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રડાવાનો વારો આવ્યો છે. ટામેટાના યાર્ડમાં ભાવ 2 રૂપિયે કિલો મળ્યા છે. ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ થઈ છે. ખેડૂતોએ 2 રૂપિયે કિલો ટામેટા યાર્ડમાં વેચવા પડે છે

ટામેટાએ ખેડૂતોને કેમ રડાવ્યા?
ટામેટા પકવતા ખેડૂતોની સ્થિતિ દોઢ મહિનાની અંદર બદલાઈ ગઈ છે. ખેડૂતોએ ટામેટાના ભાવની તેજી ધ્યાને લેતા ટામેટાનું ઉત્પાદન કર્યું છે. ખેડૂતોને રૂપિયા કમાવવાનો સમય આવ્યો ત્યારે ભાવ તળિયે બેસી ગયા. છેલ્લી સિઝનમાં ટામેટાનો 200 થી 300 રૂપિયા મણનો ભાવ હતો. અત્યારે સ્થિતિ એવી છે કે ખેડૂતોને ટામેટાના મણના 30 થી 50 રૂપિયા મળે છે. જો પ્રતિ કિલોની દ્રષ્ટિએ જોઈએ તો ખેડૂતોને ટામેટાના કિલોના 2 રૂપિયા મળે છે

ખર્ચ અને વળતરને મેળ કેમ બેસે?
ટામેટાની ખેતીનો ખર્ચ    1 લાખ રૂપિયા/વિઘા
મળતું વળતર     15 થી 20 હજાર રૂપિયા

ટામેટાનો બજાર ભાવ    20 રૂપિયા/ કિલો
ખેડૂતોને મળતો ભાવ    2 રૂપિયા/ કિલો

આ મુશ્કેલીનું સમાધાન શું?
વેપારીઓ બહારથી આવતા માલને પ્રાધાન્ય આપે છે. ટામેટા આયાત કરવામાં આવ્યા હોય તે પહેલા વેચવામાં આવે છે. ખેડૂતોને વેપારીઓ કહે છે કે તમારી ગાડી મુકી જાઓ. ખેડૂતો પાસે જ્યારે બિલ આવે ત્યારે ખ્યાલ આવે કે કેટલો ભાવ મળ્યો. નાછૂટકે ખેડૂતો જે ભાવ આવે તે ભાવે પોતાનો માલ વેંચે છે. ઘણા કિસ્સામાં તો ખેડૂતોએ જે મજૂરી ચુકવવાની થાય તે મળતા ભાવથી વધુ હોય

ટામેટાના ભાવ કેમ ઘટ્યા?
દેશમાં હાલ પૂરની સ્થિતિ નથી, પાકને નુકસાન નથી. ટામેટાનો નવો પાક સારો આવ્યો છે અને નવો પાક સારો આવવાથી ભાવ નીચે આવ્યા છે. સરકારે નેપાળથી ટામેટાની આયાત કરી જેથી ટામેટાના ભાવ ઘટ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ