બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / The owner of a jewelery shop in Ahmedabad went to the toilet and 2 artisans were caught with gold worth Rs 1.25 crore.

વિશ્વાસઘાત / અમદાવાદમાં દાગીનાની દુકાનનો માલિક શૌચ કરવા ગયો અને 2 કારીગરો 1.25 કરોડનું સોનુ લઇને થયા રફૂચક્કર

Vishnu

Last Updated: 12:07 AM, 20 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોરી અને ગુનાખોરીનું હબ બની ચૂકેલા અમદાવાદમાં, વેપારી પાસેથી લાખોની ચોરી કરી બે આરોપીઑ રફુચકકર થઈ ગયા છે.

  • અમદાવાદના નિકોલમાં કરોડોના દાગીના ચોરી
  • ચોરી થયેલા સોનાના દાગીનાની કિંમત 1 કરોડ 25 લાખ રૂપિયા 
  • વેપારીએ તેના જ બે કારીગરો સામે નોંધાવી ફરિયાદ

ગુજરાતમાં ચોરી લૂટફાટની ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ છે. ધોળા દિવસે ચોરીના બનાવો બની રહ્યા છે અને પોલીસ હાથ પર હાથ ધરી બેઠી છે. અમદાવાદમાં વધુ એક ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વેપારીને તેના જ બે કારીગરો ચૂનો ચોપડી ફરાર થઈ ગયા છે. આરોપીઑ એક્ટીવા સાથે  1 કરોડ 25 લાખ રૂપિયાની કિમતના સોનાના દાગીના લઈ રફુચક્કર થયા છે. 

અમદાવાદના નિકોલનો વેપારી બન્યો કાવતરાનો શિકાર
માલિક અને કારીગર વચ્ચે વિશ્વાસનો સંબધ હોય છે. પણ અમદાવાદમાં આજે બનેલા ચોરીના બનાવે સૌ કઈ વેપારીને ચેતવી દીધા છે. અમદાવાદના નિકોલમાં વેપારી સાથે કામ કરતાં કારીગર જ દાગીના ચોરી ફરાર થતાં ચકચાર પામી છે. વેપારી સાથે વર્ષોથી કામ કરતાં કારીગરોએ પીઠમાં છરો ભોકયો હોય એમ પોતાના માલિકના  1 કરોડ 25 લાખ રૂપિયાના સોનાના દાગીના લઈ નાશી છૂટયા હતા. બંને કારીગરો દાગીના સહિત એક્ટિવા લઇ ફરાર થયા છે.

કઇ રીતે કરી કારીગરે કરી ચોરી?
16 ઓક્ટોબરના રોજ બપોરે 1 કલાકની આસપાસ બે થેલામાં સોનાના સેટ, બુટ્ટીઓ, મંગળ સૂત્ર, લકી કડા સહિત રૂ. 1.25 કરોડની કિંમતના દાગીના લઈ એક્ટિવા પર મુકેશભાઈ આનંદસિંહ સાથે જઈ રહ્યા હતા. અને અનેક દુકાનોમાં દાગીના બતાવી માલિક નરોડા આદિશ્વર કેનાલ પાસે એક્ટીવા ઊભું રાખી સોનાની ભાળ કારીગરને સોંપી કુદરતી હાજતે ગયા હતા પણ આરોપી કારીગરનું મન મેલુ હતું મુકેશભાઈ શૌચ કરવા ગયા ત્યારે આનંદસિંહ તક ઝડપી 1.25 કરોડના ઘરેણાં ભરેલી બેગ એક્ટીવા સાથે લઈ ગુમ થઈ ગયો હતો.

અઢી મહિના પહેલા જ કારીગરને રાખ્યો હતો કામે 
દાગીના બનાવનાર વેપારી માણેક ચોક ખાતે M H જ્વેલર્સ નામે દુકાન ધરાવે છે. આરોપી કારીગરોને 80 દિવસ પહેલા જ કામે રાખ્યા હતા. પહેલા તેમના જ ગામનો અને સમાજનો ગણેશભાઈ ઘાંચી નામનો વ્યક્તિ આવ્યો હતો તેના જ ગામના આનંદસિંહ રાજપૂત નામના વ્યક્તિને માસિક 9000ના પગારે કામ પર લીધો હતો. મુકેશભાઈ સાથે આનંદસિંહ સોનાના દાગીના લઈ દુકાને ફરતો હતો.
વેપારીએ કરી પોલીસ ફરિયાદ
કારીગરોના કરતૂતની વેપારીને જાણ થતાંની સાથે જ વેપારીએ પોલીસ સ્ટેશનમાં જઈ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી આરોપી કારીગરોને પકડવા તજવીજ હાથ ધરી છે. હાલ તો ચોરીના આ બનાવના પગલે વેપારી ચિંતામાં મુકાયા છે. આરોપીઑ વહેલી તકે મળે તો કરોડોના સોનાનો માલ પાછો મળી શકે તેવી આશા સેવી રહ્યો છે. પોલીસ હાલ પોતાના સૂત્રો ગતિમાન કરી આરોપીઑની ભાળ મેળવી રહી છે પણ સવાલ એ છે કે અમદાવાદમાં સામાન્ય બનેલી ગયેલી ચોરી અને લૂટફાટની ઘટનાઓ ક્યારે અટકશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ