બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / સ્પોર્ટસ / The ODI series match between Bangladesh and India ended in a tie today

બબાલ / પહેલા મેચમાં ચીટિંગ પછી દેશનું અપમાન: મેચ બાદ ભારતની કેપ્ટને બાંગ્લાદેશને ખૂબ સંભળાવી, જાણો કેમ થઈ બબાલ

Kishor

Last Updated: 11:51 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની ODIની શ્રેણીની મેચ આજે ટાઇ થયા બદ હરમનપ્રીત કૌરે અમ્પાયરીંગ પર સવાલો ઉઠાવ્યા હતા.

  • બાંગ્લાદેશ અને ભારત વચ્ચે રમાયેલી મહિલા ODIની મેચ ટાઈ થઈ
  • ટીમ ઇન્ડિયાએ પણ 225 રન બનાવતા મેચ થઈ ટાઈ
  • હરમનપ્રીત કૌરને ખોટી રીતે આઉટ કરાયાનો દાવો

બાંગ્લાદેશ અને ભારત વચ્ચે રમાયેલી મહિલા ODIની મેચ આજે ટાઈ થઈ હતી. છેલ્લી મેચમાં આજે બાંગ્લાદેશે 225 રન કર્યા હતા. જેના જવાબમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાએ પણ 225 રન બનાવતા મેચ ટાઈ થઈ હતી. જેને પગલે ત્રણ મેચની શ્રેણી 1-1 થી બરાબર થઈ હતી. જો કે આ સમગ્ર મેચ દરમિયાન મેદાન પર વિવાદની સ્થિતિ પણ દેખાય હતી. જેમાં ભારતીય ખેલાડીઓ અને તેમના અમ્પાયર વચ્ચે વિવાદ સર્જાયો હતો. બને એમ્પાયર બાંગ્લાદેશના હતા અને તેમણે ભારતની ટીમ સામે અમુક ખોટા નિર્ણય આપ્યા હોવાના દાવા થઈ રહ્યા છે. જેમાં હરમનપ્રીત કૌરને ખોટી રીતે આઉટ કરાયાનો દાવો થઈ રહ્યો છે.

અમ્પાયરિંગના કેટલાક નિર્ણયોથી ખૂબ નિરાશ

 

બાદમાં સમગ્ર મેચમાં હરમનપ્રીત કૌર ગુસ્સામાં જોવા મળી હતી. મેચ ટાઇ થયા બાદ ઈન્ટરવ્યુમાં જ તેમણે અમ્પાયરિંગ પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે સ્પષ્ટ કહ્યું કે આગામી વખતે જ્યારે તે બાંગ્લાદેશની મુલાકાત લેશે ત્યારે આ દિશામાં સંપૂર્ણ સજ્જ થઈને આવશે. હરમનપ્રીત કૌરે કહ્યું હતું કે મને રમતમાંથી ઘણું શીખવા મળ્યું છે. જે રીતે અમ્પાયરિંગ થઈ રહ્યું હતું. તે આશ્ચર્ય જનક થયું હતું. તેમણે અમ્પાયરિંગના કેટલાક નિર્ણયોથી ખૂબ નિરાશ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ઓવોર્ડમાં ભારતીય હાઇ કમિશનના અધિકારીઓની બાદબાકી

વધુમાં ભારતીય હાઇ કમિશનના અધિકારીઓ મેચ જોવા માટે સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. મેચ સંપન્ન થયા બાદ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય હાઇ કમિશનના અધિકારીઓને બોલાવવામાં ન આવતા આ મામલે પણ કેપ્ટને ગુસ્સો ઠાલવ્યો હતો. તેમણે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમારું ભારતીય હાઈ કમિશન પણ અહીં છે. મને લાગે છે કે તમે તેને અહીં આમંત્રિત કરી શક્યા હોત, પરંતુ તે પણ સારું છે. હરમનપ્રીત કૌરે મેચ જોવા આવવા બદલ તેમનો આભાર માન્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ