બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

VTV / ગુજરાત / The Meteorological Department in the state has once again predicted the cold, the weather will remain dry in the state for the next 5 days

હવામાન / અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, પવનની દિશા બદલાશે, હવામાનની આગાહી મુજબ ગુજરાતમાં આવી પડશે અસર

Dinesh

Last Updated: 06:11 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Forecast: હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયો છે.

  • રાજ્યના હવામાન વિભાગનું અનુમાન
  • આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે
  • રાજ્યના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે


રાજ્યમાં હવામાન વિભાગે ઠંડીને લઈ લધુ એકવાર આગાહી કરી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયો છે. ત્યારે 24 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે.

આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, જાણો કેવો રહેશે ઠંડીનો  માહોલ | Anxiety section status for next five days cope with the situation

હવામાન વિભાગનું અનુમાન
હવામાન વિભાગે જણાવ્યું છે કે, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઊંચકાશે તેમજ રાજ્યમાં નલિયામાં સૌથી નીચું 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 16 ડિગ્રી, વડોદરામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

ગુજરાતીઓ ચેતજો! 24 જ કલાકમાં ઠંડી વધવાની આગાહી, પવનના સૂસવાટામાં થીજાઈ જશો  | Meteorological Department's forecast for cold weather in the state

કચ્છમાં  શાળાના સમયમાં ફેરફાર કરાયો
રાજ્યમાં ઠંડીનો પ્રમાણ વધતા ગઈકાલે કચ્છમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધતા શાળાના સમયમાં ફેરફાર કરાયો. જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને સરકારી તેમજ ખાનગી શાળાના સમયમાં ફેરફાર કરાયો છે. જિલ્લાની તમામ શાળામાં 30 મિનિટ મોડી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ઠંડીને લઇને વિદ્યાર્થીઓને રાહત અપાઇ છે. 

Cold force has increased in Gujarat from today, Nalia became the coldest in the state with 9.2 degrees

ગુજરાતમાં આજથી ઠંડીનું જોર વધ્યું છે. રાત્રિના સમયે અને વહેલી સવારે કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાંનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. રાજ્યમાં હાડ થીજવી દે તેવી ઠંડીની ધીમીધારે શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં સતત બીજા દિવસે 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ