બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Meteorological Department has predicted unseasonal rain in North Gujarat from January 9

બનાસકાંઠા / ઠંડી જોઈએ એવી પડતી નથી અને માવઠાની આગાહી... બટાકા પકવતા ખેડૂતોનું કેમ વધી ગયું ટેન્શન

Dinesh

Last Updated: 09:06 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

banaskatha news: ડીસા પંથકમાં આ વર્ષે ખેડૂતોએ અંદાજે 64 હજાર હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર કર્યુ છે, બટાટાના વાવેતર સમયે નવેમ્બર મહિનામાં માવઠુ થતાં પાકના વિકાસ ઉપર અસર થઈ હતી.

  • હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતિત
  • 9 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી
  • બનાસકાંઠામાં માવઠાંથી નુકસાન થવાની સંભાવના


હવામાન વિભાગે આગામી 9 જાન્યુઆરીથી ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. ત્યારે માવઠાંની આગાહીને લઈ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. ડીસા પંથકમાં ખાતર, બિયારણ અને પિયત આપી તૈયાર કરેલા બટાટાના પાકમાં કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને નુકસાન થાય તેમ છે. 

ડીસા પંથકમાં આટલું વાવેતર થયું
ડીસા પંથકમાં આ વર્ષે ખેડૂતોએ અંદાજે 64 હજાર હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર કર્યુ છે. બટાટાના વાવેતર સમયે નવેમ્બર મહિનામાં માવઠુ થતાં પાકના વિકાસ ઉપર અસર થઈ હતી. જ્યારે આ વર્ષે હજુ સુધી જોઈએ તેવી ઠંડી નહી પડતાં બટાટાના ઉત્પાદન ઉપર અસર થાય છે. તેવા સમયે કમોસમી વરસાદ થાય તો રહ્યો સહ્યો બટાટાનો પાક પણ નિષ્ફળ જવાની શક્યતા છે. તેના કારણે ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે. 

વાંચવા જેવું: ગુજરાતના ખેડૂતોના માથે છવાયા સંકટના વાદળ, રાજ્યમાં ફરી 3 દિવસ મેઘરાજા ત્રાટકશે, આ તારીખો ચિંતાજનક

કુદરતી આપત્તિઓથી ખેડૂતોને પારાવાર નુકસાન
આગાહી મુજબ વરસાદ થાય તો બટાટાના ઉત્પાદન પર માઠી અસર પડી શકે તેમ છે અને ખેડૂતોને લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ છે. બનાસકાંઠાના ખેડૂતો ઘણાં વર્ષોથી કુદરતી આપત્તિઓથી નુકસાની ભોગવી રહ્યા છે. ત્યારે હવે કમોસમી વરસાદ થાય તો બટાટા સહિતના કૃષિપાકોને ભારે નુકસાન થવાની શક્યતાએ ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ