બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / The Meteorological Department has predicted light to moderate rains in Gujarat today

'અધિક' વરસે / આજે ફરી અમદાવાદ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી, જુઓ શું કહે છે આગાહી

Malay

Last Updated: 08:20 AM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorological department's rain forecast: હવામાન વિભાગે આજે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

  • ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી 
  • હળવાથી મધ્યમ વરસાદની શક્યતા 
  • આ વિસ્તારોમાં આજે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદનું જોર ખાસ્સું એવું ઘટ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી જોતાં આગામી 3 દિવસ હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે એટલે હજુ પણ લોકો વરસાદનો ધમાકેદાર ચોથો રાઉન્ડ શરૂ થયા તેની પહેલાં થોડીક નિરાંત અનુભવી શકશે.

3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 3 દિવસ  વરસાદી માહોલ યથાવત્ રહેશે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી છે. આ સાથે જ આજે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા અને પંચમહાલમાં વરસાદની સંભાવના છે. આજે દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

ગુજરાતમાં વરસાદની આગાહી: રાજકોટ,અમરેલી, દીવથી લઈને બનાસકાંઠા સુધી જુઓ ક્યાં  ક્યાં પડશે વરસાદ | Rain forecast in Gujarat rain from Rajkot Amreli Diu to  Banaskantha
ફાઈલ ફોટો

સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સ્ટક્યુલેશન બનશે. સર્ક્યુલેશની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર  મહિનામાં સામાન્ય વરસાદ નોંધાશે.

અમદાવાદમાં પડશે વરસાદી ઝાપટાં
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં જેવું વાતાવરણ રહેશે. તા.6 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. જોકે,  વરસાદી માહોલના કારણે શહેર સહિત રાજ્યભરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. 

ગુજરાતમાં અહીં બે દિવસ વાવાઝોડા સાથે વરસાદની આગાહી, અમદાવાદ-ગાંધીનગરમાં પણ  જોવા મળશે અસર | Rain forecast here in Gujarat for two days with thunderstorm
ફાઈલ ફોટો

અમદાવાદમાં સિઝનનો 24.5 ઈંચ વરસાદ નોંધાયો
શહેરમાં ત્રીજા રાઉન્ડના વરસાદે હવે વિરામ લીધો છે. જોકે, વરસાદી માહોલ જળવાઈ રહ્યો હોઈ છૂટાછવાયા વિસ્તારમાં તેના ઝાપટાં પડી રહ્યા છે. જો એક વિસ્તારમાં ઝાપટું પડે તો તેની નજીકનો વિસ્તાર સાવ કોરોધાકોર હોય છે. જોકે, લોકોને હવે ભારે વરસાદ પડતો ન હોઈ ચોમાસાની તકલીફ ખાસ અડચણરૂપ બનતી નથી. શહેરમાં ચાલુ સિઝનનો 24.5 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ