બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / The match was stopped due to rain in the vicinity of Modi Stadium

અમદાવાદ / IPL ફાઇનલમાં ફરી વરસાદી વિધ્ન : મોદી સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાં વરસાદને કારણે મેચ રોકવામાં આવી

Kishor

Last Updated: 10:23 PM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023ની ફાઇનલ વચ્ચે આજે અમદાવાદમાં વરસાદ શરૂ થતા મેચ રોકવામાં આવી હતી.

  • અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ 
  • બોપલ, સેટેલાઈટ, જોધપુર વિસ્તારમાં વરસાદશરૂ 
  • વરસાદ IPL મેચમાં પણ બન્યો વિઘ્ન

ગઈકાલે અમદાવાદ તોફાની બેટિંગ કર્યા બાદ આજે ફરી વરસાદી વાતાવરણ વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.આજે રાત્રે 9: 30 વાગ્યાના સમયગાળા બાદ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. બોપલ, સેટેલાઈટ, જોધપુર સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે શહેરમાં વરસાદ પડતા માર્ગો પરથી પાણી ચાલતા થયા હતા.

મહત્વનું છે કે ગઈકાલે આઇપીએલ 2023ની ફાયનલનો ગુજરાત અને ચેન્નાઈની ટીમ વચ્ચે મહામુકાબલો હતો.જોકે વરસાદી વિઘ્ન આવી જતા મેચ આજે યોજાઈ રહી છે. જેમા ગુજરાતની બેટિંગ પુરી થઈ ચેન્નાઈની બેટિંગ શરૂ થતા જ વરસાદ IPL મેચમાં બાધારૂપ બન્યો હતો. હાલ વરસાદને કારણે IPL મેચ રોકવાની નોબત આવતા ચાહકો અધિરા બન્યા હતા અને મેચના ફાઇનલની ઉત્સુકતા વચ્ચે ક્રિકેટ રસિકો મેદાનમાં ગરબે ઘૂમ્યા હતા. 

આજે હવામાન વિભાગની આગાહીને લઈને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.ગાંધીધામ-આદિપુર, અંજાર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ધાણેટી ગામે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહે તેવી શકયતા સેવાઇ રહી છે. વધુમાં કંડરાઇ ગામે ભારે પવન સાથે વરસાદ શરુ થયો હતો. વધુમાં વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા હતા. તથા ગાંધીધામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ઉપરાંત કંડલા પોર્ટ પર ભારે પવન સાથે વરસાદ પવનથી ભારે ભરખમ કન્ટેનર ક્રેન પણ સલામત સ્થળે ખસેડાઈ હતી.

વિરપુર અને આસપાસના વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડ્યો
રાજકોટના ગોંડલ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. કોલીથડ, પાટીયાળી, ભોજપરા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો નાગડકા ગામમાં કરા સાથે તોફાની વરસાદ આવતા અનેક ગામોનો વીજપુરવઠો ખોરવાયો હતો. તે જ રીતે રાજકોટના લોધિકામાં બપોર બાદ વાતાવરણમાં  પલટો આવ્યો હતો અને રાજકોટમાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા. તો રાજકોટના યાત્રાધામ વિરપુર અને આસપાસના વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો.આ ઉપરાંત ભાવનગરના વિવિઘ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પાલીતાણામાં વરસાદ સાથે કરા પડતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ