બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / The issue of wrestlers reached Amit Shah, the sports minister spoke to the home minister

દિલ્હી દંગલ / અમિત શાહ પાસે પહોંચ્યો કુસ્તીબાજોનો મુદ્દો, ખેલમંત્રીએ ગૃહમંત્રી સાથે કરી વાત, આજે ફરી મોટી બેઠક

Priyakant

Last Updated: 08:08 AM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેસલિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મહિલા કુસ્તીબાજોના આરોપોને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં

  • બૃજભૂષણ શરણ સિંહ વિવાદ વચ્ચે મોટા સમાચાર 
  • અનુરાગ ઠાકુરે ખુદ કુસ્તીબાજોના મુદ્દે ખેલાડીઓ સાથે બેઠક કરી 
  • અમિત શાહ આજે બૃજભૂષણ શરણ સિંહને ફોન કરી શકે: સૂત્રો 

બૃજભૂષણ શરણ સિંહ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઇકાલે મોડી રાત સુધી બેઠક ચાલ્યા બાયડ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રેસલિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મહિલા કુસ્તીબાજોના આરોપોને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. 

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ખુદ કુસ્તીબાજોના મુદ્દે આગેવાની લીધી હતી. હિમાચલ પ્રદેશથી પરત ફરતી વખતે તેમણે તેમના નિવાસસ્થાને ખેલાડીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે પણ વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ આજે બૃજભૂષણ શરણ સિંહને ફોન કરી શકે છે. રમતગમત મંત્રી અને કુસ્તીબાજો વચ્ચેની બેઠક ખૂબ જ સકારાત્મક રહી હતી. આ સાથે જ આજે ફરીથી કુસ્તીબાજો સાથે બેઠક બોલાવીને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. એક દિવસ પહેલા જ રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને નોટિસ મોકલીને 72 કલાકમાં જવાબ માંગ્યો હતો.

મોડી રાત સુધી ચાલી બેઠક 
મહત્વનું છે કે, ગઇકાલે મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં બજરંગ પુનિયા, રવિ દહિયા, બબીતા ​​ફોગટ, વિનેશ ફોગટ, સાક્ષી મલિક અને અંશુ મલિક હાજર હતા. ખેલાડીઓના કડક વલણને કારણે બૃજભૂષણ શરણ સિંહ પર રાજીનામાનું દબાણ વધી ગયું છે. અગાઉ, ઓલિમ્પિક અને અન્ય આંતરરાષ્ટ્રીય મેડલ વિજેતા કુસ્તીબાજો ગુરુવારે બીજા દિવસે જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા.

આ તરફ પૂર્વ કુસ્તીબાજ બબીતા ​​ફોગાટ કેન્દ્ર સરકાર વતી જંતર-મંતર પહોંચી અને વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી. તેમની સાથે બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સરકારના પ્રતિનિધિઓને મળ્યા હતા. મંત્રણામાંથી કોઈ નક્કર પરિણામ ન આવતાં કુસ્તીબાજોએ પત્રકાર પરિષદમાં નારાજગી વ્યક્ત કરી હતી.

કુસ્તીબાજો ન્યાયની માંગ પર અડગ 
આ તરફ સૌથી વધુ ગુસ્સામાં દેખાતી વિનેશ ફોગાટે કહ્યું કે, અમે બૃજભૂષણ શરણ સિંહ પર જે આરોપો લગાવ્યા છે તે સંપૂર્ણ રીતે સાચા છે. ગઈકાલ સુધી અમારી સાથે માત્ર એક મહિલા રેસલર હતી, પરંતુ હવે એવા ચાર-પાંચ કુસ્તીબાજો છે જેમની સાથે ખોટું થયું છે. અમને આગળ આવવા માટે દબાણ ન કરવું જોઈએ. અમે સન્માન બચાવવા માટે લડી રહ્યા છીએ. અમારી સાથે શું થયું છે તે બધાની સામે કહેવા માંગતા નથી. 

તો FIR પણ દાખલ કારવીશું..... 
આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, અમે અધ્યક્ષનું રાજીનામું જ નહીં લઈશું પણ તેમને જેલ પણ મોકલીશું. અમે કાયદાકીય રીતે આગળ વધવા માંગતા નથી, પરંતુ જો કોઈ ઉકેલ નહીં મળે તો અમે એફઆઈઆર પણ દાખલ કરીશું. વિનેશે કહ્યું કે, જો અમારા જેવા રેસલરો સાથે આવું થઈ રહ્યું છે તો બીજી છોકરીઓ કેટલી સુરક્ષિત છે. જો આપણે પણ સુરક્ષિત ન હોઈએ તો ભારતમાં એક પણ છોકરીનો જન્મ ન થવો જોઈએ. આપણે જીવ ગુમાવીએ તો સ્વીકાર્ય છે, પણ આપણે કુસ્તીનું ભવિષ્ય સુધારીને જ મરીશું.

રેસલિંગ ફેડરેશનને વિખેરી નાખવું જોઈએ: બજરંગ
આ તરફ બજરંગ પુનિયાએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે રેસલિંગ એસોસિએશનનું વિસર્જન કરવામાં આવે. જો તેઓ રાજીનામું આપશે તો પણ તેઓ તેમના લોકોને ફરીથી ત્યાં બેસાડશે. રાજ્ય કુસ્તી સંઘમાં તેમના જ લોકો પણ બેઠા છે, તેથી અમે સંઘને જ વિસર્જન કરવા માંગીએ છીએ. 

સાક્ષી મલિકે કહ્યું કે, અમને કેરળ અને મહારાષ્ટ્રની મહિલા રેસલર્સના ફોન આવી રહ્યા છે જેમની સાથે અન્યાય થયો છે. તેણીએ કહ્યું, 'હું પીએમ નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે ન્યાય મળવો જોઈએ.' અંશુ મલિકે કહ્યું કે, પાપનો ઘડો ભરાઈ ગયો છે. રેસલિંગ એસોસિએશનમાં દરેક જણ ભ્રષ્ટ છે. જ્યારે જુનિયર મહિલા કુસ્તીબાજો સ્પર્ધામાં ભાગ લેવા માટે બલ્ગેરિયા જતી ત્યારે બૃજભૂષણ શરણ સિંહ હોટલનો રૂમ ખુલ્લો રાખીને સૂતો હતો.

IOA પ્રમુખ પીટી ઉષાએ શું કહ્યું ? 
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ ટ્વીટ કર્યું કે, 'પ્રમુખ તરીકે હું કુસ્તીબાજોના આ મુદ્દા પર વધુ સભ્યો સાથે ચર્ચા કરી રહી છું. જો કોઈપણ રમતવીરને કોઈ સમસ્યા હોય તો તેણે તેની સમસ્યાઓ અમારી સાથે ચર્ચા કરવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ