બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / The investigation into the attack on the Indian Embassy in Canada has been handed over to the Ahmedabad NIA

India-Canada tensions / કેનેડામાં ભારતીય એમ્બેસી પર હુમલાની તપાસ અમદાવાદ NIAને સોંપાઇ, ગૃહ મંત્રાલયે કર્યો હતો આદેશ

Kishor

Last Updated: 08:43 AM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં ભારતીય દૂતાવાસ પરના હુમલા અંગે તપાસ અમદાવાદ NIAને સોંપવામાં આવી છે. એજન્સી અમદાવાદની ટીમ કેનેડા જશે.

  • કેનેડામાં ભારતીય દૂતાવાસ પર હુમલા અંગે તપાસ 
  • કેનેડામાં હુમલાની તપાસ અમદાવાદ NIAને સોંપવામાં આવી
  • 23 માર્ચના ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ કર્યો હતો દૂતાવાસ પર હુમલો
  • ઓટ્ટાવામાં ભારતીય એમ્બેસી પર હુમલો કર્યો હતો 

કેનેડામાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલા મામલે તપાસ અમદાવાદ NIAને સોંપવામાં આવી છે. મહત્વનું છે કે 23 મી માર્ચના રોજ ખાલીસ્થાની કટ્ટરપંથી સમર્થકોએ ઓટાવામાં ભારતીય હાઇ કમિશન પર હુમલો કર્યો હતો. હવે તેની તપાસ અંગે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અમદાવાદની ટીમ કેનેડા જશે. જોકે હજુ સુધી કેનેડા સરકારે હુમલા અંગે ખાલિસ્તાની સમર્થકોની  માહિતી આપી નથી.

હજુ સુધી કેનેડા સરકારે હુમલા અંગે ખાલિસ્તાની સમર્થકોની નથી આપી માહિતી

ઓટાવામાં થયેલા હુમલાની અને ત્યારબાદ અમદાવાદ સહિતના સ્થળોએ ખાલીસ્થાનની સમર્થકોના વહેતા થયેલા પ્રિરેકોર્ડેડ મેસેજની તપાસ અંગે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દિલ્હી દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્ય તપાસનીસ અધિકારી તરીકેનો ચાર્જ અમદાવાદ એનઆઈએના વડા ધ્રુમન નિમ્બલેને ચાર્જ સોંપાયો છે. જે તપાસ અર્થે ટીમ સાથે કેનેડા જશે.

હુમલાના તાર પાકિસ્તાની સંસ્થા સાથે જોડાયેલા હોવાની પણ ચર્ચા

કેનેડાના ઓટાવવામાં ભારતીય હાઇ કમિશન પર ખાલીસ્થાનની સમર્થકોએ ૨૩મી માર્ચ 2023ના એ દિવસે હુમલો કર્યો હતો. જેમાં ઝંડા સાથે ઘસી આવેલા અમૃતપાલના સમર્થકોએ ભારે હોબાળો મચાવી તોડફોડ કરી હતી. જેને લઈને ખળભળાટ મચી ગયા બાદ આ મામલે એપ્રિલ મહિનામાં ગૃહ મંત્રાલય દ્વારા તપાસ એનઆઇએને સોંપવા આદેશ જારી કર્યા હતા. પ્રાથમિક તપાસમાં એવુ સામે આવી રહ્યું છે કે ખાલીસ્થાની સમર્થકોને પાકિસ્તાની આતંકી સંસ્થા આઈએસઆઈએસનો પૂરતો ટેકો મળી રહ્યો છે. એટલે કે આ હુમલાના તાર પાકિસ્તાની સંસ્થા સાથે જોડાયેલા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે

ચકચાર મચાવતો વીડિયો વાયરલ કર્યો હતો
તાજેતરમાં જ પ્રતિબંધિત યુએસ સ્થિત શીખ્સ  ફેર જસ્ટીસ સંગઠનના વડા ગુરુપતવંતસિંહ પનનુએ એક જ ચકચાર મચાવતો વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં કહ્યું હતું કે ભારત સરકાર તમે નિજજરની હત્યા માટે જવાબદાર છો અને આ હત્યાનો શીખ્સ  ફેર જસ્ટીસ દ્વારા બદલો લેવામાં આવશે. તેણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે બદલાનું લક્ષ્ય અમદાવાદમાં ઓક્ટોબરનો વર્લ્ડ કપ હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ