બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / The history of Ayodhya Ram Mandir Janmabhoomi will be taught in this university of Gujarat

અયોધ્યા રામ મંદિર / હવેથી VNSGU ભણાવશે શ્રીરામ જન્મભૂમિનો ઈતિહાસ: શરૂ કરાશે સર્ટિફિકેટ કોર્સ, જાણો વિગત

Vishal Khamar

Last Updated: 03:18 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રી રામ જન્મભૂમિનો ઈતિહાસ જાણવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં સર્ટિફિકેટ કોર્ષને શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી.

  • શ્રીરામ જન્મભૂમિનો ઈતિહાસ જાણવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે સમાચાર
  • સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી શરૂ કરશે સર્ટિફિકેટ કોર્સ
  • એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં સર્ટિફિકેટ કોર્સને શરૂ કરવા અપાઈ મંજૂરી

 સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આવનારી પેઢી ભગવાન શ્રી રામ જન્મભૂમિનો ઈતિહાસ જાણે તેમજ તેને સમજે તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.  આજે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરવા માટે મંજૂરી અપાઈ હતી. હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ 30 કલાકનો સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરાશે. ત્યારે આ સર્ટિફિકેટ કોર્ષમાં ભગવાન શ્રી રામ અને અયોધ્યાને લગતા મુદ્દાઓને આવરી લેવાશે. 

ડૉ. કિશોરસિંહ ચાવડા (કુલપતિ, VNSGU)

કોર્ષનો વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળે તેવા હેતુથી ફી રૂા. 1100 રાખવામાં આવી
સુરતની વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શ્રી રામ જન્મભૂમિનો ઈતિહાસ જાણવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે કોર્ષ શરૂ કરવા મંજૂરી અપાઈ છે. આ સર્ટીફિકેટ કોર્ષમાં ભગવાન શ્રી રામ અને અયોધ્યાને લગતા મુદ્દાઓને આવરી લેવાશે. રામ જન્મભૂમિ માટે થયેલા વિવાદ, સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો પણ સમાવેશ થાય છે. નવનિર્મિત મંદિર સહિતની બાબતોનો કોર્ષમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્ષનો વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળે તેવા હેતુથી ફી રૂા. 1100 રાખવામાં આવી છે. જર્મન, સ્પેનિસ, ફ્રેન્ચ અને રશિયન ભાષાના સર્ટિફિકેટ કોર્ષની રૂપિયા 10, 000 ફી જાહેર કરવામાં આવી છે. 

વધુ વાંચોઃ GTUના વિદ્યાર્થીઓ આ નોટ કરી લેજો, 22મીએ મોકૂફ રાખેલી પરીક્ષાની નવી તારીખ જાહેર

આ સર્ટીફીકેટ કોર્ષની ફી 1100 રૂપિયા જેટલી હતી
આ બાબતે જણાવ્યું હતું કે, આપણી વીર નર્મદ યુનિ. ખાતે ભગવાન શ્રી રામ જન્મભૂમિનો ઈતિહાસ નામનો સર્ટીફીકેટ કોર્ષ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેની એકેડેમીક કાઉન્સિલે માન્યતા પણ આપી છે. જે અંતર્ગત આ 30 કલાકનો સર્ટીફીકેટ કોર્ષ છે. તેમજ આ જેની અંદર ભગવાન શ્રી રામના 10 હજાર વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં એમના જન્મથી લઈને ત્યાર બાદ મંદિરની સ્થાપના, એને તોડવું અને છેલ્લે વડાપ્રધાનનાં નેતૃત્વમાં 22 મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આજ સુધીનો તમામ ઈતિહાસ આ સર્ટીફીકેટ કોર્ષની અંદર શીખવવામાં આવશે, આ સર્ટીફીકેટ કોર્ષની અંદર 12 વર્ષની ઉપરનો કોઈ પણ વ્યક્તિ આ કોર્ષ કરી શકે છે. એ જે નાગરિક છે. એણે શૂન્ય અભ્યાસ કરેલ હોય તો પણ આ સર્ટીફીકેટ કોર્ષમાં જોડાઈ શકે છે. અને તેની ફી જે છે તે 1100 રૂપિયા જેટલી રાખવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ